શું અઠવાડિયામાં બે વારને બદલે રોજ સમાગમ કરવાથી ફાયદો થશે?

Published: May 27, 2020, 21:47 IST | Dr.Ravi Kothari | Mumbai

સેક્સ-સંવાદ -મારા પતિ કહે છે કે સમાગમ પણ એક પ્રકારની કસરત જ છે અને એનાથી શરીરની ચરબી ઊતરે છે. શું અઠવાડિયામાં બે વારને બદલે રોજ સમાગમ કરવાથી ફાયદો થશે?

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સવાલ-મારા પતિની ઉંમર ૪૩ વર્ષની છે. ખાવા-પીવાના શોખીન છે અને હમણાં તેમનું કૉલેસ્ટરોલ ખૂબ જ વધી ગયું છે અને વજન પણ વધારે છે. તેમણે કૉલેસ્ટરોલ લેવલ ઓછું કરવાની સલાહ આપી છે. મારા પતિને તેમના કોઈ દોસ્તે કહ્નાં છે કે વધુ વાર સમાગમ કરવાથી વજન પણ ઘટે છે અને કૉલેસ્ટરોલ પણ. મારા પતિ કહે છે કે સમાગમ પણ એક પ્રકારની કસરત જ છે અને એનાથી શરીરની ચરબી ઊતરે છે. શું અઠવાડિયામાં બે વારને બદલે રોજ સમાગમ કરવાથી ફાયદો થશે?
જવાબ- સમાગમ એ સંબંધોની ઊજવણીની નાજુક ક્ષણો છે, એને ફિઝિકલ કસરત સમજશો તો એમાંથી રસ અને આનંદ બન્ને ઊડી જશે. માટે કૉલેસ્ટરોલ કે વજન ઘટાડવા માટે તમારા પતિ જે વિકલ્પ વિચારે છે એ ઠીક નથી. સૌથી પહેલાં તો કૉલેસ્ટરોલ વધવાનું કારણ શું છે એ શોધવું જોઈએ. ડાયાબિટીઝ, હાઇપોથાઇરૉઇડની બીમારી કે લિવર બરાબર કામ ન કરતું હોય તોય કૉલેસ્ટરોલ વધે છે. શરીરને જરાય એક્સરસાઇઝ ન આપતા હો અને ખાવાપીવામાં કાળજી રખાતી ન હોય તોય કૉલેસ્ટરોલ વધે છે. જો આ કારણ શોધીને એનો ઉકેલ ન લાવવામાં આવે તો તમે ગમેએટલી વાર સમાગમ કરશો, કૉલેસ્ટરોલ ઘટાડી નહીં શકો.
કૉલેસ્ટરોલ ઓછું કરવા માટે નિયમિત કસરત જરૂરી છે. એ માટે રોજ ઓછામાં ઓછું પોણો કલાક ચાલવું જોઈએ. ઘી-તેલ, રિફાઇન્ડ શુગર, તળેલી વસ્તુઓ, બટર, ક્રીમ, મેંદો અને મેંદામાંથી બનતી પ્રોસેસ્ડ વાનગીઓ ખાવાનું ઓછું કરવું. આ બે કૉલેસ્ટરોલ ઘટાડવાના સચોટ અને ઉત્તમ ઉપાય છે.
જો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં ન હોય તો કૉલેસ્ટરોલનું પ્રમાણ વધી શકે છે. લિવર બરાબર ફંક્શન ન કરતું હોય તોય કૉલેસ્ટરોલ વધી શકે. વ્યક્તિ એક વખત સમાગમ કરે ત્યારે એમાં જેટલી કૅલરી બળે એટલી કૅલરી હૅન્ગિંગ ગાર્ડનમાં ત્રણ-ચાર રાઉન્ડ મારતાં બળતી હોય છે. આમ કૉલેસ્ટરોલ ઘટાડવા માટે એકને બદલે બે વાર સમાગમ કરવાથી બહુ ફરક પડી જાય એવી શક્યતા ઘણી ઓછી છે.
આયુર્વેદમાં લીલી હળદર અને ગૂગળ જેવા પદાર્થોનું સેવન કરવા માટે કહ્યું છે. આનું સેવન આંતરિક (કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ) અને બાહ્ના ચરબી ઓછી કરવા માટે મદદરૂપ થાય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK