સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. મને પાંચ વરસનો દીકરો છે અને હવે બીજા સંતાન માટે અમે પ્રયત્ન કરીએ છીએ. જોકે મારી વાઇફને માસિકની અનિયમિતતાની તકલીફ પહેલેથી જ હતી. એમાં હવે મારા સ્પર્મ-કાઉન્ટ પણ ઓછા થયા છે. મારે રોજ ૨૦-૨૪ કિલોમીટર બાઇક પર ટ્રાવેલિંગ કરવાનું થાય છે. ડૉક્ટરનું કહેવું છે કે બાઇક ચલાવવાથી સ્પર્મ ઘટી જાય છે. મને ગરમીનો કોઠો છે એટલે શરીરમાં વારેઘડીએ ગરમી નીકળી આવે છે. ટેસ્ટમાં સ્પર્મ-કાઉન્ટ બૉર્ડરલાઇન પર છે. ડૉક્ટરનું કહેવું છે કે વીર્યમાં હજી જો ઘટાડો થશે તો બાળક રાખવામાં પ્રૉબ્લેમ થશે. મારી વાઇફની ટ્રીટમેન્ટમાં બે-ત્રણ મહિના લાગશે ત્યાં સુધી શું કરવું? કોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
જવાબ : જો તમારા સ્પર્મ-કાઉન્ટ નૉર્મલ કરતાં ઓછા હોય, પણ બૉર્ડરલાઇનથી ઉપર હોય તો આ તબક્કે હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાની જરૂરિયાત હોય એવું મને નથી લાગતું. હૉર્મોનની સારવાર બેધારી હોય છે એટલે એની જરૂર હોય તો અને તો જ લેવી જોઈએ. તમે બૉર્ડરલાઇન સ્પર્મ-કાઉન્ટની સમસ્યા માટે કેટલીક બેઝિક કાળજી રાખશો તો ચોક્કસ ફરક પડશે.
બાઇક ચલાવવાથી નીચેના ભાગમાં વધુ ગરમી રહે છે. બાઇકની આગળની ટૅન્ક ગરમ થતી હોવાથી ડાયરેક્ટ હીટથી ટેસ્ટિકલ્સ એક્સપોઝ થાય છે. શુક્રાણુને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે. ગરમીમાં શુક્રાણુની સંખ્યા અને મોટિલિટી બન્ને પર અસર થાય છે એવું તાજેતરના કેટલાક અભ્યાસોમાં કહેવામાં આવ્યું છે. એટલે જ બને ત્યાં સુધી એ ભાગને ગરમીના ડાયરેક્ટ ટચમાં ન રાખવામાં આવે એ જરૂરી છે. કેટલાક સર્વેમાં તો ટાઇટ જીન્સ પહેરવાને કારણે પણ શુક્રાણુ પર અસર થઈ શકે છે એવું પણ જણાઈ આવ્યુંં છે. ધારો કે બાઇકની સીટ વધુ ગરમ થાય એવી હોય તો એના પર સૉફટ કૉટન ગાદી રાખો. જીન્સને બદલે કૉટનનું પૅન્ટ પહેરવાનું રાખો અને દિવસમાં બે વાર ઠંડાં પાણીમાં બરફ નાખીને ટબલરમાં બન્ને અંડકોષ પાંચ-સાત મિનિટ માટે બોળી રાખો.
તીખો, તળેલો, મરચાં-મસાલાવાળો અને ખારો ખોરાક ખાવાનું ટાળવું. દારૂ, સિગારેટ કે ગુટકાની આદત હોય તો તરત જ છોડી દેવી. ખોરાકમાં ગાયનું ઘી વાપરવું. અડદની દાળ અઠવાડિયામાં એક વાર જરૂર લસણ-હિંગથી વઘારીને લો.
સમાગમ કર્યા પછી ઈન્દ્રિયના સોપારી જેવા ભાગ પર બળતરા થાય છે
4th March, 2021 10:18 ISTશું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?
3rd March, 2021 11:16 ISTમૅસ્ટરબેશન કરતી વખતે સ્કિન પાછળ ખેંચવામાં ખૂબ જ તકલીફ પડે છે.
2nd March, 2021 11:19 ISTમારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?
1st March, 2021 11:23 IST