અમારી સેક્સલાઇફમાં અંતર, કંકાસ અને નિરસતા છે શું કરવું?

Published: Oct 07, 2020, 13:52 IST | Dr.Ravi Kothari | Mumbai

લગ્ન પછી શરૂઆતનાં બે વરસ સેક્સલાઇફ સારી રહી, પણ છેલ્લાં ચારેક વરસથી મારી સેક્સ-ડ્રાઇવ ઘણી જ લો રહી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૩૪ વર્ષ છે. લવ-મૅરેજને સાત વરસ થયાં છે. બે વરસના કોર્ટશિપ પિરિયડ દરમ્યાન રૂઢિગત નિયમોને કારણે અમે સેક્સથી દૂર જ રહેલાં. જોકે હું તેનાથી સેક્સ્યુઅલી ખૂબ જ અટ્રૅક્ટેડ હતો. જોકે સામાજિક બંધનોને કારણે સંયમ રાખતો. લગ્ન પછી શરૂઆતનાં બે વરસ સેક્સલાઇફ સારી રહી, પણ છેલ્લાં ચારેક વરસથી મારી સેક્સ-ડ્રાઇવ ઘણી જ લો રહી છે. પેરન્ટ્સથી છૂટા પડીને નવેસરથી દુનિયા વસાવવાની લાયમાં અઠવાડિયાંઓ સુધી ટ્રાવેલિંગ અને બહાર રહેવાનું થાય છે. હવે એને કારણે મારી વાઇફ સાથે પણ ઝઘડા થાય છે. તેને લાગે છે કે મને તેનામાં રસ નથી રહ્યો. પહેલાં સ્ટ્રેસને કારણે મન નહોતું થતું, હવે રોજેરોજની બબાલને કારણે ઇચ્છા નથી થતી. શું લગ્નને ટકાવવા માટે સેક્સમાં ઍક્ટિવ રહેવું જરૂરી છે?
જવાબ- સેક્સ વિના લગ્ન ન ટકી શકે એવું નથી, પણ જ્યારે બે પાર્ટનરની જરૂરિયાતોમાં મતભેદ હોય ત્યારે જરૂર તકલીફ થઈ શકે. જો બન્ને વ્યક્તિઓની સેક્સ-ડ્રાઇવ લો હોય તો ચાલી જાય, પણ એકની હાઈ અને બીજાની લો હોય તો એક પ્રકારનું ઘર્ષણ અચૂક રહેવાનું.
કદાચ તમારા કેસની વાત કરીએ તો મને લાગે છે કે તમે સેટલ થવા માટે અથવા તો દુન્યવી સુખ-સુવિધાઓ પરિવારને રળી આપવા માટે થઈને એટલું સ્ટ્રેસ ઉઠાવી લીધું છે કે હવે તમને તમારી ખુદની લાઇફ જીવવામાં, એને એન્જાય કરવામાં રસ નથી રહ્ના. તમે સેટલ થવા માટે મહેનત કરો છો એ બરાબર છે. પણ જસ્ટ વિચાર કરો કે તમે પૈસા અને એશઆરામમાં આળોટતા હો ત્યારે તમે સાવ એકલા પડી ગયા હો તો એ સુખ-સુવિધાઓ ભોગવવી ગમશે?
તમે લવ-મૅરેજ કર્યા છે, મતલબ કે તમને વાઇફ ગમે છે અને તેની સાથે તમે અંગતતા માણવાની ઇચ્છા રાખતા આવ્યા છો. માત્ર જરૂર છે સ્ટ્રેસનો ભાર ઘટાડવાની. જસ્ટ એક વીકની છુટ્ટી લઈને જ્યાં ફોન, ઇન્ટરનેટ કશું જ ન ચાલતું હોય ત્યાં જતા રહો. જસ્ટ તમે અને તમારી વાઇફ. બધી જ ચિંતાઓ કોરાણે મૂકીને માત્ર એકમેકની કંપની માણો. મસ્ત મજાના વેકેશન પછી પણ ઍટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ માત્ર અને માત્ર તમારી પત્ની માટે ફાળવો. સંબંધમાં માત્ર રોમૅન્સ જાળવશો તો આપમેળે વાત રતિક્રીડા સુધી પહોંચી જશે એની ખબર પણ નહીં રહે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK