શું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે?

Published: 14th January, 2021 08:20 IST | Dr.Ravi Kothari | Mumbai

ઢીલાં પડી ગયેલાં સ્તનને ઉન્નત અને સુડોળ બનાવવા શું કરવું? શું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે?

તસવીર સૌજન્ય જાગરણ
તસવીર સૌજન્ય જાગરણ

સવાલ : મારી ઉંમર ૪૩ વર્ષ છે. મારા પતિને ફોરપ્લે બહુ ગમે છે. મને પણ ફોરપ્લેનો એ ગાળો ગમે છે ખૂબ, પણ ઘણી વાર તેઓ એ ક્રિયામાં એટલું જોર કરી બેસે કે ચીસ પડાઈ જાય એટલો દુખાવો થાય. તેમને એમ લાગે છે કે હું નાટક કરું છું, પણ હકીકતમાં એવું નથી. બ્રેસ્ટ્સ ખૂબ જોરથી દબાવે છે ત્યારે દુખાવો થાય છે એ મીઠો નથી હોતો. હમણાંથી આ તકલીફ વધી છે. એમાં પાછું વધુપડતું સ્તનપાન કરાવાને કારણે સ્તન મોટાં અને બેડોળ થઈ ગયાં છે. બીજું, ઢીલાં પડી ગયેલાં સ્તનને ઉન્નત અને સુડોળ બનાવવા શું કરવું? શું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે?
જવાબ : બાળકને દૂધ પિવડાવવાની વાત હોય કે ફોરપ્લે દરમ્યાન પતિ સાથેની અંગત ચેષ્ટા, સ્તનપાન કરાવવાથી એના આકારમાં કોઈ જ ફરક નથી પડતો. સામાન્ય રીતે ડિલિવરી દરમ્યાન સ્તન ભરાય છે અને જો બાળકને તમે નિયમિત બ્રેસ્ટફીડ કરાવો તેમ જ યોગ્ય માપની બ્રેસિયર પહેરી રાખો તો સમય જતાં એ પાછાં પહેલાં જેવાં સંકોચાય છે.
યોગ્ય સપોર્ટ મળે એવી બ્રેસિયર ન પહેરવામાં આવતી હોય ત્યારે સ્તન લચી પડે છે અને બેડોળ થઈ જાય છે. ઉંમર વધવાની સાથે સ્તનના સ્નાયુઓ પણ ઢીલા પડતા જાય છે. સ્ત્રીઓ યુવાન હોય ત્યારથી જ જો ખોટા ફિટિંગવાળી અને યોગ્ય સપોર્ટ ન મળે એવી બ્રેસિયર પહેરતી હોય તો મસલ્સ વહેલા લચી પડે છે. ખાસ કરીને હેવી બ્રેસ્ટ ધરાવતી સ્ત્રીઓએ નીચેથી સપોર્ટ મળે એવી વધુપડતી ફિટ નહીં અને વધુપડતી ઢીલી નહીં એવી બ્રેસિયર પહેરવી. સ્તન સુડોળ બનાવવા માટે બજારમાં મળતાં કોઈ પણ પ્રકારનાં દવા-મલમ અસરકારક નથી હોતાં એટલે એવી બધી બાબતોમાં ખર્ચ કરીને ખોટા ભરમાશો નહીં.
મોટી બ્રેસ્ટવાળી જ નહીં, દરેક સ્ત્રીએ બ્રેસ્ટ-કૅન્સર બાબતે સાવચેત રહેવું જોઈએ. કૅન્સર પ્રિવેન્શન માટે નિયમિત કસરત કરવી અને લીલાં શાકભાજી તથા ફળો ડાયટમાં નિયમિત લેવાં. દર મહિને એક વાર અરીસા સામે ઊભા રહીને જાતે જ બ્રેસ્ટનું ચેક-અપ કરવું. સ્તનમાં ક્યાંય પણ ગઠ્ઠા જેવું દેખાય, નિપલના રંગમાં ફેરફાર જણાય કે નિપલમાંથી પ્રવાહી નીકળતું હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK