Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ડ્રેગન ફ્રૂટના ફાયદા અને ખાવાની પદ્ધતિ, જાણો ડાયેટિશ્યન પાસેથી

ડ્રેગન ફ્રૂટના ફાયદા અને ખાવાની પદ્ધતિ, જાણો ડાયેટિશ્યન પાસેથી

26 January, 2021 12:55 PM IST | Mumbai
Sheetal Patel

ડ્રેગન ફ્રૂટના ફાયદા અને ખાવાની પદ્ધતિ, જાણો ડાયેટિશ્યન પાસેથી

ડ્રેગન ફ્રૂટ, તસવીર સૌજન્ય - જાગરણ

ડ્રેગન ફ્રૂટ, તસવીર સૌજન્ય - જાગરણ


ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit)નું નામ બદલીને 'કમલમ' રાખવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારનું કહેવું છે કે આ ફળનો આકાર કમળની જેમ છે એટલે એનું નામ ડ્રેગન ફ્રૂટથી બદલીને હવે કમલમ કરવામાં આવ્યું છે. આ ફળ ચીન સાથે સંકળાયેલું છે. સંસ્કૃત ભાષામાં કમલમ એટલે કમળનું ફૂલ. તાજેતરમાં ભારતમાં આ ફળ ઝડપથી લોકપ્રિય થયું છે. ભારતમાં એવા ઘણા પ્રકારના ફળોનું સેવન કરવામાં આવે છે અને તેના વિવિધ ફાયદાઓ છે. આમ તો આ ડ્રેગન ફ્રૂટ ભારતનું ફળ નથી, પણ એના વિવિધ ફાયદાઓ છે અને એનો સ્વાદ પણ લાજવાબ છે. સાથે જ ફાયદાઓના કારણે જ આ ફળની માંગ સતત વધી રહી છે. તો ચાલો આપણે વાત કરીએ ડાયેટિશ્યન ડૉ.રિષીતા બોચિયા જોશી સાથે.

dr-rishita



ડૉ.રિષીતા બોચિયા જોશી


ડ્રેગન ફ્રુટનો રંગ તેના તરફ આકર્ષતી સૌથી મજાની બાબત છે તે કેકટસ ફેમિલીનું છે ને માટે જ તેનો આકાર, છાલ વગેરે અલગ હોય છે. ડ્રેગન ફ્રુટમાં જે સૌથી કોમન પ્રકાર જોવા મળે છે તેની છાલ એકદમ ચમકદાર લાલ હોય છે અને તેની પર લીલા ભીંગડા હોય છે અને માટે જ તેને ડ્રેગન ફ્રુટ કહેવાય છે. ભારતમાં જો તેના આ દેખાવને આપણે કશા સાથે સરખાવીએ તો તે છે કમળ અને માટે જ ગુજરાત સરકારે તેને કમલમ નામ આપવાની વાત કરી છે.

કમળએ ભાગ્યે જ વપરાતું ફુલ છે અને તે જ રીતે ડ્રેગન ફ્રુટને પણ ભારતમાં ઓછું અટેન્શન મળે છે અને તે બહુ વપરાશમાં નથી લેવાતું. નવા ટ્રેન્ડ અને લોકોમાં આવેલી જાગૃતિને પગલે, લોકોને તેના લાભ ખબર હોવાથી હવે ડ્રેગન ફ્રુટને આવકાર મળતો થયો છે અને તેનું વેચાણ વધ્યું છે. કાળા બી અને સફેદ ગર વાળું ડ્રેગન ફ્રૂટ સૌથી વધુ વેચાય છે અને તેના ઓછા વેચાતા પ્રકારમાં લાલ ગર અને કાળા બી વાળું ડ્રેગન ફ્રુટ સમાવિષ્ટ છે.


પોષણને લગતી માહિતી

આ ફળનો સ્વાદ કિવી કે પેર જેવો હોય છે અને તેમાં આ પ્રમાણે પોષક તત્વો રહેલા છે.

100 ગ્રામ ડ્રેગન ફ્રૂટમાં હોય છે આટલું...
કેલરી – 60
પ્રોટીન- : 1.2 grams
ફેટ: 0 grams
કાર્બ્ઝ: 13 grams
ફાઇબર: 3 grams
વિટામિન સી : જેટલું રોજ જોઇએ તેના 3% જેટલું
આયર્ન: જેટલું રોજ જોઇએ તેના 4% જેટલું
મેગ્નેઝિયમઃ જેટલું રોજ જોઇએ તેના 10 ટકા જેટલું
રિબોફ્લેવિન : જેટલું રોજ જોઇએ તેના 3% જેટલું

ડ્રેગન ફ્રૂટમાં મોટા પ્રમાણમાં ફાઇબર અને મેગ્નેઝિયમ હોય છે અને તેની કેલરીઝ એકદમ લૉ હોવાથી તે પોષણક્ષમ અને પાણીથી ભરપુર ફળ કહી શકાય.

તેમાં રહેલા કેટલા એન્ટિઑક્ટિડન્ટ્સ તમારા કોષને હાનિથી બચાવી છે જેમાં બેટાલેનિન્સ, હાઇડ્ર્ઝાસિનામેટ્સ, ફ્લાવોનોઇડ્ઝનો સમાવેશ થાય છે.

સ્વાસ્થય માટે ફાયદા
- ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અટકાવે અને ફેટ્ટી લિવરની સ્થિતિ ઘટાડે
- પ્રિબાયોટિક ફાઇબર હોવાથી તે ગટમાં ફાયદાકારક બેક્ટેરિયાનો વિકાસ કરવામાં મદદ કરે છે અને ચયાપચયની ક્ષમતા વધે છે.
- તેની પોષણક્ષમતા આ ફળને કોવિડ-19ની રિકવરી અને તેને અટકાવવા માટે ફાયદાકારક છે.

ડેન્ગીમાં ડ્રેગન ફ્રૂટ

- વિટામીન સીને કારણે કોષની રોગપ્રતિકારક શક્તિ વધે છે
- એન્ટિઑક્સિડન્ટ્સને કારણે હિમોગ્લોબિન વધે છે અને હાડકાં મજબુત બને છે
- માત્ર સાજા થવામાં નહીં તે પછી પણ ડ્રેગન ફ્રૂટ ફાયદાકારક રહે છે
- ફાઇબરને કારણે ડેન્ગીના પેશન્ટ્સને લાભ થાય છે

આમ તો આ ફળ ધીરે ધીરે ભારતમાં પૉપ્યુલર થઇ રહ્યું છે અને તેના ભાવ ઘટી રહ્યા છે પણ તેના વિકલ્પ તરીકે કિવી કે પેર ચાલી શકે અને તેમાંથી એટલું જ વિટામિન સી અને એટલાં જ એન્ટિઑક્સિડન્ટ્સ મળશે પણ આયર્ન અને મેગ્નેઝિયમ આ ફળોમાંથી નહીં મળે.

પ્રેગનેન્ટ સ્ત્રીઓ માટે ડ્રેગન ફ્રૂ
- તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ ઉર્જા સંગ્રહ માટે પ્રેગનેન્ટ સ્ત્રીઓ માટે મદદરૂપ થાય છે
- તેમાં ફેટ્સ સારા પ્રમાણમાં હોય છે જે મોટે ભાગે મોનોસેચ્યુરેટેડ હોય છે.
- વિટામીન્સ અને એન્ટિ ઑક્સિડન્ટ્સ માતા અને બાળકને ઇન્ફેક્શન્સથી બચાવે છે.
- ફાઇબરને કારણે પ્રેગનેન્ટ સ્ત્રીઓનો કબજિયાતનો પ્રોબ્લેમ ઉકેલાઇ શકે
- આયર્ન હોવાને કારણે શરીરની હિમોગ્લોબિનની વધતી માંગને પહોંચી વળે છે.
- વિટામિન્સ ઑફ બી કોમ્પલેક્સ ગ્રૂપ જેવા કે ફોલિક એસિડ અને રિબોફ્લેવિન વગેરેને કારણે જન્મજાત ખોડ ટાળી શકાય છે.

લોકોને આ ફળ કેવી રીતે ખાવું તેને ભેળવીને કેવી રેસિપી બનાવી શકાય તેની ગુંચવણ હોય છે

• પાકું ફળ પસંદ કરો. તે લાલ ચટક અથવા ગુલાબી હોવું જોઇએ અને સહેજ દબાવો તો તે પોચું હોવું જોઇએ અને તે જ તેના પાકા હોવાની નિશાની છે. બહુ કડક કે બહુ પોચું હશે તો ખાવાની મજા નહીં આવે.
• ડ્રેગન ફ્રૂટને અડધું કાપો અને આ માટે ધારદાર ચપ્પુ વાપરો. તે અંદરથી કિવીના ગર જેવો જ દેખાવ ધરાવે છે, તેમાં અંદર નાના કાળા બી હશે. જે આખા ગરમાં ફેલાયેલા હશે.
• તમે ચમચી લઇને આ ગર સીધો જ ખાઇ શકો છો અથવા છાલ કાઢીને ચિરી કરીને પણ ફળ માણી શકો છો.
• આ ફળને તમે સલાડ્ઝમાં ઉમેરી શકો છો અથવા બ્રેકફાસ્ટમાં વાપરી શકો છો અને તેનો ઉપયોગ કરીને પુડિંગ પણ બનાવી શકો છો.

રેસિપી

1 મોટું પાકું ડ્રેગન ફ્રૂટ

1/3 કપ જાડું દહીં

2 ટેબલ સ્પૂન મેયોનિઝ

1/2 લિંબુનો રસ

1 ટી સ્પૂન મધ

1/2 ટી સ્પૂન તાજું છીણેલું આદુ

1/2 ટી સ્પૂન પિંક અથવા હિમાલયન સૉલ્ટ

1 નાનું સમારેલું સફરજન

1/2 કપ અડધી સુધારેલી લાલ અથવા લીલી દ્રાક્ષ

½ કપ તાજા સિલાન્ત્રોના પાન

1/3 કપ કાજુ અને અખરોટ, નાના ટૂકડા કરેલા

4 પત્તાં આઇસબર્ગ લેટ્સ

આ બધું ભેળવીને બાઉલને 15 મિનીટ ફ્રિજમાં મુકો, ઠંડુ સર્વ કરો.

ડૉ.રિષીતા બોચિયા જોશી
ફાઉન્ડર એન્ડ ન્યુટ્રિશનિસ્ટ, હેલ્થફુડ વિલા

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2021 12:55 PM IST | Mumbai | Sheetal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK