Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મહિલા ફીમેલ કૉન્ડમ પહેરે તો પુરૂષને કૉન્ડમ પહેરવાની જરૂર પડે?

મહિલા ફીમેલ કૉન્ડમ પહેરે તો પુરૂષને કૉન્ડમ પહેરવાની જરૂર પડે?

19 May, 2020 10:07 PM IST | Mumbai
Dr. Ravi Kothari | feedbackgmd@mid-day.com

મહિલા ફીમેલ કૉન્ડમ પહેરે તો પુરૂષને કૉન્ડમ પહેરવાની જરૂર પડે?

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


સવાલ: મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારા બૉયફ્રેન્ડ સાથે ફિઝિકલ સંબંધો રાખું છું ત્યારે હંમેશાં કૉન્ડોમનો આગ્રહ રાખું છું. જોકે મારા બૉયફ્રેન્ડને કૉન્ડોમ પહેરવું ગમતું નથી એટલે જ્યારે પણ અમે મળીએ ત્યારે તે સાથે કૉન્ડોમ ન જ લાવ્યો હોય. સળંગ ત્રણ-ચાર વખત આ જ કારણોસર મારે મૉર્નિંગ આફ્ટર પિલ લેવી પડી છે. આ કૉલમમાં જ વાંચ્યું છે કે આવી પિલ રોજ ન વપરાય, ઇમર્જન્સીમાં જ વાપરવી જોઈએ. જોકે મારા બૉયફ્રેન્ડને કૉન્ડોમ પહેરવું ગમતું ન હોવાથી મારા માટે તો આ રોજની સમસ્યા થઈ ગઈ છે. મારે મારી સેફ્ટી માટે શું કરવું? હું ફીમેલ કૉન્ડોમ વાપરું તો તેને કૉન્ડોમ પહેરવાની જરૂર ન રહે? મેં કદી એ પ્રોડક્ટ વાપરી નથી એટલે એની સેફ્ટી કેટલી એ સવાલ છે.

જવાબ: તમે બરાબર સમજ્યાં છો કે ઇમર્જન્સી પિલ ઇમર્જન્સીમાં જ લેવાય. હાથે કરીને અથવા તો ગમા-અણગમાને કારણે રેગ્યુલરલી ઇમર્જન્સી ઊભી ન કરાય. લગ્ન પહેલાં કે લગ્ન પછી, પ્રેગ્નન્સી પ્લાન કરવી કે ટાળવી એ બન્નેમાં સ્ત્રી-પુરુષ બન્ને પાત્રની મરજી હોવી જોઈએ.



તમારા બૉયફ્રેન્ડને કૉન્ડોમ વાપરવાનું ગમતું નથી એ સમજ્યા, પણ તેને આવી સાહ્યબી પોસાય છે કેમ કે ધારો કે પ્રેગ્નન્સી રહી તો એમાં તેણે કશું વેઠવાનું નથી. યાદ રહે પ્રેગ્નન્સી ટાળવાની જવાબદારી માત્ર એકલી સ્ત્રીની જવાબદારી નથી. જો આટલી જવાબદારીવાળી અને ગંભીર બાબતે તમારા બૉયફ્રેન્ડને ગમા-અણગમા નડતા હોય તો એ ઠીક નથી.


તમે ફીમેલ કૉન્ડોમ વાપરી જ શકો છો. એ પણ હવે મેડિકલ સ્ટોરમાં છૂટથી મળે જ છે. જોકે એને કારણે પણ સ્કિનનો ડાયરેક્ટ ટચ તો નહીં જ થાય અને એટલે એ પણ તમારા બૉયફ્રેન્ડને પસંદ આવે એવી શક્યતાઓ ઓછી છે. હજી તમારાં લગ્ન નથી થયાં ત્યારે એક વાત સમજી લેવા જેવી છે કે મેલ કૉન્ડોમ જેટલું સુરક્ષિત સાધન બીજું કોઈ નથી. ફીમેલ કૉન્ડોમ વાપરવામાં થોડુંક ડિફિકલ્ટ છે, એ વારંવાર સરકી જવાની શક્યતાઅો પણ છે.

એ છતાં જો બૉયફ્રેન્ડને કૉન્ડોમથી તીવ્ર તકલીફ હોય તો તમે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાનું રાખી શકો. જોકે આ દવા પણ તમે કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટ પાસે ચેક કરાવીને પછી જ નક્કી કરો એ બહેતર છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2020 10:07 PM IST | Mumbai | Dr. Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK