Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કાલી દાલ

02 August, 2012 06:14 AM IST |

કાલી દાલ

કાલી દાલ


kaali-daal




આજની વાનગી


સામગ્રી

  •  એક વાટકી આખા કાળા અડદ
  •  બે ચમચી ચણાની દાળ
  •  દસ કળી લસણ
  •  એક મોટો કાંદો ખમણેલો
  •  બે ટમેટાં ખમણેલાં
  •  એક ચમચી ધાણાજીરુ
  •  એક ચમચી કિચનકિંગ મસાલો
  •  અડધી ચમચી ગરમ મસાલો
  •  અડધી ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  •  બે ચમચી છીણેલું આદુ
  •  પા ચમચી હળદળ
  •  અડધી ચમચી લાલ મરચું
  •  ૪-૫ મીઠા લીમડાનાં પાન
  •  એક સૂકું લાલ મરચું
  •  ચાર ચમચી મલાઈ
  •  બે-ત્રણ ચમચી બટર
  •  બે ચમચી તેલ
  •  સજાવટ માટે કોથમીર, અડધી ચમચી ખમણેલું આદુ અને એક ચમચી મલાઈ

રીત

અડદ અને ચણાની દાળને આખી રાત પલાળી રાખો. લસણને ઝીણું સમારી લો. ત્યાર બાદ કુકરમાં પલાળેલા અડદ અને દાળમાં એક ચમચી આદુ અને એક ચમચી લસણ ઉમેરી બાફી લો. હવે એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરો. એમાં મીઠા લીમડાનાં પાન અને સૂકા લાલ મરચાનો વઘાર કરો. હવે એમાં બાકીનું આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી સાંતળો. હવે એમાં કાંદો ઉમેરી સાંતળો. કાંદો ગુલાબી થાય એટલે એમાં ટમેટું ઉમેરી બરાબર હલાવો. એમાં ગરમ મસાલો, હળદર, કિચનકિંગ મસાલો, લાલ મરચું તેમ જ ધાણાજીરુ ઉમેરી સાંતળો. તેલ છૂટે એટલે એમાં બાફેલા અડદ અને દાળ ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર લાગે તો પાણી ઉમેરી ૪-૫ મિનિટ ઉકાળો. હવે સર્વિંગ બાઉલમાં કાઢી મલાઈ, આદુનું છીણ અને કોથમીર ભભરાવી ભાત કે પરાઠા સાથે પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2012 06:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK