ગુપ્તાંગ પાસેના વાળ કાપવા જરૂરી છે?

Published: 14th October, 2020 15:28 IST | Dr.Ravi Kothari | Mumbai

દિવસમાં બે વાર એ ભાગને સાબુ ચોળીને સહેજ હૂંફાળા પાણીથી ધોવામાં આવે તો વાળ હોવા છતાં એ ભાગ ચોખ્ખો રહી શકે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- અમારાં લગ્નને હજી દોઢ વર્ષ થયું છે. અમને બન્નેને જાતીય જીવનમાં પ્રયોગો કરવાનું ગમે છે. જોકે મોટા ભાગનો સમય અમે એકબીજાને ઓરલ સંતોષ નથી આપી શકતાં, કેમ કે એ ભાગમાં વાળનું પ્રમાણ ખૂબ વધુ છે. અમે બન્નેએ કદી એ ભાગના વાળ કાપ્યા કે ટ્રિમ કર્યા નહોતા એને કારણે ક્યારેક એ ભાગ જોઈએ એટલો આકર્ષક નથી લાગતો. જોકે હમણાંથી મારી વાઇફે ક્લીન શેવ કરી નાખે છે. એ પછી તેને એ ભાગમાં ફોડલીઓ થાય છે. પ્રાઇવેટ પાર્ટની આજુબાજુના વાળ ન કાપું તો મારી વાઇફને ગમતું નથી, પણ જ્યારે નવેસરથી વાળ ઊગતા હોય ત્યારે અનઈઝીનેસ ખૂબ લાગે છે. કંઈ સમજાતું નથી કે શું કરવું? આ ભાગના વાળ કાપવા જરૂરી છે ખરા?
જવાબ- સ્ત્રી અને પુરુષ બન્નેના પ્રાઇવેટ પાર્ટના પ્રોટેક્શન માટે પ્યુબર્ટીકાળ દરમ્યાન એ ભાગમાં વાળ ઊગે છે. વધુ હોય કે ઓછા, એ ભાગની સફાઈ કરવી અને નિયમિત ટ્રિમિંગ કરવું જરૂરી છે. તમે વાળ દૂર કરો કે ન કરો, એને સ્વચ્છ રાખો એ વધુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંય જ્યારે બન્ને જણ મુખમૈથુનની ક્રિયા કરતાં હોય ત્યારે એની અગત્ય વધુ છે. ગરમીની સીઝનમાં અંદરના ભાગમાં ગરમી અને પરસેવો થવાનું પ્રમાણ વધારે હોય છે ને એટલે જો વાળ વધારે અને લાંબા હોય તો સમાગમ પહેલાં એ ભાગને બરાબર સાબુ કે શૅમ્પૂથી સાફ કરી નાખવો જરૂરી છે.
કાં તો કાતરથી કાપીને અથવા તો શેવિંગ કરીને એ ભાગને ચોખ્ખો કરી શકાય. શેવિંગ કરતી વખતે આજુબાજુમાં વાગી ન જાય અને બ્લેડ યોગ્ય ધારવાળી હોય એનું ધ્યાન રાખવું. જો એ ભાગમાં ફોડલીઓ થતી હોય તો શેવિંગ કરતાં પહેલાં એ ભાગને એક્સફોલિએટ કરવો જરૂરી છે. શેવિંગના ૨૪થી ૪૮ કલાક પછી ફરીથી એ ભાગને એક્સફોલિએટ કરવો. નવેસરથી ઊગી રહેલા વાળને કારણે પાંચ-છ દિવસ એ ભાગ બરછટ થઈ જાય ત્યારે ખંજવાળવાથી એ ભાગમાં વધુ ફોડલીઓ થાય છે. ખંજવાળ ન આવે એ માટે એન્ટિ-ફંગલ પાઉડર લગાવી શકાય. આ પ્રક્રિયા નિયમિત સમયાંતરે કરવી જરૂરી છે. દિવસમાં બે વાર એ ભાગને સાબુ ચોળીને સહેજ હૂંફાળા પાણીથી ધોવામાં આવે તો વાળ હોવા છતાં એ ભાગ ચોખ્ખો રહી શકે છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK