Whatsapp એ સ્વિકાર્યું કે ઇઝરાયલની કંપનીએ ભારત સહિત 20 દેશોના યુઝર્સની જાસુસી કરી

Published: Oct 31, 2019, 17:24 IST | New Delhi

ભારતમાં સોશિયલ મીડિયામાં જો સૌથી વધુ ઉપયોગ થતો હોય તો તે વ્હોટ્સઅપ છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે વ્હોટ્સઅપમાં જાસુસી થઇ હોવાની ચોકાવનારી વિગતો સામે આવી રહી છે.

New Delhi : ભારતમાં સોશિયલ મીડિયામાં જો સૌથી વધુ ઉપયોગ થતો હોય તો તે વ્હોટ્સઅપ છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે વ્હોટ્સઅપમાં જાસુસી થઇ હોવાની ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. ઈઝરાયલી સ્પાયવેર દ્વારા વોટ્સએપના માધ્યમથી ભારત સહિત અન્ય દેશોનાલોકો કે જે વ્હોટ્સઅપનો ઉપયોગ કરી રહ્યા છે તેમની ખાનગી વિગતો મેળવાઈ હોવાના વોટ્સએપએ પોતે સત્તાવાર સ્વિકાર કર્યો છે. ત્યાર બાદ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ તમામ વિગતો પૂરી પાડવા વોટ્સએપને આદેશ પણ કર્યો છે.


ગત મંગળવારે ફેસુબકે ફરિયાદ દાખલ કરી
ફેસબુકે ઇઝરાયલની સાયબર સિક્યોરિટી કંપની NSO સામે દાખલ કરેલી ફરીયાદ પ્રમાણે ચાલુ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઇઝરાયલની સ્પાયવેર દ્વારા વ્હોટ્સઅપનના સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના માધ્યમથી લગભગ દોઢ હજાર જેટલા વ્હોટ્સઅપ યુઝર્ઝના મોબાઇળમાં માલવેર દાખળ કરવામાં આવ્યો હતો. જેના માધ્યમથી યુઝર્સની ખાનગી વિગતો મેળવી લેવામાં આવી હતી. આ તમામ યુઝર્સમાં ભારતી સહિત 20 દેશોના પત્રકારો, એક્ટિવિસ્ટો અને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.


વોટ્સએપ દ્વારા શું તકેદારી લેવામાં આવી?વ્હોટ્સઅપમાં મોટી સંખ્યામાં સાઇબર હુમલો થયાની જાણ થતાની સાથે જ કંપનીએ જે યુઝર્સના ફોનમાં માલવેરને નિષ્ક્રિય કરી દીધો હતો અને તેમને અંગત રીતે ફોન કરીને આ ઘટના અંગે જાણકારી આપી હતી. જોકે આ ઘટના બાદ ફેસબુકે કહ્યું કે કુલ 20 દેશોમાં આ પ્રકારની ઘટના બની છે પણ તેનો ભોગ કેટલા લોકો બન્યા છે તેનો આકડો ખ્યાલ નથી આવ્યો પણ અંદાજીત 1400થી વધુ લોકોને નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ મળી આવ્યો છે.


કેવી રીતે કામ કરે છે સ્પાયવેર?
વોટ્સએપના યુઝર્સની વિગતો મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલ સ્પાયવેરનું નામ Pagasus છે. જ્યારે પણ તમે વોટ્સએપ વીડિયો કોલ કરો છો અથવા તમારા મોબાઈલમાં વીડિયો કોલ આવે છે ત્યારે સાઈબર એટેક કરનાર લોકો એક કોડ ઈસ્યુ કરે છે. તમે વીડિયો કોલ રિસિવ ન કરો તો પણ આ કોડના માધ્યમથી તમારા ફોનમાં માલવેર ઈન્સ્ટોલ થઈ જાય છે. એ પછી તમારા ફોનની કોલ ડિટેલ્સ, વોઈસ કોલ, પાસવર્ડ, કોન્ટેક્ટ લિસ્ટ, કેલેન્ડર ઈવેન્ટ, માઈક્રોફોન, કેમેરા યુઝ સહિતની વિગતો લિક થઈ જાય છે.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

ફેસબુકના તમામ આરોપોનો NSOએ કર્યો ઈનકાર
આ તમામ ઘટના બાદ ઇઝરાયલની કંપની NSO એ ફેસબુક દ્વારા લગાવવામાં આવેલ આરોપોને ફગાવી દીધા હતા. ઇઝરાયલની કંપનીએ વધુમાં કહ્યું હતું કે અમે ફેસબુકે લગાવેલા આરોપોનો જવાબ કોર્ટમાં આપીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK