નિપલની આસપાસ વાળ ઉગે છે, હોર્મોનલ સમસ્યા હોઇ શકે?

Updated: Jul 29, 2020, 13:42 IST | Dr.Ravi Kothari | Mumbai

જો તમને માસિકમાં નિયમિતતા ન હોય, ચહેરા પર ખીલ વધુ થતા હોય, વજન વધતું હોય અને ચહેરા પર પણ વાળનો ગ્રોથ વધતો હોય તો જરૂર ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૨૯ વર્ષ છે. મને છેલ્લા થોડાક સમયથી અજીબ સમસ્યા થઈ છે. હું જ્યારે કૉલેજમાં હતી ત્યારે બ્રેસ્ટ્સની આજુબાજુમાં બે વાળ ઊગ્યા હતા. શરૂઆતમાં તો એ સાવ નોટિસ જ ન થઈ શકે એટલા પાતળા અને ઝીણા હતા. મેં પણ ઇગ્નૉર કર્યા. જોકે લગ્ન થવાનાં હતાં ત્યારે વાળ પ્લકરથી ખેંચી કાઢવાનું શરૂ કર્યું. ક્યારેક ઉતાવળ હોય તો રેઝર પણ ફેરવી દેતી. જોકે હવે સમસ્યા એટલી વકરી છે કે લગભગ બન્ને બાજુ પંદર-વીસ વાળ ઊગી ગયા છે. નિયમિતપણે પ્લક કરીને કાઢું નહીં તો બહુ જ ખરાબ લાગે. મારી ફ્રેન્ડને વાત કરી તો તેનું કહેવું છે કે આ લક્ષણને ગંભીરતાથી લેવું જોઈએ. એ હૉર્મોનલ અસંતુલન હોવાની નિશાની છે. મને તો માત્ર નિપલની આજુબાજુમાં જ નહીં, હાથ-પગ પર પણ વાળનો ગ્રોથ વધુ થાય છે. પુરુષ હૉર્મોન વધે ત્યારે જ આવું થાય. શું આ સાચું છે? હું નિયમિત વાળ કાઢી નાખતી હોવાથી મારા હસબન્ડને એને કારણે ક્યારેય કોઈ તકલીફ નથી આવી.
જવાબ-સ્ત્રીઓમાં પણ નિપલની આજુબાજુ વાળ ઊગવાનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું છે. એક રીતે જોવા જઈએ તો એ તમે માનો છો એટલું ચિંતાજનક નથી. મેડિકલ રિસર્ચના આંકડાઓ મુજબ લગભગ ૩૦ ટકા મહિલાઓ આ સમસ્યા ધરાવે છે. અંદાજ તો એથીયે વધુનો છે, કેમ કે આ એવી સમસ્યા છે જેને મહિલાઓ જાહેર કરતાં અચકાય છે. એ ભાગમાં વાળ ઊગવાનાં ઘણાં કારણો છે. હૉર્મોનલ અસંતુલન પહેલું કારણ છે. જનીનગત કારણોસર પણ વાળ ઊગે છે અને ક્યારેક અમુક દવાઓ ચાલતી હોય ત્યારે પણ અસામાન્ય જગ્યાઓએ વાળનો ગ્રોથ વધે છે. તમારા કેસમાં કયું પરિબળ કારણભૂત છે એ શોધવું જરૂરી છે. જો તમને માસિકમાં નિયમિતતા ન હોય, ચહેરા પર ખીલ વધુ થતા હોય, વજન વધતું હોય અને ચહેરા પર પણ વાળનો ગ્રોથ વધતો હોય તો જરૂર ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ.
જો તમને બીજી કોઈ જ તકલીફ ન હોય તો આ વાળની વધુ ચિંતા કરવાની જરૂર નથી. જેમ હાથ-પગના વાળ દૂર કરવા માટે જે પદ્ધતિઓ વપરાય છે એ તમામ નિપલની આસપાસના વાળ માટે પણ વાપરી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK