Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > જ્વેલરી ડિઝાઈનમાં હજુ પણ દિલ માંગે મોર

જ્વેલરી ડિઝાઈનમાં હજુ પણ દિલ માંગે મોર

13 December, 2011 08:35 AM IST |

જ્વેલરી ડિઝાઈનમાં હજુ પણ દિલ માંગે મોર

જ્વેલરી ડિઝાઈનમાં હજુ પણ દિલ માંગે મોર




(અર્પણા ચોટલિયા)





થોડા સમય પહેલાં કૉલેજની યુવતીઓમાં ગળામાં ઘુવડવાળા લાંબા નેકલેસ પહેરવાનો ટ્રેન્ડ જોરમાં હતો. એ પહેલાં હાથીની મૉફિટ ખૂબ ડિમાન્ડમાં હતી. નાનાં બચ્ચાંઓ અને ટીનેજરની જ્વેલરીમાં કિટી, ડૉગ, ફિશ વગેરે મોટિફ પસંદ કરવામાં આવતી હતી, પણ હવે આપણું રાષ્ટ્રીય પક્ષી જ્વેલરીમાં પસંદ થઈ રહ્યું છે. સૌથી સુંદર ગણાતા મોરની ડિઝાઇન મોટા ભાગના ઇન્ટરનૅશનલ અને લોકલ જ્વેલરી બ્રૅન્ડમાં જોવા મળી રહી છે. આ પહેલાં

દાદી-નાનીઓ પાસે પરંપરાગત સોનાનો મોર-હાર જોવા મળતો હતો. એને આપણે ઓલ્ડ ફૅશન્ડ કહેતા હતા, પણ હવે આ જ જૂની ફૅશન ફરી ટ્રેન્ડમાં છે.



મોરની કલાત્મકતા

પિકૉકને એક ખૂબ જ સ્ટ્રૉન્ગ મૉફિટ ગણી શકાય છે, કારણ કે મોરની આંખ હોય કે પછી પાંખ બધું જ ડિઝાઇનમાં ઉતારવાલાયક હોય છે. સિમ્પલ મોર કે કળા કરતો મોર બન્ને કૉન્સેપ્ટની વાત જુદી છે. આ વિશે વાત કરતાં ગીતાંજલિના જ્વેલરી-ડિઝાઇનર અમિત કામદાર કહે છે, ‘મોર એ મલ્ટિ-કલરનું એક ગજબ અને ખૂબ સુંદર કૉમ્બિનેશન છે અને માટે જ મોરનો કૉન્સેપ્ટ લઈને બનાવેલી જ્વેલરીમાં ખૂબ જુદા-જુદા શેડ્સ સાથે રમી શકાય છે.

જ્વેલરી-ડિઝાઇનર શ્વેતા ઢંઢારિયા આ વિશે કહે છે, ‘પિકૉકનો કૉન્સેપ્ટ મારો પોતાનો જ ખૂબ ફેવરિટ છે, કારણ કે એની ડિઝાઇન અને કલર્સ સાથે ખૂબ રમી શકાય છે અને વષોર્ પછી હવે પાછી મોરની ડિઝાઇનની લોકો ખૂબ ડિમાન્ડ કરી રહ્યા છે.

મોરમાં ઑપ્શન

મોરની ડિઝાઇન મોટા ભાગે ઇયર-રિંગમાં પસંદ કરવામાં આવે છે. એ સિવાય રિંગ, પેન્ડન્ટ્સ, બ્રોચ વગેરેમાં પણ મોરની મોટિફ સુંદર લાગે છે. ટ્રેડિશનલ જ્વેલરી તરીકે મોરનો કૉન્સેપ્ટ સૌથી ઉત્તમ ગણાય છે, પણ હવે શોપાર્ડ જેવી ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ પણ પોતાના કલેક્શનમાં મોરના કૉન્સેપ્ટવાળી મૉડર્ન જ્વેલરીનો સમાવેશ કરે છે. મોરનાં બ્રેસલેટ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે અને જો ઇયર-રિંગ તરીકે પહેરવામાં આવે તો મોરની ડિઝાઇન આખા કાનને ઢાંકવા માટે પૂરતી છે.

ડાયમન્ડ અને સ્ટોન

મોરના પીંછાને મેળ ખાતા રંગો એટલે બ્લુ, ગ્રીન, ગોલ્ડન, કૉપર વગેરે. અહીં સ્ટોન, હીરા, પ્લેન ગોલ્ડ, ટેક્સચર જેવા ઘણા ઑપ્શન છે. આ વિષે શ્વેતા ઢંઢારિયાનું કહેવું છે કે મોરની ડિઝાઇનમાં સેમી પ્રેશિયસ કલર સ્ટોન કે મીનાકારી ખૂબ સારો લુક આપે છે, જ્યારે અમિત કામદાર કહે છે, ‘પિકૉક જ્વેલરી ખૂબ ટ્રેડિશનલ અને હેવી લાગે છે માટે પોલકી, મીનાકારી અને કુંદનનું કામ આ જ્વેલરીમાં ખાસ જોવા મળે છે. તો પણ હવે લોકો લાઇટ વેઇટ જ્વેલરી તરીકે હેવી સ્ટોન કરતાં મીનાકારી વધુ પસંદ કરે છે, જેથી એ ટ્રેન્ડી પણ લાગે અને વજનમાં પણ હલકી હોય.

પીંછાં અને ડિઝાઇન

મોરનાં પીંછાં દેખાતાં હોય એવી ડિઝાઇનો દેખાવમાં વધુ આકર્ષક લાગે છે, કારણ કે મુખ્ય રંગોનો વપરાશ તો પીંછાંમાં જ હોય છે. હવેના ડિઝાઇનરો વધુ મૉડર્ન ડિઝાઇનો બનાવતા થયા છે. એને લીધે ગાઉન, કે પાર્ટીવેઅર સાથે પણ કૉકટેલ જ્વેલરી તરીકે મોરનો કૉન્સેપ્ટ વધુ પસંદ થઈ રહ્યો છે. મોરની જ્વેલરી દેખાવમાં સુંદર અને મૉડર્ન હોવા છતાં ટ્રેડિશનલ ટચ આપે છે. Whatsapp-channel Whatsapp-channel

13 December, 2011 08:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK