પાર્ટટાઇમ ટ્યુશન આપું છું તે છોકરીના પ્રેમમાં પડી ગયો છું જોકે તે હજી એડલ્ટ નથી થઈ

Published: Nov 08, 2019, 14:00 IST | Sejal Patel | Mumbai

સેજલને સવાલ: હાલમાં હું નોકરી કરું છું અને સાથે એકસ્ટ્રા પૈસા કમાવા માટે ટ્યુશન્સ પણ કરું છું. જોકે હું જે પાંચ છોકરીઓને ભણાવું છું એમાંથી એકની છેલ્લાં દોઢ-બે વર્ષથી નજદીકી વધી રહી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૨૯ વર્ષનો છું. મધ્ય પ્રદેશના ગામમાં જન્મ્યો છું અને મોટાભાગનું ભણતર બોર્ડિંગ સ્કૂલમાં જ કર્યું. મુંબઈમાં પણ એકલો જ રહું છું. હાલમાં હું નોકરી કરું છું અને સાથે એકસ્ટ્રા પૈસા કમાવા માટે ટ્યુશન્સ પણ કરું છું. ગામમાં પેરન્ટ્સે મારી સગાઈ કરી લીધી છે. અત્યાર સુધી હું સ્ટ્રગલ કરતો હતો, પણ હવે મુંબઈમાં મેં ભાડે ઘર લઈને અલગ રહેવાનું શરૂ કર્યું હોવાથી ઘરના તરફથી લગ્ન માટે દબાણ આવે છે. ઘણા અંશે ઠરીઠામ થયો છું. જોકે હું જે પાંચ છોકરીઓને ભણાવું છું એમાંથી એકની છેલ્લાં દોઢ-બે વર્ષથી નજદીકી વધી રહી છે. પહેલાં મને લાગતું હતું કે તે મને માત્ર તેના ટીચર તરીકે જ જુએ છે, પણ એવું નથી. તેને મારા માટે સૉફટ કૉર્નર છે અને મને પણ તેના માટે છે. અલબત્ત, હું જાણું છું કે અમારા ટીચર-સ્ટુડન્ટના સંબંધો અને એજ ડિફરન્સને કારણે અમારી વચ્ચે કોઈ સંબંધ બની શકે એમ નથી. જોકે બધું જ સમજવા છતાં મનને મનાવી શકાતું નથી. નજદીકી વધતી જતી હોવાથી તેનાથી દૂર થવું કઠિન લાગે છે. અમે બધી જ રીતે આગળ વધી ચૂક્યા છીએ અને બીજી તરફ ગામમાં મારાં લગ્નની ઉતાવળ થઈ રહી છે અને હું અસમંજસમાં હોવાથી ટાળ્યા કરું છું. મને સમજાતું નથી કે હું જેમ ટ્રેડિશનલી ચાલે છે એમ જ ચાલવા દઉં કે પછી મારા દિલની વાત સાંભળું. મારી પાસે ભણતી આ છોકરી મારાથી ૧૨ વર્ષ નાની છે. ધારો કે મારી સગાઈ તોડી નાખું તો પણ આ છોકરી સાથે સંબંધ આગળ વધારવામાં અનેક અડચણો છે. સૌથી પહેલાં તો સમાજમાં અમારી થૂ-થૂ થશે. બન્નેના પરિવારો નહીં માને એ તો પાક્કી જ વાત છે. તેની ઉંમર જોતાં મારે હજી એકાદ વર્ષ રાહ જોવી પડશે. તેનાથી છૂટાં પડવાના વિચારમાં પણ હું કમકમી જાઉં છું. જ્યારે પેરન્ટ્સ લગ્ન માટે દબાણ કરે છે.

જવાબ : તમે ભલે ટીચર હો, પણ અત્યારે તમારું હૈયું એક આમ યુવાનની જેમ ધડકી રહ્યું છે. પ્રેમના મામલે વ્યક્તિને જ્યારે સાચું-ખોટું ન સમજાતું હોય ત્યારે આવું થવું સ્વાભાવિક છે. જોકે દિલથી નહીં, થોડુંક દિમાગ વાપરીને વિચારશો તો સ્થિતિનો ઉકેલ કેવી રીતે લાવવો એમાં સહેલાઈ થશે.

ટીચર-સ્ટુડન્ટના સંબંધમાં જે ન થવું જોઈએ એ કરવામાં તમને વાંધો નથી, પરંતુ જો એ જાહેર થશે તો એનાથી સમાજમાં બદનામી થશે એ વાતનો ડર છે. જો તમે સાચા શિક્ષક હો તો આવો ડર ન રાખતાં ચિંતા કરવી જોઈએ કે જે છોકરી હજી પૂરી પુખ્ત પણ નથી થઈ તેની સાથે તમે એક શિક્ષક થઈને નજદીકી કેળવી છે. આને પ્રેમ કદી ન કહેવાય. પેલી છોકરી તો આકર્ષણના તબક્કામાં છે એટલે તે તમારા તરફ ખેંચાયેલી હોય એ સ્વાભાવિક છે, પણ તમે તો પુખ્ત છો અને એક શિક્ષક પણ છો. શું તમને લાગે છે કે ૧૭ વર્ષની છોકરી પોતાના ભાવિ જીવનસાથી વિશે કોઈ નિર્ણય કરી શકે કે ઈવન તેણે આ તબક્કે એનો વિચાર કરવો જોઈએ? જો તમે ખરેખર તમારી સ્ટુડન્ટને પ્રેમ કરતા હો તો તમારે તેની કિશોરાવસ્થા અને યૌવનપ્રવેશકાળને નિર્દોષ રહેવાં દેવાં જોઈએ. તમે આગળ વધી ચૂક્યાં છો એ માત્ર સામાજિક રીતે જ નહીં, કાનૂની અને નૈતિક રીતે પણ યોગ્ય નથી.

આ પણ વાંચો : મારે જાણવું છે કે શું ડિલિવરી પછી મહિલાઓની કામેચ્છા ઘટી જાય છે?

જો તમે ખરેખર તેને પ્રેમ કરતા હો તો પહેલાં તેને પુખ્ત અને પગભર થવા દો. ત્યાં સુધી રાહ જોવાની તૈયારી હોય તો જ આ બાબતે આગળ વિચારવું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK