iPhone 11 આ તારીખે લોન્ચ થશે, તારીખ જાહેર થઇ

Mumbai | Aug 16, 2019, 20:10 IST

Iphone યુઝર્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલ માહિતી પ્રમાણે iPhone 11 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

iPhone 11 આ તારીખે લોન્ચ થશે, તારીખ જાહેર થઇ
Iphone 11

Mumbai : Iphone યુઝર્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલ માહિતી પ્રમાણે iPhone 11 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ iOS 13નું સાતમું Beta જાહેર કરી દીધો છે અને તેનાથી હિંટ મળ્યો છે કે અગામી મહીનામાં કંપની નવો આઈફોન જાહેર કરી શકે છે. iOS 13ના કોડમાં એક ઈમેજ છે જેમાં iOS સ્ક્રિનશોટ છે અને ત્યાં ડેટ જોવા મળી રહી છે.


આ પહેલા 12 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવાનો હતો
મળતી માહિતી મુજબ Asset’s Nameની જગ્યાએ HoldForRelease જોવા મળી રહ્યું છે. હવે આશા લગાવવામાં આવી રહી છે કે આ વખતે 12 સપ્ટેમ્બરની જગ્યાએ 10 સપ્ટેમ્બરે જ Apple Event આયોજીત કરી શકે છે. મહત્વનું છે કે ગત વર્ષે 12 સપ્ટેમ્બરે Apple Special Event આયોજિત કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન કંપનીએ નવા iPhone લોન્ચ કર્યાં હતા. આ વખતે કંપની ત્રણ નવા iPhone લોન્ચ કરી શકે છે.


આ ફોનની ડિઝાઇન લીક થઇ ચુકી છે
જોકે આ ફોનની ડિઝાઈન પણ લીક થઈ ચૂકી છે. રિયર પેનલ પર ત્રણ કેમેરા જોવા મળે છે એટલે કે આ વખતે નવા આઈફોનના કેમેરા સેટઅપ ખુબ અલગ હશે. સૂત્રો મુજબ આ વખતે કંપની બે આઈફોન મોડલ્સ OLED પેનલ સાથે લોન્ચ કરશે, જ્યારે એક મોડલ LCD પેનલવાળો હશે અને તે સૌથી સસ્તો હશે. 2019 Apple iPhoneમાં Ap13 Bionic Chip આપવામાં આવશે, ટ્રિપલ રિયર કેમેરા હશે, હેડફોન જેક નહીં હોય, 3D ટચને નવા ટૈપ્ટિકને રિપ્લેસ કરશે.


આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

ભારતમાં આટલી કિંમતમાં મળશે iPhone 11
કિંમતની વાત કરવામાં આવે તો iPhone11ની કિંમત 1,000 ડોલરથી શરૂ થશે. એક સસ્તો iPhone પણ આવવાની સંભાવના છે, પરંતુ તેનું નામ શું હશે તે હજુ સ્પષ્ટ નથી. હાલમાં ભારતમાં iPhone XR સૌથી ઓછી કિંમતવાળો આઈફોન છે જે 60,000ની શરૂઆતી કિંમત સાથે આવે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK