Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ખજૂર-ઇમલી ગોલી

12 October, 2012 06:19 AM IST |

ખજૂર-ઇમલી ગોલી

ખજૂર-ઇમલી ગોલી








સામગ્રી

  •  ૮-૧૦ ઝીણું સમારેલું ખજૂર
  •  બે ચમચા આમલીની જાડી પેસ્ટ
  •  પોણી ચમચી સૂંઠનો પાઉડર
  •  એક ચમચી આમચૂર પાઉડર
  •  ચપટી તજનો પાઉડર
  •  અડધી ચમચી કાળું મીઠું
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  એક ચમચો છીણેલો ગોળ
  •  અડધી ચમચી જીરું
  •  અડધી ચમચી ફુદીનાનો પાઉડર
  •  કોટિંગ કરવા માટે દળેલી સાકર


રીત

એક તવા પર જીરાને શેકી લો અને એનો પાઉડર બનાવી લો. ત્યાર બાદ એક નૉન-સ્ટિક પૅનમાં ખજૂર લઈ એમાં એક કપ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો. પાણી ઊકળે એટલે એમાં આમચૂર પાઉડર, તજનો પાઉડર, કાળુ મીઠું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ખજૂર સૉફ્ટ ત્યાં સુધી ચડવા દો.

મિશ્રણ જાડું થાય એટલે એમાં આમલીનો પલ્પ અને ગોળ મિક્સ કરો. ગોળ પીગળે એટલે એમાં જીરાનો પાઉડર અને ફુદીનાનો પાઉડર મિક્સ કરો. મિશ્રણ જાડું થઈ જાય એટલે ગૅસ બંધ કરો. આ મિશ્રણમાંથી નાની-નાની ગોળીઓ બનાવો. આ ગોળીઓને દળેલી સાકરમાં રગદોળી લો. આ ગોળીઓને મુખવાસ તરીકે સર્વ કરી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2012 06:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK