દીપિકાથી કેટરીના અને જાન્હવીએ પોતાના લુક્સથી કર્યું લોકોના મન પર રાજ

Mar 13, 2019, 18:43 IST

આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્નમાં દિગ્ગજોની સાથે જ બોલીવુડ સિતારાઓ પણ સામેલ થયા હતા. દરમિયાન બોલીવુડની અભિનેત્રીઓ પણ દિલકશ અંદાજમાં પહોંચી. વર-કન્યા તો સ્ટાઈલિશ દેખાતા જ હતાં, પણ બોલીવુડ સેલેબ્સ પણ ક્યાંય ઉણા નહોતા.

દીપિકાથી કેટરીના અને જાન્હવીએ પોતાના લુક્સથી કર્યું લોકોના મન પર રાજ
દીપિકા, કેટરીના, જાન્હવી

મહિનાઓની તૈયારી અને કેટલાય સેલિબ્રેશન પછી, આકાશ અંબાણી અને તેની બાળપણની સખી શ્લોકા મેહતાએ 9 માર્ચની સાજે લગ્નગ્રંથીથી બંધાયા જી હા કેટલાય દિવસોની તૈયારી પછી આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્ન મુંબઈમાં ધૂમધામથી સંપન્ન થયા. લગ્નમાં બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન અને ગૌરી ખાન, કરીના કપૂર, કરિશ્મા કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, કરણ જોહર, મનીષા મલ્હોત્રા, જાન્હવી કપૂર, દિશા પાટની અને ટાઈગર શ્રોફ, રણબીર કપૂર, અયાન મુખર્જી, ક્રિકેટ જગતમાંથી યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, હરભજન સિંહ, શેન બૉન્ડ, ઝહીર ખાન જેવા સેલેબ્સ જોવા મળ્યા.

આ અવસરે વિશ્વભરના દિગ્ગજોની સાથે જ બોલીવુડ સિતારાઓ પણ સામેલ થયા હતા. દરમિયાન બોલીવુડની અભિનેત્રીઓ પણ દિલકશ અંદાજમાં પહોંચી. વર-કન્યા તો સ્ટાઈલિશ દેખાતા જ હતાં, પણ બોલીવુડ સેલેબ્સ પણ ક્યાંય ઉણા નહોતા. તેમના લુક્સ પણ તમારા મન જીતી લેવામાં સફળ રહે તેવા છે. બોલીવુડ સેલેબ્સ કોઈપણ સ્ટાઈલને ખૂબ જ સુંદર રીતે કેરી કરે છે, તો આ લગ્નપ્રસંગે જાણો કોણે પહેર્યા કેવા કપડાં....

આલિયા ભટ્ટ

બોલીવુડની સૌથી ક્યુટ અભિનેત્રી આલિયા ભટ્ટ આકાશ અને શ્લોકાના લગ્નમાં કંઈક આ અંદાજમાં જોવા મળી. આલિયા ભટ્ટે સબ્યાસાચીના ડિઝાઈન કરેલા પીળા કલરના ચણ્યાચોળી પહેર્યા , જેમાં ચોળીની નેકલાઈન પાછળથી વી શેપમાં છે અને જેમાં દોરી પણ લગાડેલી છે. આ ડીપ નેક વી શેપ્ડ લહેંગા સાથે આલિયા ભટ્ટે સબ્યાસાચીની જ ચોકર જ્વેલરી પહેરી હતી. ઓલઓવર લુક એક જ રંગનો હોવાથી તેને થોડું વિશિષ્ટરૂપે હાઈલાઈટ કરવા માટે તેણે જુદા જ રંગની પોટલી બેગ લીધી હતી.

કેટરીના કેફ

કેટરીના કેફે આકાશ અને શ્લોકાના લગ્નમાં અનિતા ડોંગરેનો લહેંગો પહેર્યો હતો, તેનો આ લહેંગો ફ્લોરલ પ્રિન્ટેડ હતો, જે સમર વાઈબ્સ આપે છે. તેની સાથે તેણે હેવી ચોકર અને મેચિંગ એરિંગ પહેર્યા હતા. આ લુકમાં કેટરીના ખૂબ જ સુંદર લાગતી હતી. તેના લહેંગાની ખાસ અને સૌથી સારી બાબત એ હતી કે તેની બન્ને સાઈડ પર પૉકેટ હતા.

કરીના કપૂર ખાન

કરીના મનીષા મલ્હોત્રાએ ડિઝાઈન કરેલ પાઉડર લાઈટ બ્લૂ લહેંગામાં જોવા મળી. જેમાં તેણે હેવી ચોકર અને સફેદ રંગની પોટલી બેગ કેરી કરી હતી. પોટલી બેગને જોતાં લાગતું હતું કે પોટલી બેગ ટ્રેન્ડ્સમાં ફરી આવવા લાગી છે કારણકે લગ્નપ્રસંગે લગભગ સ્ત્રીઓ આ પ્રકારની પોટલી બેગ કેરી કરતી જોવા મળે છે. કરીનાનો આ પેસ્ટલ કલરનો આ લહેંગો સ્પ્રિંગ સીઝનની અણસાર આપે છે. કરીના કપૂર આ ઈવેન્ટમાં લાઈમલાઈટમાં આવતી જોવા મળી. જી હા તે લાઈટ કલરમાં કરીના ખૂબ જ સુંદર દેખાતી હતી.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા આકાશ અંબાની અને શ્લોકા મેહતા લગ્નપ્રસંગે દેસી ગર્લ અવતારમાં પહોંચી. તેણે ડાર્ક ગ્રે કલરની સુંદર સાડી પહેરી હતી. આ સાડી તરુણ તહલાનીએ ડિઝાઈન કરી છે અને તેની જ્વેલરી મેહતા સન્સની છે. એક્સેસરીઝ માટે તેણે એક બ્રેસલેટ અને ડાયમંડ એરિંગની પસંદગી કરી હતી. પ્રિયંકા ચોપડા આ પ્રસંગે ઈન્ડિયન લુકમાં હાજર રહી હતી.

આ પણ વાંચો : વધુ સુંદર દેખાવા માટે શું સારા અલી ખાન પણ કરાવશે 'પ્લાસ્ટિક સર્જરી'?

કરિશ્મા કપૂર

કરીના પોતાની બહેન કરિશ્મા સાથે આ વેડિંગમાં મહેમાન બનીને પહોંચી હતી. હંમેશા પોતાની સુંદરતા માટે વખણાતી કરિશ્મા લગ્નમાં પણ ખૂબ જ સુંદર લાગતી હતી. કરિશ્મા કપૂરે Good Earth Indiaએ ડિઝાઈન કરેલ સાડી પહેરી હતી અને સાથે તેણે ગળામાં ચોકર પહેર્યું હતું જે Birdhi Chandનો છે. તેણે આલિયાની જેમ ગોલ્ડન કલરની પોટલી બેગ કેરી કરી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK