મેં સાંભળ્યું છે કે ડાયાબિટીઝને કારણે નપુંસકતા આવે છે. આ વાત સાચી છે?

Published: Dec 05, 2019, 13:42 IST | Dr. Ravi Kothari | Mumbai

મારી ઉંમર ૫૧ વર્ષ છે. છેલ્લાં ચાર વર્ષથી મને ડાયાબિટીઝનું નિદાન થયું છે. મારા ફૅમિલી-ડૉક્ટર પાસેથી ડાયાબિટીઝને લગતી બધી જ વાતોને ધ્યાનમાં લીધી છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

સવાલ :  મારી ઉંમર ૫૧ વર્ષ છે. છેલ્લાં ચાર વર્ષથી મને ડાયાબિટીઝનું નિદાન થયું છે. મારા ફૅમિલી-ડૉક્ટર પાસેથી ડાયાબિટીઝને લગતી બધી જ વાતોને ધ્યાનમાં લીધી છે. ડાયટ-કન્ટ્રોલ કરું છું તેમ જ દવાઓ નિયમિત લઉં છું. એમ છતાં શુગર કન્ટ્રોલમાં નથી રહેતી. એક્સરસાઇઝ કરવામાં પહેલાં આળસુ હતો એ પણ હવે સુધારી લીધું છે. મારા ફૅમિલી-ડૉક્ટર કહે છે કે જો હું રોજ ૪૫ મિનિટ એક્સરસાઇઝ નહીં કરું તો ડાયાબિટીઝ વધશે અને સાથે જ બીજી સમસ્યાઓ પણ આવશે. એમાં સેક્સલાઇફમાં પણ તકલીફ થઈ શકે. હમણાં મારી પત્ની સાથે સમાગમ કરતાં-કરતાં અચાનક જ મારી ઇન્દ્રિય શિથિલ થઈ ગઈ. મેં સાંભળ્યું છે કે ડાયાબિટીઝને કારણે નપુંસકતા આવે છે. શું મારી આ સમસ્યા એવી તો નથીને?

જવાબ : અનકન્ટ્રોલ્ડ બ્લડ-શુગર રહેતી હોય તો એની ઓવરઑલ શારીરિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. એમાં સેક્સલાઇફનો પણ સમાવેશ થઈ જાય. ડાયાબિટીઝને કારણે રક્તવાહિનીઓને નુકસાન પહોંચે છે અને એટલે જો શુગર કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો ઉત્તેજના વખતે ઇન્દ્રિયમાં બ્લડ-સર્ક્યુલેશનમાં તકલીફ થઈ શકે છે. તમારા ફૅમિલી-ડૉક્ટરે તમને કન્ટ્રોલ માટેનાં જે પગલાં લેવાનું કહ્નાં છે એને તમારે સ્ટ્રિક્ટ્લી ફૉલો કરવાં જોઈએ.  બ્લડ-શુગર વધવાને કારણે લોહીની નળીઓ સાંકડી અને કડક થાય છે તેમ જ સંવેદનાવહનના કામમાં પણ ગરબડ થાય છે. સંવેદનાવહન યોગ્ય રીતે ન થતું હોવાથી પ્રાઇવેટ પાર્ટમાં લોહીનો ધસારો પૂરતી માત્રામાં થતો નથી. બ્લડ-શુગર કન્ટ્રોલમાં રાખવી એ માત્ર સેક્સલાઇફ માટે જ નહીં, અન્ય આંતરિક અવયવોની સ્વસ્થતા માટે પણ એટલું જ જરૂરી છે.

જોકે લોકોને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે મેન્ટલ ટેન્શન અને તાણને કારણે તેમને અચાનક જ ઇન્દ્રિયની ઉત્તેજનામાં ઓટ આવવા લાગે છે. તમને યોનિપ્રવેશ કરી શકાય એટલું કડક ઉત્થાન થાય છે એ બતાવે છે કે તમને હજી સુધી શારીરિક કોઈ પ્રૉબ્લેમ થયો નથી. મનમાંથી નપુંસકતાનો ભય કાઢી નાખો, પરંતુ ડાયાબિટીઝ પ્રત્યે હળવું વલણ ન રાખો. તમે નિયમિત એક્સરસાઇઝ કરવાનું રાખો. જો હેલ્ધી લાઇફ-સ્ટાઇલ જાળવીને શુગર કન્ટ્રોલમાં રાખશો તો ઉત્થાનમાં તકલીફ થવાના ચાન્સિસ બહુ ઓછા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK