કેળાની છાલનું શાક
ADVERTISEMENT
સામગ્રી
- બે પાકાં કેળાંની છાલ
- એક વાટકી ચણાનો લોટ
- બેથી ત્રણ ચમચા દહીં
- એક ચમચી લાલ મરચાનો પાઉડર
- પા ચમચી હળદર
- મીઠું સ્વાદ પ્રમાણે
- અડધી ચમચી ગરમ મસાલો
- એક ચમચી લસણની પેસ્ટ
- એક ચમચી તેલ
- એક ચમચી રાઈ
- એક ચમચો સમારેલી કોથમીર સજાવટ માટે
રીત
કેળાની છાલને બારીક ટુકડામાં સમારી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં રાઈનો વઘાર કરો. ત્યાર બાદ એમાં લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે કેળાની છાલના ટુકડા ઉમેરી સાંતળી લો. ત્યાર બાદ એમાં મીઠું, મરચાંનો પાઉડર, હળદર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. ઢાંકીને ૪-૫ સુધી વરાળે ચઢવા દો.
એક બાઉલમાં ચણાનો લોટ લઈ એમાં દહીં ઉમેરી પેસ્ટ બનાવી લો. કેળાની છાલ ચઢી જાય એટલે એમાં ચણાના લોટની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ફરી ઢાંકીને ૪-૫ મિનિટ સુધી ચઢવા દો. લોટ ચઢી જાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી એના પર કોથમીર ભભરાવો. રોટલી અથવા બાજરાના રોટલા સાથે ગરમાગરમ પીરસો.