સજાતીય સંબંધ બાંધતી વખતે રમ કે વ્હિસ્કી પીવી પડે છે, તો એનાથી કઈ નુકસાન ખરું?

Published: Nov 12, 2019, 15:27 IST | Dr Ravi Kothari | Mumbai

સેક્સ-સંવાદ: મારી ઉંમર ૩૭ વર્ષ છે. લિવ-ઇન રિલેશનમાં રહું છું અને ક્યારેક સજાતીય સંબંધ પણ બાંધી લઉં છું. જ્યારે હું મારી લિવ-ઇન પાર્ટનર સિવાયની વ્યક્તિ સાથે સંબંધ બાંધું છું ત્યારે વૉડકા, રમ કે વ્હિસ્કી પીવી પડે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૩૭ વર્ષ છે. લિવ-ઇન રિલેશનમાં રહું છું અને ક્યારેક સજાતીય સંબંધ પણ બાંધી લઉં છું. જ્યારે હું મારી લિવ-ઇન પાર્ટનર સિવાયની વ્યક્તિ સાથે સંબંધ બાંધું છું ત્યારે વૉડકા, રમ કે વ્હિસ્કી પીવી પડે છે. ન પીઉં તો જાણે મજા જ નથી આવતી. ઉત્તેજનામાં પણ મુશ્કેલી પડે છે. મારે એ જાણવું છે કે એકાદ પેગ પીધા પછી વાયેગ્રા લેવામાં આવે તો કોઈ નુકસાન થાય ખરું? શું એમ કરવાથી સમાગમ વધુ ટકે? મને બ્લડ-પ્રેશર કે બ્લડ-શુગરની કોઈ તકલીફ નથી. જો હું બધી જ રીતે હેલ્ધી હોઉં તો આ પ્રયોગ કરીને વધુ આનંદ મેળવી શકું? આમ કરવાથી લાંબા ગાળે કોઈ તકલીફ તો નહીં થાયને?

જવાબ : કહેવાય છે કે દારૂ થોડી માત્રામાં લેવામાં આવે તો શરમાળ કે ગ્લાનિ ધરાવતી વ્યક્તિ વધુ આક્રમક રીતે સફળ સમાગમ કરી શકે છે, પણ જો માત્રા થોડી વધી જાય તો ઘણી વાર ઇન્દ્રિયમાં ઉત્થાન આવવાનું બંધ થઈ જાય છે અને પરિણામે વ્યક્તિ માનસિક નામર્દગીનો શિકાર બની જાય છે. સમજવા જેવું એ છે કે તમને કેમ અન્ય પાર્ટનર્સ સાથે જ ફિઝિકલ સંબંધમાં મુશ્કેલી પડે છે? કદાચ કંઈ ખોટું કરી રહ્યા હોવાની ગુનાહિત લાગણી સતાવતી હશે અથવા તો પકડાઈ જવાનો ડર હશે. સતત ઍન્ગ્ઝાયટીમાં રહો ત્યારે આનંદ ન આવે એ સ્વાભાવિક છે. દારૂ પીવાથી સમસ્યાનો ઉકેલ નથી આવવાનો, કેમ કે દારૂ લાંબા ગાળે લિવર અને જ્ઞાનતંતુ પર વિપરીત અસર પેદા કરે છે. પરિણામે વ્યક્તિ નામર્દગીને નોતરે છે. દારૂ સેક્સની ઇચ્છા જગાડે છે, પણ ખરેખર સેક્સક્રીડામાં એ અવરોધરૂપ બને છે. કદાચ શરૂઆતમાં દારૂ લેવાથી તમને કામેચ્છા વધુ જાગે એવું બને, પણ લાંબા ગાળે એ સેક્સલાઇફને ખતમ કરી નાખે છે.

દારૂ સાથે કોઈ પણ દવાનું મિશ્રણ કરવું જોખમી છે એટલે જો તમને ઉત્તેજના આવવામાં અને સમાગમ કરવામાં કોઈ તકલીફ ન પડતી હોય તો વાયેગ્રા લેવાનો કોઈ જ મતલબ નથી. જો તમે સમાગમ સારી રીતે કરી શકતા હો તો વધુ આનંદ મેળવવાના અખતરા તરીકે દારૂ અને વાયેગ્રા વાપરીને ઊલમાંથી ચૂલમાં ન પડો એ બહેતર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK