કોરોનામાં કિસ કરવાની ગાઈડલાઈનનું પાલન કરો છો કે નહીં?

Updated: Sep 16, 2020, 21:12 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

તમે ઘરની બહાર નીકળો છો, માસ્ક પહેરો છો, ફેસ ગાર્ડ પહેરો છો, હાથમાં ગ્લોવ્ઝ પહેરો છો. આટલી બધી સલામતી રાખો છો પણ તમારા પ્રેમી/પ્રેમિકાને મળો ત્યારે કિસ કરો છો તે વખતે મગજમાં એક વખત પણ કોરોના મહામારી છે એ વિચાર આવે છે કે નહીં?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

માર્ચના અંતથી શરૂ થયેલું દેશવ્યાપી લૉકડાઉન ખાસુ લાંબુ ચાલ્યું હતું. જ્યારે કડક લૉકડાઉન હતું ત્યારે લોકો અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળતા હતા, જોકે તબક્કાવાર અનલૉક થવાથી લોકો પણ બહાર નીકળે છે, કામ કરવા તો ઠીક પણ ફરવા પણ જાય છે. મિત્રો એકબીજાને ઘણા સમય બાદ મળીને એન્જોય કરે છે, એક ક્વૉલિટી ટાઈમ પસાર કરે છે. કપલ્સ પણ બહુ ટાઈમ બાદ મળતા પોતાની ઈન્ટીમસી (ઘનિષ્ઠતા)ને રોકી શકતા નથી.

હવે વાત એ છે કે તમે ઘરની બહાર નીકળો છો, માસ્ક પહેરો છો, ફેસ ગાર્ડ પહેરો છો, હાથમાં ગ્લોવ્ઝ પહેરો છો. આટલી બધી સલામતી રાખો છો પણ તમારા પ્રેમી/પ્રેમિકાને મળો ત્યારે કિસ કરો છો તે વખતે મગજમાં એક વખત પણ કોરોના મહામારી છે એ વિચાર આવે છે કે નહીં? જે રીતનો સમય ચાલી રહ્યો છે તે હિસાબે સ્મુચનું અસ્તિત્વ રહેશે કે નહીં એ કોઈને ખબર નથી. શું તમે લૉકડાઉન બાદ તમારા પ્રેમી/પ્રેમિકાને મળ્યા બાદ બિન્દાસ લિપ કિસ કરી છે? બસલ વેબસાઇટમાં આવેલા એક રિપોર્ટમાં આ અંગે મજાની વાત કરાઇ છે.

એમડી ડૉ.નતાશા ભુયાનનું કહેવું છે કે, તમારે વધારે પ્રોટેક્ટેડ રહેવાની જરૂર છે. મહામારીનો મતલબ એ નથી કે કિસ ન કરી શકાય. પણ તમે કેવી રીતે કિસ કરતા પહેલા કેવી સાવચેતી રાખો છો એ મહત્વનું છે. જેમ મહામારીમાં આપણે જીવનશૈલીમાં ઘણા ફેરફાર લાવ્યા તેવી જ રીતે કિસિંગમાં પણ લાવીએ તે આપણા માટે જ સારું છે. તમે ઘણા સમય બાદ ડેટ પર જાઉ ત્યારે કાળજી લેવી જોઈએ. તમે કોને કિસ કરો છો એ મહત્વનું છે. શું એ વ્યક્તિને Covid-19નું જોખમ છે કે નહીં, તે માસ્ક પહેરે છે કે નહીં, તે ભીડથી દૂર રહે કે નહીં જેવા પ્રશ્નો તમે પોતાની જાતને પુછો એટલે અમૂક વસ્તુ સ્પષ્ટ થઈ જશે.

ડૉ.જેસિકા એ. શેફર્ડનું કહેવું છે કે, તમે જે વ્યક્તિને કિસ કરવા માગતા હો તે માસ્ક પહેર્યા વિના પાર્ટીઓમાં અને બાર્સમાં જતી હોય તો તે જોખમકારક વ્યક્તિ ગણાય. તમારે જ એક જવાબદાર વ્યક્તિ તરીકે સામી વ્યક્તિને ઓળખવી પડશે. તમે વ્યક્તિને ઓળખ્યા વિના જ આગળ વધશો તો તમે જ જોખમમાં મુકાશો. તમે કોઈને પણ કિસ કરી શકો પરંતુ ડેટના જોખમના પરિબળનું મૂલ્યાંકન કરો. ડરની વાત નથી પણ અન્ય વ્યક્તિ સમક્ષ તમારે પણ જવાબદાર બનવું જોઈએ.

ડૉ.ભુયાને કહ્યું કે, રૂમમેટ્સ કે ફ્રેન્ડ્સ વચ્ચે પારદર્શકતા હોવી જોઈએ. જો તમે કોઈને કિસ કરી હોય અને તે પછી કહે કે તે Covid-19 પૉઝિટિવ છે તો તમારે પણ પોતાનું ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ.

ડૉ.શેફર્ડનું કહેવું છે કે, કિસ જેટલું જોખમ સેક્સમાં પણ છે. ચિકનપોક્સની જેમ કોરોનાવાયરસ પણ કઈ અચાનક નાબૂદ થઈ જશે નહીં. આ કપરા સમયમાં તમારે સેક્સ પાર્ટનર સાથે બધી જ વાત શૅર કરવી પડશે જેથી બંને સુરક્ષિત રહે. આ કઈ વિશ્વનો અંત નથી. આ વાયરસ આપણા જીવનનો ભાગ બનતા આપણે તેનાથી સુરક્ષિત રહેવા માટેના પગલા લેવાના છે.

આટલા મહિના ઘરે રહ્યા બાદ સ્વાભાવિક છે કે તમને કિસ અને સેક્સ કરવાનું મન થાય, પણ સાવચેતી રાખવી. અન્ય પ્રકારના ટચ અને ફિઝિકલ અફેક્શનની જેમ કિસના પણ ઘણા માનસિક સ્વાસ્થ્યના ફાયદા છે, જેમ કે માનવીના સ્ટ્રેસમાં ઘટાડો થાય છે.

સેક્સ અત્યંત મહત્વનું છે પણ તમારે સુરક્ષા પણ રાખવી પડશે. જો તમે ડેટ પર જાવ અને સામી વ્યક્તિ છ ફીટનું અંતર રાખવા માગતી હોવ તો જરૂરી નથી કે કિસ કરીને જ તમે તમારો પ્રેમ વ્યક્ત કરો. તમે લાગણીઓ વ્યક્ત કરીને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકો છો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK