15થી 20 મિનિટ સુધી સમાગમ કરી શકીએ છીએ. સ્પ્રે વાપરવાથી લંબાય ખરું?

Published: Dec 10, 2019, 12:58 IST | Dr. Ravi Kothari | Mumbai

મારી ઉંમર ૨૯ વર્ષ છે. નવાં-નવાં લગ્ન છે એટલે સમાગમમાં વિવિધ પ્રયોગો કરવાનું ગમે છે. આમ તો ૧૫થી ૨૦ મિનિટ સુધી સમાગમ કરી શકીએ છીએ, પણ એટલા સમયમાં અમે વધુ પ્રયોગ નથી કરી શકતાં.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષ છે. નવાં-નવાં લગ્ન છે એટલે સમાગમમાં વિવિધ પ્રયોગો કરવાનું ગમે છે. આમ તો ૧૫થી ૨૦ મિનિટ સુધી સમાગમ કરી શકીએ છીએ, પણ એટલા સમયમાં અમે વધુ પ્રયોગ નથી કરી શકતાં. મારો ફ્રેન્ડ શીઘ્રસ્ખલનની સમસ્યા માટે એક સ્પ્રે વાપરે છે એટલે સમાગમ લંબાય છે. મને એવી તકલીફ ન હોવા છતાં શું હું એ સ્પ્રે વાપરી શકું? તમે એક વાર શીઘ્રસ્ખલન લંબાવવા માટે એક જેલી લગાવવાનું કહેલું. શું એ પ્રયોગ હું કરું તો મારું સ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાય? અલબત્ત, એનો પ્રયોગ કરવાથી પછી મને હંમેશ માટે એની જરૂર પડે અને આદત પડી જાય એવું તો નહીં બનેને?

જવાબ : શીઘ્રસ્ખલન માટેના સ્પ્રેથી ચરમસીમા લંબાય છે. જેને શીઘ્રસ્ખલનની તકલીફ હોય એ વ્યક્તિ કદાચ એ વાપરે એ ઠીક છે. તમે ઉત્તેજના વધારવા અને લંબાવવાનો પ્રયોગ કરવા માગો છો ત્યારે એક વાત સમજવી જરૂરી છે કે જુદા-જુદા નામે વેચાતા આ સ્પ્રેમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ ગુણ નથી હોતા. હકીકતમાં એનાથી સંવેદના બુઠ્ઠી થઈ જાય છે. ઉત્તેજિત ઇન્દ્રિય સ્પર્શ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ સ્પ્રેમાં રહેલું ઍનેસ્થેટિક દ્રવ્ય ઇન્દ્રિય પર લગાવવાથી ઉપરની ત્વચા બહેર મારી જાય છે અને ત્યાં થોડા સમય માટે સંવેદના ઘટી જાય છે અને એટલે સંભોગ લાંબો ચાલે છે.

સમસ્યા એ છે કે સંવેદના ઘટવાને કારણે સમાગમ લાંબો ચાલ્યો હોવા છતાં આનંદ બેવડાતો નથી. તમે આનંદ મેળવવા માટે અને પ્રયોગ કરવા માટે સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છો છો, પણ સ્પ્રેને કારણે ઊલટું જ થશે. સમાગમ લાંબો ચાલશે, પણ સંવેદના ઘટી જવાથી સ્પર્શ અને ઘર્ષણનો આનંદ પણ ઘટી જશે.

તમે જે આનંદ મેળવવા આ સ્પ્રે વાપરવા પ્રેરાયા છો એ આનંદ સ્પ્રે વાપર્યા પછી મળવાનો નથી. એટલે આ સ્પ્રે વાપરવો જરાય હિતાવહ નથી, કેમ કે એનાથી ઇન્દ્રિયની ઉત્તેજનામાં તસુભાર પણ વધારો થતો નથી.

તમારે સ્પર્શનો અનુભવ અને સંતોષ વધુ અનુભવાય એવું જોઈએ છે કે પછી સંભોગની લંબાઈ વધુ લાંબી કરવી છે? એ નક્કી કરી લો. પંદર-વીસ મિનિટનો સમય પણ જો તમને પૂરતો ન લાગતો હોય તો તમારે મૂવમેન્ટને વચ્ચે રોકીને સમાગમનો સમય લંબાવવો જોઈએ. બાકી જો ખરેખર શીઘ્રસ્ખલનની સમસ્યા હોય તો તમારે કોઈ નિષ્ણાતને બતાવી લેવું જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK