સવાલ- મને વારંવાર નાઇટફૉલ થવાની સમસ્યા રહે છે. સવારે ઊઠું ત્યારે ઑલમોસ્ટ અઠવાડિયામાં એકાદ વાર તો આવું થયું જ હોય. અન્ડરવેઅર બગડી જાય અને બીજા દિવસે ખૂબ જ થાક લાગે. મારું વજન નૉર્મલ છે છતાં મને બહુ થાક લાગવા લાગ્યો છે. લોકોનું કહેવું છે કે હું પાતળો થતો જાઉં છું. શું ઊંઘમાં થતા સ્ખલનને કારણે આવું થતું હશે? નવી નોકરી શરૂ કરી છે ત્યારથી સ્ટ્રેસ પણ ઘણું ફીલ થાય છે. પહેલાં આવી પરિસ્થિતિ હું આરામથી હૅન્ડલ કરી શકતો હતો. હજી કરીઅરની શરૂઆત છે ત્યાં જ થાક, સુસ્તી અને બુઢાપા જેવું ફીલ થવા લાગ્યું છે એટલે ચિંતા થાય છે. મારા ફ્રેન્ડે કહેલું કે નાઇટફૉલની સમસ્યા દૂર કરવી હોય તો મૅસ્ટરબેશન કરવું. એનાથી સમસ્યામાં રાહત થઈ, પણ હવે વીકમાં બે-ત્રણ વાર મૅસ્ટરબેશનની આદત પડી છે. ઊલમાંથી ચૂલમાં પડી ગયો છું.
જવાબ- સૌથી પહેલાં સાદી અને સ્પષ્ટ વાત એ સમજી લો કે થાક, સુસ્તી અને બુઢાપા જેવી ફીલિંગને અને તમારી સેક્સલાઇફનાં આ લક્ષણોને કોઈ જ લેવાદેવા નથી. નાઇટફૉલ થઈ જતો હોય તો પણ એનાથી તમે કંઈ નબળા પડી જતા નથી અને જો મૅસ્ટરબેશનથી વીર્યસ્ખલન કરતા હો તો એનાથી પણ શરીરમાં નબળાઈ આવતી નથી.
નાઇટફૉલ થવો એ કોઈ પણ યુવાનનું સામાન્ય લક્ષણ છે. એ બતાવે છે કે તમારાં પુરુષ હૉર્મોન્સનું ચક્ર સ્વસ્થ છે. શરીરમાં સતત વીર્યનું ઉત્પાદન થતું જ રહે છે. જો તમે એને હસ્તમૈથુન દ્વારા સ્ખલિત ન કરો તો ઊંઘમાં આપમેળે થઈ જાય. જેમ ભરેલા ગ્લાસમાં પાણી રેડ્યા કરો તો એ ઊભરાઈને આપમેળે નીચે ઢળી જાય એવું જ. બીજું, વીર્યની એક ચમચીમાં એક ગ્લાસ લીંબુપાણીથી વધુ એનર્જી નથી હોતી. એટલે સ્ખલન પછી નબળાઈ આવી જાય એવું પ્રૅક્ટિલી શક્ય નથી. નાઇટફૉલ પછીના બીજા દિવસે જે ફીલ થાય છે એ માનસિક છે, શારીરિક નહીં. હસ્તમૈથુન સ્વસ્થ આદત છે, પરંતુ નાઇટફૉલ ન થાય એ માટે કરવું એ કારણ યોગ્ય નથી. હસ્તમૈથુન હંમેશાં ઇચ્છા જાગે ત્યારે જ કરાય, નાઇટફૉલની દવા તરીકે નહીં.
થાક ન લાગે એ માટે એક્સરસાઇઝ અને ડાયટમાં ધ્યાન રાખો.
પત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 ISTમારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 ISTફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશનું કારણ કોઈ ગંભીર સમસ્યા તો નથી ને?
15th January, 2021 07:15 ISTશું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે?
14th January, 2021 08:20 IST