ભારતના સૌથી ઊંચા અને શાનદાર કિલ્લમાંનો એક છે જૂનાગઢ

Mar 05, 2019, 18:59 IST

વીક એન્ડમાં ફરવા માટે બનાવો જુનાગઢનો પ્લાન

ભારતના સૌથી ઊંચા અને શાનદાર કિલ્લમાંનો એક છે જૂનાગઢ
જુનાગઢનો કિલ્લો છે ભારતના ઊંચા કિલ્લામાંનો એક

રાજસ્થાનનો જૂનાગઢ કિલ્લો ભારતનો સૌથી ઊંચા અને શાનદાર કિલ્લામાંનો એક છે. આ કિલ્લાની સાથે તમે અહીં આવીને અનેક મહેલોને જોવાનો લાભ પણ લઈ શકશો.

રાજસ્થાનના બીકાનેર શહેરમાં આવેલ જૂનાગઢ કિલ્લો. રાજા રાય સિંહ દ્વારા સન 1593માં આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કિલ્લાની આસપાસ ખૂબ જ સુંદર જોવાલાયક સ્થળો છે. જે આ કિલ્લાની સુદરતામાં વધારો કરવાનું કામ કરે છે. આ રાજસ્થાન એ અમુક કિલ્લાઓમાંના છે જેને પ્હાડ પર નથી બનાવાયા.

જૂનાગઢ કિલ્લાની બનાવટ

5.28 સ્ક્વેર કિલોમીટરમાં બનેલ આ કિલ્લો ભારતના સૌથી ઊંચા અને વિશાળ કિલ્લામાંનો એક છે. જે ઈન્ડો-મુગલ સ્ટાઈલમાં બનાવાયું છે. લગભગ 230 મીટરની ઊંચાઈ ધરાવતા આ કિલ્લામાં 37 ગઢ અને પ્રવેશ માટે બે માધ્યમ છે. બાહ્ય સુરક્ષા માટે દિવાલ લગભગ 14.5 ફુટ પહોળી અને 12 મીટર ઊંચી છે. કિલ્લાની અદર એક મંદિર બનેલું છે. દરબાર હૉલ, ગજ મંદિર, સૂરજ પોળ કિલ્લાની બીજી અને સુંદર જગ્યા છે. જૂનાગઢ કિલ્લાને બનાવડાવવામાં પૂરા 5 વર્ષનો સમય લાગ્યો. પહેલા જૂનાગઢમાં કેવળ બે જ મહેલ હતાં પછીથી જુદાં જુદાં રાજાઓએ પોતપોતાના નામે ભવ્ય મહેલો બનાવડાવ્યા. ડૂનાગઢનો કિલ્લો અમુક હદ સુધી જોતાં આગ્રાના કિલ્લા જેવો જ લાગે છે. ગઢના પૂર્વ અને પશ્ચિમના દ્વારોને કર્ણપોળ અને ચંદ્રપોળ કહેવાય છે.

પ્રવેશ દ્વારની શેરી પસાર કર્યા પછી બન્ને બાજુ કાળા પત્થરોથી હાથીની ઊંચી મૂર્તિઓ બનાવાઈ છે. કિલ્લાની અંદરના ભાગમાં કુવા તેમજ મહેલોની લાંબી શ્રૃંખલા છે. મુખ્ય દ્વાર સૂરજપોળ સિવાય દોલતપોળ, ફતેહપોળ, તરનપોળ અને ધુર્વપોળ છે. સૂરજપોળ જેસલમેરના પીળા પત્થરોથી બનાવાયેલ છે. દોલતપોળની બનાવટ ખૂબ જ અજુગતી જોવા મળે છે.

આ પણ વાંચો : ફ્લાઈટમાં બેઠેલા જાડા માણસથી દબાઈને એક માણસે વસૂલ્યા 9400 રૂપિયા

કિલ્લાની એંદર એક ખૂબ જ સુદર સંગ્રહાલય પણ છે જેમાં પ્રથમ વિશ્વ,યુદ્ધના હથિયારો અને હવાઈ જહાજો સાચવીને રાખવામાં આવ્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK