Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કલકત્તી પાન આઇસક્રીમ

23 November, 2012 06:07 AM IST |

કલકત્તી પાન આઇસક્રીમ

કલકત્તી પાન આઇસક્રીમ







સામગ્રી

  •  એક લિટર ફુલ ફૅટ મિલ્ક
  •  દોઢ કપ સાકર
  •  પા કપ કૉર્નફ્લોર
  •  દોઢ કપ ક્રીમ
  •  ચાર મોટાં કલકત્તી નાગરવેલનાં પાન
  •  એક ચમચી લીંબુનો રસ
  •  છ ખારેક
  •  એક ચમચો વરિયાળીનો ભુક્કો
  •  પા ચમચી એલચીનો ભુક્કો
  •  પા કપ ગુલકંદ
  •  બે ટીપાં મિન્ટ એસેન્સ


રીત

ખારેકને આખી રાત પલાળી રાખો. પાનનો ફ્લેવર બનાવવા માટે કલકત્તી પાનને બરાબર ધોઈ લો. મિક્સરમાં લીંબુનો રસ ઉમેરી પાનને બારીક પેસ્ટમાં પીસી લો. પિસાઈ જાય એટલે ગાળી લો. પાનનું જૂસ અલગ રાખો. ખારેકને બારીક સમારી લો. હવે એક બાઉલમાં પાનનો જૂસ, ખારેક, વરિયાળી, એલચી અને ગુલકંદ મિક્સ કરો.

એક બાઉલમાં કૉર્નફ્લોરને ઠંડા દૂધમાં મિક્સ કરી ઓગાળી લો. હવે એક પૅનમાં દૂધને ગરમ કરવા મૂકો. ઊકળે એટલે સાકર ઉમેરી પાંચ મિનિટ સુધી હલાવો. ત્યાર બાદ એમાં દૂધમાં ઓગાળેલો કૉર્નફ્લોર ઉમેરી હલાવો. પાંચ મિનિટ સુધી સતત હલાવતા રહેવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગૅસ પરથી ઉતારી લો અને ઠંડું કરો. બરાબર ઠંડું થઈ જાય એટલે એમાં પાનવાળું મિશ્રણ તેમ જ ક્રીમ ઉમેરો. બરાબર મિક્સ કરી આઇસ્ક્રીમના બાઉલમાં કાઢી બે કલાક માટે ફ્રીઝ કરવા મૂકો. બે કલાક બાદ બહાર કાઢી ફરી એ મિશ્રણને ઝેરી લો. મિન્ટ એસેન્સ ઉમેરી બરાબર હલાવો અને ફરી ફ્રીઝરમાં ચારથી છ કલાક માટે સેટ કરવા મૂકો. સેટ થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી તરત પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2012 06:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK