Kiss day: કિસ કરતા પહેલા ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ, પાર્ટનર થઈ શકે છે નારાજ

Feb 12, 2019, 07:20 IST

તમારી લાપરવાહી તમારો કિસ ડે બેકાર બનાવી શકે છે. કિસ ડેના દિવસે કંઈ પણ ખાશો નહીં. કેટલાક ફૂડ તમારો દિવસ બગાડી શકે છે, તો કેટલાક સુધારી પણ શકે છે. વાંચો લિસ્ટ.

Kiss day: કિસ કરતા પહેલા ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ, પાર્ટનર થઈ શકે છે નારાજ
પ્રતીકાત્મક તસવીર (ઉદય મોહિતે)

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. કપલ્સ રોજ કંઈક નવા ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. વેલેન્ટાઈન ડેના આગલા દિવસે કિસ ડેની ઉજવણી થશે. ત્યારે આ દિવસને ઉજવવા તમે પણ કંઈક પ્લાન કર્યું હશે. પરંતુ તમારી લાપરવાહી તમારો કિસ ડે બેકાર બનાવી શકે છે. કિસ ડેના દિવસે કંઈ પણ ખાશો નહીં. કેટલાક ફૂડ તમારો દિવસ બગાડી શકે છે, તો કેટલાક સુધારી પણ શકે છે. વાંચો લિસ્ટ.

1) કિસ ડેના દિવસે ભૂલથી પણ લસણ ન ખાવ. લસણ તમારા કિસ ડેને બેકાર બનાવી શકે છે. કારણ કે લસણ ખાવાથી મોઢામાંથી સ્મેલ આવશે, જે તમારા પાર્ટનરનો મૂડ ખરાબ કરી શકે છે.

2) કિસ ડે પહેલા આલ્કોહોલનું સેવન તમને ભારે પડી શકે છે. આલ્કોહોલ તમારા મોઢાને ડ્રાય કરે છે, અને મોઢામાંથી દુર્ગંધ પણ આવે છે.

3) તમે તમારા શ્વાસની દુર્ગંધ ઘટાડવા માટે ચિંગમ કે મિન્ટનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આમ કરવાથી તમારા આરોગ્યને નુક્સાન પહોંચી શકે છે. કારણ કે તેમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે.

4) કૉફી પણ તમારા મોઢાને ડ્રાય કરે છે. જેનાથી તમારા શ્વાસમાંથી દુર્ગંધ આવે છે. એટલે કૉફીના બદલે હોટ કે આઈસ્ડ ટી લો

5) સફરજન ખાવાથી મોઢામાં લાળ વધુ બને છે. લાળમાં ઓક્સિજન વધુ હોય છે, જેને કારણે તે મોટા ભાગના બેક્ટેરિયાનો નાશ કરી દે છે, આમ થવાથી દુર્ગંધ નથી આવતી

આ પણ વાંચોઃ KISS DAY:જાણો કિસ વિશેના 15 અજાણ્યા ફેક્ટ્સ 

6) તજ પણ તમારા કિસ ડેને યાદગાર બનાવી શકે છે. તજનું સેવન કરવાથી મોઢામાંથી દુર્ગંધ નથી આવતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK