લગ્ન પહેલાં સેક્સ ન કરતાં હોઈએ ત્યારે લોઅર બૉડીમાં મુખમૈથુન કરાવવું ઠીક છે?

Published: Nov 29, 2019, 14:06 IST | Dr. Ravi Kothari | Mumbai

ઓરલ સેક્સ કરવાથી મારા બૉયફ્રેન્ડ સામે મારું ઇમ્પોર્ટન્સ ઘટી જશે. શું આનાથી ભવિષ્યમાં અમને સંબંધ રાખવામાં તકલીફ પડી શકે ખરી?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારા બૉયફ્રેન્ડ સાથે છેલ્લા એક-દોઢ મહિનાથી હું ફિઝિકલી ઇન્ટિમેટ થઈ રહી છું. જસ્ટ ગ્રૅજ્યુએશન પૂરું કરીને હું નોકરીએ લાગી છું એટલે તાત્કાલિક તો લગ્ન થવાનાં નથી. દોઢ-બે વર્ષ તો વચ્ચે જવાનાં જ. લગ્ન થાય ત્યાં સુધી કમ્પ્લીટ સેક્સને બદલે માત્ર ઓરલ સેક્સ સુધી જ સીમિત રહેવું એવું અમે નક્કી કર્યું છે. જોકે અમે બન્ને એકબીજાનાં જનાઇટલ્સને કિસ કરીએ છીએ. હું અપર બૉડી પર જ કિસ કરવા દઉં છું, લોઅર બૉડીમાં નહીં. લોઅર બૉડીમાં કિસ કરવાથી ઇન્ફેક્શન થઈ શકે? લગ્ન પહેલાં સેક્સ ન કરતાં હોઈએ ત્યારે લોઅર બૉડીમાં મુખમૈથુન કરાવવું ઠીક છે? મારો ફ્રેન્ડ બહુ આગ્રહ કરે છે, પણ મને લાગે છે કે એ પછી અમે સેક્સને ટાળી શકીશું નહીં ને હું મુસીબતમાં મુકાઈ જઈશ. ઓરલ સેક્સ કરવાથી મારા બૉયફ્રેન્ડ સામે મારું ઇમ્પોર્ટન્સ ઘટી જશે. શું આનાથી ભવિષ્યમાં અમને સંબંધ રાખવામાં તકલીફ પડી શકે ખરી?

જવાબ :  તમે ખૂબ જ સાચી વાત કરી છે. જ્યારે તમે સંપૂર્ણ સેક્સ માણવા માગતાં ન હો ત્યારે સભાન રહેવું જરૂરી છે. જ્યારે આકર્ષણ ખૂબ જ તીવ્ર હોય ત્યારે યુવાનો ફોર-પ્લે પછી પોતાની જાત પર કાબૂ નથી રાખી શકતા અને જેની ઇચ્છા ન હોય એ પણ કરી બેસે છે. તમે એ બૉર્ડરલાઇન રાખી છે એ તમારા પોતાના માટે ઘણું સારું છે. પરસ્પર ઓરલ સેક્સ કરી આપવું એને કામસૂત્રમાં મૈથુનનો જ એક પ્રકાર ગણ્યો છે. બન્નેની મરજી હોય તો તમે આ ક્રિયામાં રાચી શકો છો. હસ્તમૈથુન દ્વારા જે આનંદ મુઠ્ઠી અથવા તો આંગળીથી લેવામાં આવે છે એ જ રીતે પાર્ટનર્સ એકમેકને જીભથી એ આનંદ આપે છે.

વેસ્ટર્ન દેશોમાં થયેલા એક સર્વેમાં નોંધાયું છે કે જે યુગલો સેક્સનો રોમાંચ લગ્ન થાય ત્યાં સુધી અટકાવી રાખે છે તેઓ લગ્ન પછી વધુ ઉત્કટ સંબંધ માણે છે. સાઇકોલૉજિકલી જોવા જઈએ તો વાત યોગ્ય પણ લાગે છે. લગ્ન વિના પણ જે ઇન્ટિમસી મળી જતી હોય એની કદર એટલી નથી થતી જેટલી એનો પૂરતો ઇન્તેજાર કર્યા પછી મળે છે. ઓરલ સેક્સ કે સેક્સની મૂંઝવણ અનુભવવાને બદલે જલદી લગ્ન કરી લો અને પછી મુક્ત મને ઇન્ટિમસી માણો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK