Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગર્લ્સ, સમય આવી ગયો છે જિમ લુકમાં મેકઓવરનો

ગર્લ્સ, સમય આવી ગયો છે જિમ લુકમાં મેકઓવરનો

08 September, 2020 04:08 PM IST | Mumbai
Varsha Chitalia

ગર્લ્સ, સમય આવી ગયો છે જિમ લુકમાં મેકઓવરનો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક્સરસાઇઝ, યોગ, મેડિટેશન, વૉકિંગ કે સાઇક્લિંગ જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતી મહિલાઓના વૉર્ડરોબમાં બૉલીવુડ અભિનેત્રીઓ જેવાં સ્ટાઇલિશ જિમવેઅરે અગત્યનું સ્થાન જમાવ્યું છે ત્યારે આ ટ્રેન્ડમાં નવું શું-શું ચાલે છે તેમ જ વ્યાયામમાં એનો શું રોલ છે એ જાણી લો

વાહ, તારું જિમવેઅર સુપર્બ છે! ક્યાંથી લાવી? કઈ બ્રૅન્ડનું છે? હવે મહિલાઓ વચ્ચે આવા સંવાદ સામાન્ય થઈ ગયા છે. ગઈ કાલ સુધી બહેનપણીઓની સાડી અને ડ્રેસનાં વખાણ (અંદરખાને ઈર્ષ્યા) કરતી મહિલાઓ હવે જિમવેઅર વિશે પૂછપરછ કરવા લાગી છે. એક્સરસાઇઝ, યોગ, વૉકિંગ અને સાઇક્લિંગ જેવી જુદી-જુદી ઍક્ટિવિટીમાં વ્યસ્ત રહેતી મહિલાઓના વૉર્ડરોબમાં આ પ્રકારના પોશાકે પોતાનું સ્થાન જમાવી દીધું છે. અનેક મહિલાઓ લેટેસ્ટ ટ્રેન્ડનાં જિમવેઅર માટે હજારો રૂપિયા ખર્ચતી થઈ છે. 
અન્ય ફૅશન ટ્રેન્ડની જેમ જિમવેઅરની પૉપ્યુલારિટીનું શ્રેય પણ સેલિબ્રિટીઝને આપવું પડે. બૉલીવુડ સેલિબ્રિટીઝ તેમના ફૅશન ટ્રેન્ડ માટે હંમેશાં ચર્ચામાં રહે છે. લેટેસ્ટમાં અભિનેત્રી મલાઇકા અરોરાના ન્યુડ જિમ લુકને જોઈ અનેક મહિલાઓનાં દિલ ધબકારો ચૂકી ગયાં છે. સોશ્યલ મીડિયા પર મલાઇકાના બૉડી કર્વ્સને હાઇલાઇટ કરવામાં આવતાં જિમક્રેઝી મહિલાઓના મોઢામાંથી ‘વાઉ’ નીકળી ગયું ને આંખો પહોળી થઈ ગઈ. આ પહેલાં જાહ્નવી કપૂરના બોલ્ડ જિમ લુકને લઈને પણ ઘણી કમેન્ટ્સ અને કૉમ્પ્લીમેન્ટ્સ સાંભળવા મળ્યાં હતાં. 



gym
સ્ટાઇલિંગનો જમાનો ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના પ્રભાવને લીધે લોકો પબ્લિક ફિગરથી વધારે સારી રીતે કનેક્ટ થઈ રહ્યા છે. બદલાતી ફૅશન અને સ્ટાઇલિંગમાં તેમનું યોગદાન ઊડીને આંખે વળગે છે. આ સંદર્ભે વાત કરતાં કાંદિવલીનાં ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા કહે છે, ‘છેલ્લાં કેટલાંક વર્ષથી ઇન્ડોર અને આઉટડોર એક્સરસાઇઝ પ્રત્યે મહિલાઓને ઝુકાવ વધ્યો છે. આજે વર્કિંગ વિમેન હોય કે હાઉસવાઇફ, હેલ્થ વિશે મહિલાઓ ગંભીરતાથી વિચારતી થઈ છે. તેમને શિલ્પા શેટ્ટીનું ફિગર જ નહીં, સ્ટાઇલ પણ આકર્ષે છે. એ જ રીતે અન્ય અભિનેત્રીઓની સ્ટાઇલ પણ લોકપ્રિય છે. વાસ્તવમાં જિમવેઅરના લીધે જ ફિગર હાઇલાઇટ થાય છે. થોડા સમય પહેલાં સેલિબ્રિટિઝના ઍરપોર્ટ લુક પૉપ્યુલર બન્યા હતા, હવે જિમવેઅર બન્યાં છે. મહિલાઓ તેમને જુદા-જુદા પ્લૅટફૉર્મ પર ફૉલો કરે છે. બીજું, આ ફીલ્ડમાં કમર્શિયલાઇઝેશન આવી ગયું છે. તમે પહેલાંની જેમ ટી-શર્ટ પહેરીને એક્સરસાઇઝ ન કરી શકો. ટ્રૅક પૅન્ટ અને ટી-શર્ટ તો ભાગ્યે જ કોઈ પહેરતું હશે. લેટેસ્ટમાં જેગિંગ્સ અને સ્પોર્ટ્સ બ્રા પૉપ્યુલર ટ્રેન્ડ છે. જિમમાં જતી વખતે અથવા આઉટડોર ઍક્ટિવિટી કરતી વખતે સ્પોર્ટ્સ બ્રાની ઉપર સ્ટાઇલિશ જૅકેટ પહેરશો તો મસ્ત લાગશે. ડમ્બેલ્સ જેવી એક્સરસાઇઝ કરતી વખતે જૅકેટ કાઢી નાખો. આ પ્રકારની એક્સરસાઇઝ માટે સ્પોર્ટ્સ બ્રા પહેરવાથી તમારા બાઇસેપ્સ અને એલ્બોનો શેપ દેખાય. કયા મસલ્સ કેટલા ખેંચાય છે તેમ જ નેકથી લઈને અપર બૉડીના તમામ બૉડી પાર્ટને મિરરમાં જોઈ વર્કઆઉટમાં ચેન્જિસ લાવી શકો છો. પિલાટેઝ સ્ટાઇલ પણ ખાસ્સી ટ્રેન્ડમાં છે. આજકાલ મિરરમાં જોઈ વર્કઆઉટ કરવાનો ક્રેઝ જોવા મળે છે. જોકે વજન વધુ હોય એવી મહિલાઓએ ટી-શર્ટ જ પહેરવાં.’
કલર્સ અને ફૅબ્રિક્સ
જિમવેઅર પસંદ કરતી વખતે કલર અને ફૅબ્રિક્સ પર ખાસ ધ્યાન આપવું જોઈએ એવી ભલામણ કરતાં પરિણી કહે છે, ‘મલાઇકા જેવા બોલ્ડ કલર્સ પહેરવા એ સામાન્ય મહિલાઓનું કામ નથી. ન્યુડ કલર પહેરીને રસ્તામાં નીકળો તો હાસ્યાસ્પદ લાગે. આપણે ઘણી વાર નોટિસ કર્યું હશે કે અમુક કલરના કારણે નીચે કંઈ પહેર્યું જ ન હોય એવું લાગે. બૉટમવેઅરમાં સ્કિન સાથે મૅચ થતા કલર કોઈ પણ ડ્રેસમાં પહેરવા ન જોઈએ. એક્સરસાઇઝ માટે બિગિનર્સ હોય (શરૂઆતમાં) એવી મહિલાઓએ બ્લૅક, બ્લુ અથવા ગ્રે જેવા ડાર્ક કલર્સ પ્રિફર કરવા જોઈએ. સામાન્ય રીતે ભારતીય મહિલાઓની લોઅર બૉડી હેવી હોય છે. આ કલર્સમાં તમારી બૉડીનો શેપ હાઇલાઇટ થતો નથી તેથી જાહેરમાં ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાશો નહીં. રેગ્યુલર જિમર બન્યા બાદ નિયૉન અથવા બીજા બ્રાઇટ કલર્સ પહેરી શકાય. પહેલાં કૉન્ટ્રાસ્ટની ફૅશન હતી, અત્યારે એક જ કલરના સેટ વધુ ચાલે છે. આ ઉપરાંત જિમવેઅર માટે સ્પેન્ડેક્સ બેસ્ટ ફૅબ્રિક ગણાય છે. 
આમ તો કૉટન અને પૉલિએસ્ટરનાં જિમવેઅર પણ ચાલે છે, પરંતુ સ્ટ્રેચિંગ અને બ્રીધિંગની દષ્ટિએ જોઈએ તો સ્પેન્ડેક્સ શ્રેષ્ઠ છે. આ બન્નેનું મિક્સચર છે. ઍથ્લીટ, સ્વિમર અને સેલિબ્રિટીઝનાં સ્પોર્ટ્સ વેઅર આમાંથી બનેલાં હોય છે. સારી ગુણવત્તાવાળાં જિમવેઅર તમારી બૉડીને જકડી રાખે છે. તેમ છતાં ગભરામણ થતી નથી એ જ એની ખાસિયત છે. સ્પેન્ડેક્સ ફૅબ્રિક બૉડીના ટેમ્પરેચરને મેઇન્ટેન કરવામાં પણ હેલ્પ કરે છે.’
ટ્રેઇનર શું કહે છે?
જિમવેઅર વજનમાં હળવાં, સ્ટ્રેચેબલ અને કૂલિંગ ઇફેક્ટ આપતાં હોય તો તમે સારી રીતે એક્સરસાઇઝ કરી શકો છો એમ જણાવતાં દાદરનાં ફિટનેસ ટ્રેઇનર કિંજલ ગડા કહે છે, ‘હળવાં જિમવેઅર તમને શ્વાસ લેવાની મોકળાશ આપે છે. એક્સરસાઇઝ કરતી વેળાએ તમારા શરીરમાંથી પરસેવો શોષી લે તેમ જ શરીરને એકદમ ચીપકી ન જાય એવાં જિમવેઅર બેસ્ટ કહેવાય. 
અત્યારે માર્કેટમાં જે જિમવેઅર આવ્યાં છે એમાં પરસેવાની સ્મેલ આવતી નથી તેથી મહિલાઓ હવે એનું 
મહત્ત્વ સમજવા લાગી છે. સામાન્ય રીતે વૉર્મઅપ એક્સરસાઇઝમાં સ્કૉટ, બૉડી સ્ટ્રેચિંગ અને રનિંગ જેવી કસરત કરવાની હોય છે. આ બધી કસરતોમાં બૉડીફિટ વસ્ત્રો પહેરો તો જ મૂવમેન્ટ બરાબર થાય અને આ બાબત તમારા આત્મવિશ્વાસ અને ફોકસમાં વધારો કરે છે. રાઇટ ક્લોથ્સ મેક યુ ફીલ પૉઝિટિવ. કરેક્ટ વેઅર તમને પર્ફેક્ટ પૉશ્ચર આપવામાં હેલ્પ કરે છે. એક્સરસાઇઝ કરતી વખતે સ્પોર્ટ્સ બ્રા પહેરવાનો આગ્રહ રાખવાનું કારણ તમારા બ્રેસ્ટને સપોર્ટ આપવાનો છે. રેગ્યુલર બ્રા પહેરીને ભારે 
કસરત કરવા જાઓ તો બ્રેસ્ટનો શેપ બગડી જાય. યંગ ગર્લ્સ લોઅર બૉડી માટે શૉર્ટ્સ પ્રિફર કરે છે જ્યારે મહિલાઓ ખાસ કરીને હાઉસવાઇફ આજે પણ ટ્રૅક પૅન્ટ અને ટી-શર્ટમાં વધુ કર્મ્ફટ ફીલ કરે છે. હેવી બૉડી હોય તો કૉટનનાં જિમવેઅર પહેરવા જેથી ગભરામણ ન થાય. જિમવેઅર ખરીદતી વખતે ફૅશન કરતાં તમારી કમ્ફર્ટ પર વધુ ધ્યાન આપો. આ બાબત દેખાદેખી ન કરવામાં શાણપણ છે.’
વેઇટલિફ્ટિંગ, રનિંગ, સાઇક્લિંગ જેવી ઍક્ટિવિટીમાં ખાસ પ્રકારના ક્લોધિંગ પહેરવા જરૂરી છે એમ જણાવતાં કિંજલ આગળ કહે છે, ‘એક્સરસાઇઝ કરતી વખતે ઇન્જરી ન થાય એનું પણ ધ્યાન રાખવું પડે. ગ્લવ્ઝ, એલ્બો ઍન્ડ ની કૅપ, સૉક્સ, શૂઝ વગેરે તમારા શરીરને પ્રોટેક્ટ કરવા માટે છે. એની ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઇઝ બિલકુલ ન કરો. વજન ઘટાડવું, નિયંત્રણમાં રાખવું અને સ્વસ્થ રહેવા જેટલું જ જરૂરી છે કે તમને વાગી ન જાય.’


લેટેસ્ટમાં જેગિંગ્સ અને સ્પોર્ટ્સ બ્રા પૉપ્યુલર ટ્રેન્ડ છે. જિમમાં જતી વખતે સ્પોર્ટ્સ બ્રાની ઉપર સ્ટાઇલિસ્ટ જૅકેટ પહેરશો તો મસ્ત લાગશે. બિગિનર્સે બ્લૅક, ગ્રે અને બ્લુ જેવા ડાર્ક કલર પ્રિફર કરવા જ્યારે રેગ્યુલર જિમર નિયૉન અને અન્ય બ્રાઇટ કલર ટ્રાય કરી શકે છે. ફૅબ્રિક્સમાં સ્પેન્ડેક્સ બેસ્ટ છે. આ મટીરિયલ તમારી બૉડીને જકડી રાખે છે અને બ્રીધિંગ લેવા માટે જગ્યા પણ આપે છે
- પરિણી ગાલા, ફૅશન-ડિઝાઇનર

જિમવેઅર તમારી બૉડીને પર્ફેક્ટ પૉશ્ચર આપવામાં હેલ્પ કરે છે. ખાસ કરીને સ્પોર્ટ્સ બ્રા તમારા બ્રેસ્ટને સપોર્ટ આપે છે. એક્સરસાઇઝ કરતી વખતે સ્ટાઇલ કરતાં કમ્ફર્ટને પ્રાધાન્ય આપો. વેઇટલિફ્ટિંગ, સાઇક્લિંગ અને અન્ય આઉટડોર એક્સરસાઇઝ કરતી વખતે ઇન્જરીથી બચવા માટે ની અને એલ્બો કૅપ, ગ્લવ્ઝ, સૉક્સ અને શૂઝમાં કૉમ્પ્રોમાઇઝ ન કરવાની સલાહ છે 
- કિંજલ ગડા, ફિટનેસ ટ્રેઇનર


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 04:08 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK