Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઇન્સ્ટન્ટ રબડી

13 November, 2012 06:27 AM IST |

ઇન્સ્ટન્ટ રબડી

ઇન્સ્ટન્ટ રબડી







સામગ્રી

  •  ત્રણ કપ ફુલ ફૅટ મિલ્ક
  •  બે બ્રેડની સ્લાઇસ
  •  અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  •  એક ચમચો સાકર
  •  પા ચમચી એલચીનો પાઉડર
  •  અડધી ચમચી બદામની કાતરી
  •  અડધી ચમચી પિસ્તાની કાતરી
  •  સજાવટ માટે થોડા કેસરના તાંતણાઓ


રીત

બ્રેડની કિનારીઓ કાપી લો. હવે બ્રેડને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો અને અલગ રાખો. હવે એક નૉન સ્ટિક પૅનમાં દૂધ ગરમ કરો. ઊકળે એટલે એમાં પીસેલી બ્રેડની સ્લાઇસ, સાકર અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. બરાબર મિક્સ કરો. અને મધ્યમ તાપે ૮-૧૦ મિનિટ સુધી ઉકાળો. સતત હલાવતા રહેવું જેથી કડાઈમાં રબડી ચોંટી ન જાય. ઘટ્ટ થાય એટલે ગૅસ પરથી ઉતારી એલચીનો પાઉડર તેમ જ બદામ અને પિસ્તાની કાતરી મિક્સ કરો અને ઉપરથી કેસરના તાંતણા ભભરાવો.

ફ્રિજમાં રાખી ઠંડી થાય અટલે સર્વિંગ બાઉલમાં કાઢી પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2012 06:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK