શાકાહારી છો તો ખુશ થાવ, તમારી સેક્સ લાઇફ બીજા કરતાં બહેતર છે

Published: 5th October, 2020 15:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

57 ટકા શાકાહારી લોકો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર શારીરિક સંબંધો બાંધે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ લાઇફ સંતોષજનક કરવા માટે લોકો બને તેટલા પ્રયત્નો કરતા હોય છે. સેક્સ લાઇફને સારી બનાવવા માટે લોકો કેટલાક પ્રકારના ડાયેટ ચેન્જ કરતા હોય છે. તો કેટલાક લોકો ડૉક્ટર્સની વિઝીટ કરે છે. પરંતુ આ બધા કરતા સેક્સ લાઇફ કોની સૌથી વધુ સારી હોય છે તેનો ખુલાસો તાજેતરમાં યુનાઈટેડ કિંગ્ડમમાં કરવામાં આવેલા એક સર્વેમાં થયો છે. અન્ય કોઈપણ વ્યક્તિની સરખામણીમાં શાકાહરી વ્યક્તિની સેક્સ લાઇફ વધુ સુરક્ષિત હોય છે, તેવો ખુલાસો આ સર્વેક્ષણમાં થયો છે.

તાજેતરમાં યુનાઈટેડ કિંગ્ડમમાં 500 શાકાહારી અને 500 માંસાહારી લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ખબર પડી કે, 57 ટકા શાકાહારી લોકો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર શારીરિક સંબંધો બાંધે છે. જ્યારે 49 ટકા માંસાહારી લોકો અઠવાડિયામાં બે વાર જ સંભોગ માણે છે.

સર્વેમાં 84 ટકા શાકાહારી લોકો પોતાની સેક્સ લાઇફથી સંતુષ્ટ છે. જ્યારે 59 ટકા માંસાહારી લોકો પોતાના પાર્ટનર સાથે ખુશ દેખાયા હતા. સર્વે બાદ જાણવામાં આવ્યું કે, શાકાહારી લોકો મેથી, વરિયાળી જેવી વસ્તુઓ ખાય છે. જેના લીધે તેમની યૌન ઉત્તેજના વધે છે. કેટલાક શાકભાજી એવા છે કે જે યૌન ઇચ્છાઓને વધારવાનું કામ કરે છે. લીલા શાકભાજી તેમજ વિટામિન સી અને પૉલીફેનોલ ધરાવતા શાકભાજી સેક્સ ડ્રાઇવને વધારવામાં મદદરૂપ છે.

વિટામિન એ સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારવાની સાથે સાથે સેક્સ ડ્રાઇવને પણ વધુ સારી બનાવે છે.  એક શોધ અનુસાર, શાકાહારી લોકોને સેક્સ લાઇફમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમકે શાકાહારી મહિલાઓમાં પિરીયડ્સ અનિયમિત થવાની સંભાવનાઓ વધારે રહે છે. તેમ છતા તેમની સેક્સ લાઇફ વધુ સારી હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK