ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખું છું પણ પ્રેગ્નન્સીની ચિંતા રહી જાય છે

Updated: Nov 05, 2019, 17:51 IST | Dr Ravi Kothari | Mumbai

સેક્સ-સંવાદ: હું ૨૭ વર્ષનો છું. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખું છું પણ પ્રેગન્ન્સીની ચિંતા રહી જાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૨૭ વર્ષનો છું. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખું છું પણ પ્રેગન્ન્સીની ચિંતા રહી જાય છે. અમારાં લગ્નને હજી છ મહિનાની વાર છે અને એ પછીય બે વર્ષ સુધી અમે બાળક નથી ઇચ્છતા. મારી ગર્લફ્રેન્ડને પણ દરેક વખતે પ્રેગન્ન્સીની ચિંતા હોય છે એટલે સતત ટેન્સ રહે છે. મને કૉન્ડોમ વાપરવાનું ફાવતું નથી. વારેઘડીએ નીકળી જવાની અને ફાટી જવાની સમસ્યા થાય છે. હવે તો એક કૉન્ડોમ ફાટી જશે તો, એની બીકે યોગ્ય પ્રોટેક્શન માટે હું બે કૉન્ડોમ પહેરું છું. અત્યારે અમે ફીમેલ કૉન્ટ્રાસેપ્ટિવ ઑપ્શન વાપરી શકીએ એમ નથી. પુલ આઉટ મેથડમાં પણ ક્યારેક ગરબડ થઈ જાય છે. શું કરું?

જવાબ : ગર્ભનિરોધ માટે કૉન્ડોમ જેટલું સેફ સાધન બીજું કોઈ નથી. જરૂર છે એને યોગ્ય રીતે વાપરતા શીખવાની. કૉન્ડોમની બનાવટ જ એ રીતે થઈ છે કે એક જ વાપરો તોય પૂરતું પ્રોટેક્શન આપે. ઉલટાનું તમે જ્યારે બે કૉન્ડોમ ઉપરાઉપરી વાપરો છો ત્યારે વધુ ગરબડ થાય છે. કૉન્ડોમ વાપરતાં શું અને કેવી કાળજી રાખવી એ સમજી લો.

હંમેશાં એક પૅકેટમાં એક જ નિરોધ હોય એવું પૅક ખરીદવું. પ્રત્યેક નવા સમાગમ વખતે નવું જ નિરોધ વાપરવું. ચિરાયેલું કે ફાટેલું હોય એવું નિરોધ ન વાપરવું.બજારમાં વેચાતાં બધા પ્રકારના કૉન્ડોમની ટેસ્ટ પહેલેથી જ કરેલી હોય છે એટલે ફરી ફુગ્ગાની જેમ ફુલાવીને એમાં કાણું છે કે નહીં એ ચેક કરવાની કોઈ જરૂર નથી.

ઇન્દ્રિયમાં યોગ્ય સખતાઈ આવી જાય એ પછી જ્યારે તમે યોનિપ્રવેશ માટે તૈયાર થાઓ પહેલાં જ નિરોધ પહેરી લેવું. કૉન્ડોમ નીચેથી ઉપરની તરફ પહેરવું અને ઊંધું ન પહેરાઈ જાય એનું ધ્યાન રાખવું, કારણ કે એક વાર સંપૂર્ણ રીતે ખૂલી ગયા પછી એ ઉપયોગમાં નથી લઈ શકાતું. વીર્યસ્ખલન થયા પછી ઇન્દ્રિય સાવ જ નરમ પડી જાય એ પહેલાં એને યોનિમાર્ગમાંથી બહાર કાઢી લેવી. જો એમ કરવામાં કોઈ વાર થોડું પણ મોડું થાય તો વીર્ય યોનિમાર્ગમાં જવાની શક્યતાઓ રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK