ટ્રિપલ રિઅર કેમેરા સાથે 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે આઈફોન 11

Published: Aug 31, 2019, 20:29 IST

એપલ નવા ફ્લેગશિપ મોડલ આઈફોન 11ની સાથે આઈફોન XS અને આઈફોન XS મેક્સના અપગ્રેડેડ વેરિઅન્ટ પણ લોન્ચ કરશે. આ ઉપરાંત એપલ વોચ 4 પણ લોન્ચ કરવામાં આવશે.

આઈફોન 11ની લોન્ચિંગ તારીખ નક્કી કરી દેવામાં આવ્યું છે. એપલ કંપનીએ આ વર્ષની પોતાની સૌથી મોટી ઇવેન્ટ માટે મીડિયાને ઇન્વિટેશન આપવાનું શરુ કરી દીધું છે. આ ઇવેન્ટમાં એપલ તરફથી કંપની તેના નવા ફ્લેગશિપ મોડલ આઈફોન 11ની સાથે આઈફોન XS અને આઈફોન XS મેક્સના અપગ્રેડેડ વેરિઅન્ટ પણ લોન્ચ કરશે. આ ઉપરાંત એપલ વોચ 4 પણ લોન્ચ કરવામાં આવશે. નવા ફિચર સાથે આઈફોન 11 10 સપ્ટેમ્બરે કેલિફોર્નિયમાં સ્ટીવ જોબ્સ થિએટર સવારે 10 વાગ્યે શરૂ થશે.

નવા લોન્ચ થનારા આઈફોન 11માં 5.8ની ફુલ-વ્યૂ ડિસ્પ્લે મળશે. આ સાથે જ ફોનમાં પહેલી વાર ત્રણ રિઅર કેમેરા સેટઅપ સાથે મળશે. આ કેમેરામાં 14 મેગાપિક્સલનો એક રેગ્યુલર લેન્સ, 12 મેગાપિક્સલનો બીજો પોર્ટ્રેટ લેન્સ અને ત્રીજો વાઈડ એન્ગલ લેન્સ પણ 12 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 10 મેગાપિક્સલનો કેમેરા મળશે.

આઈફોન 11માં એપલનું A12 હેક્સા-કોર પ્રોસેસર મળશે. 512 જીબીનું સ્ટોરેજ પણ મળશે. ફોન નવી સિસ્ટમ iOS 13ની સાથે આવશે. આ ઉપરાંત આઈફોનના અગાઉ મોડેલ આઈફોન XS, આઈફોન XSમાં પણ અપડેટ ઓપરેટિંગ સિસ્ટમ મળશે. આઈફોન 11 પર ઓલિયોફોબિક કોટિંગ મળશે એટલે કે આઈફોન 11માં સારી ગ્રિપ આપવા માટે બેકસાઇડ પર ચમક ઓછી રાખી છે. આ ફોન સંપૂર્ણપણે વોટરપ્રૂફ હશે. 

આ પણ વાંચો: Appleએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માન્યો આભાર, જાણો શું છે કારણ

ફોનમાં 4000mAhની બેટરી હશે, જે વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમાં ડ્યુઅલ સિમ સેટઅપ પણ હશે, જેમાં એક નેનો અને બીજું ઈ-સિમ રહેશે આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર મળશે નહી પરંતુ સિક્યોરિટી ફેસ અનલોક મળશે. આ સિવાય મ્યૂઝિક સાંભળવા માટે એરપોડ્સની મદદ લેવી પડશે કારણ કે આ ફોનમાં હેડફોન જેક આપવામાં આવશે નહી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK