ઑર્ગનની સાઇઝ ઓછી હોવાને કારણે ત્વચા લૂઝ થઇ ગઇ છે એમ લાગે છે

Published: 9th October, 2020 13:27 IST | Dr.Ravi Kothari | Mumbai

સફળ સેક્સલાઇફ માટે સુષુપ્ત અવસ્થામાં ઇન્દ્રિયની સાઇઝ શું છે એ નહીં, પણ ઉત્તેજિત અવસ્થામાં યોગ્ય લંબાઈ અને સ્ટ્રેન્ગ્થ જરૂરી હોય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- કૉલેજના છેલ્લા વર્ષમાં છું અને હજી ફિઝિકલી ઍક્ટિવ નથી થયો. મારી ફોરસ્કિન ખૂબબધી હોવાથી ઇરેક્શન વખતે પણ ઉપર લૂઝ ત્વચા રહે છે. ત્વચા પેનિસ પર ઢંકાયેલી હોવાથી ઉત્થાન વખતે પણ એની સાઇઝ ખૂબ જ ઓછી લાગે છે. અન્ય વેબસાઇટ્સ પર ડેશિંગ અને હૉટ પુરુષ મોડેલ્સની સરખામણીએ મારી પેનિસ ઘણી જ નાની અને કડકાઈમાં પણ ઓછી હોય એવું લાગે છે. ઉત્તેજના આવે અને હસ્તમૈથુન કરું ત્યારે પણ પૂરેપૂરી ત્વચા પાછળ જતી નથી. મને લાગે છે કે ફોરસ્કિન એટલીબધી છે કે એને પૂરેપૂરી પાછળ લેવા જઉં તો દુખે છે અને ન ખેંચું તો આગળનો ભાગ ખુલ્લો નથી થતો. ઇરેક્શન વખતે સાઇઝ પણ જોઈએ એટલી નથી. શું ફોરસ્કિન ટાઇટ હોવાને કારણે પૂરતી ઉત્તેજના અને લંબાઈ નહીં જળવાતી હોય? ઑર્ગનની સાઇઝ ઓછી હોવાને કારણે ત્વચા લૂઝ થઈને લબડી પડી હોય એવું લાગે છે.
જવાબ- ફોરસ્કિન ટાઇટ હોય તો એને પાછળ લેવામાં તકલીફ પડી શકે છે અને ઉત્તેજના વખતે પણ સહેજ ડિસકમ્ફર્ટ ફીલ થઈ શકે છે. ઑર્ગન નાનું હોવાને કારણે ત્વચા લબડી પડે એવું તો દરેકને લાગતું હોવાનું. પણ ખૂબબધી અગ્રત્વચા હોવાને કારણે એને પાછળ ખેંચવામાં તકલીફ ન પડે એવું નથી હોતું. હા, ઘણી વાર અગ્રત્વચાને નિયમિતપણે પાછળ સરકાવવાની આદત બાળપણથી જ ન કેળવી હોય તો આવું થઈ શકે છે. તમને દુખાવો થાય છે, પણ અગ્રત્વચા પાછળ સરકે તો છે જ. એ બતાવે છે કે સમસ્યા બહુ મોટી નથી.
બીજું, પેનિસની સાઇઝને કોઈ પણ ઍડલ્ટ સાઇટ્સ પર દેખાતા મોડેલ્સની સાથે સરખાવવાની કોશિશ ન કરશો. સફળ સેક્સલાઇફ માટે સુષુપ્ત અવસ્થામાં ઇન્દ્રિયની સાઇઝ શું છે એ નહીં, પણ ઉત્તેજિત અવસ્થામાં યોગ્ય લંબાઈ અને સ્ટ્રેન્ગ્થ જરૂરી હોય છે.
ખોટું પૅનિક થવાને બદલે ધીરજ રાખો. રોજ દિવસમાં બે વાર નાહતી વખતે ત્વચા પાછળ લઈને ઇન્દ્રિયની યોગ્ય સફાઈ કરો. ઇન્દ્રિય પર શુદ્ધ સાદા તેલની માલિશ કરી સ્નિગ્ધતાનું પ્રમાણ વધારીને પછી ત્વચાને ધીમે-ધીમે પાછળ સરકાવો. ત્વચા વધુપડતી ખેચવાની જરૂર નથી. નિયમિત આ કરતા રહેવાથી ધીમે-ધીમે દુખાવો ઘટતો જશે અને ત્વચાને આગળ-પાછળ સરકાવવામાં સરળતા થતી જશે. તેલ લગાવ્યા પછી ફરીથી ઇન્દ્રિયની યોગ્ય સફાઈ પર ધ્યાન જરૂર આપશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK