મારી કામેચ્છા પ્રબળ છે, વધુ સેક્સથી વિર્ય વહાવી દેવાય તો ભવિષ્યમાં બાળકને તકલીફ પડે?

Published: Sep 08, 2020, 15:05 IST | Dr.Ravi Kothari | Mumbai

એકાદ વરસ પછી અમે બાળક પ્લાન કરીશું એટલે ચિંતા છે કે જો વધુ વાર સમાગમ કરીને વીર્ય વહાવી દેવાશે તો શું બાળકના સ્વાસ્થ્ય પર એની કોઈ અસર થાય?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી અંગત લાઇફ પણ ઘણી સારી છે અને પત્નીનો સાથ પણ સરસ છે. તમે કહો છો કે સેક્સ કેટલી વાર કરીએ છીએ એ અગત્યનું નથી, ક્વૉલિટી વધુ મહત્ત્વની છે. એ વાત સાથે હું સહમત થાઉં છું, પરંતુ ખબર નહીં કેમ પણ મને વધુ વાર સમાગમ કરવાનું મન થાય છે. બે સમાગમ વચ્ચે થોડોક વધુ સમય રાખીએ તો કદાચ વધુ આનંદ અને ઑર્ગેઝમ આવતું હશે, પણ મારી કામેચ્છા બહુ પ્રબળ છે એટલે લાંબો સમય વચ્ચે જતો જ નથી. અમારાં બે સગાંને ત્યાં બાળકો જન્મ્યાં છે જેમાંથી એકને સાંભળવામાં તકલીફ છે તો બીજાને સ્પાઇનમાં તકલીફ છે. આ બન્ને બાળકના પેરન્ટ્સ એકાંતરે સેક્સ કરવાની આદત ધરાવતા હતા. એમાંય બન્ને પુરુષોને નાનપણથી હસ્તમૈથુનની આદત હતી. એકાદ વરસ પછી અમે બાળક પ્લાન કરીશું એટલે ચિંતા છે કે જો વધુ વાર સમાગમ કરીને વીર્ય વહાવી દેવાશે તો શું બાળકના સ્વાસ્થ્ય પર એની કોઈ અસર થાય?
જવાબ- બાળકના સ્વાસ્થ્યનો આધાર માતા અને પિતા કેટલી વાર સેક્સ માણે છે એના પર નહીં, પરંતુ પેરન્ટ્સના જનીન પર આધારિત છે. પતિ કે પત્નીમાં જો કોઈ જિનેટિક ખામી કે ઊણપ હોય અથવા તો ગર્ભકાળ દરમ્યાન કૉમ્પ્લિકેશન્સ થયાં હોય તો બાળક નબળું કે ખામીયુક્ત આવી શકે છે. બાળકની હેલ્થ અને વધુપડતું વીર્ય વહી જવાને કોઈ સંબંધ નથી. હા, તમને અન્ય આદતો જેવી કે સ્મોકિંગ, દારૂ પીવાની આદત હોય કે પછી પ્રેગ્નન્સી દરમ્યાન સ્વસ્થ અને સંતુલિત આહાર લેવાની આદત ન હોય તો બાળકના વિકાસમાં તકલીફ આવી શકે છે.
બાળકના વિકાસમાં માતા-પિતાની ઉંમર પણ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટી ઉંમરે બાળક પેદા થાય ત્યારે પણ બાળકના વિકાસમાં તકલીફ થવાની શક્યતા રહે છે. વધુ વાર વીર્ય વહી જવાથી વીર્યની કદાચ ક્વૉન્ટિટી ઘટી જાય એવું બને, વીર્ય પાતળું પણ પડી શકે; પણ એનાથી શુક્રાણુ નબળા થઈ જાય એવું નથી હોતું. વીર્ય સંઘરી રાખવાથી શુક્રાણુ સ્ટ્રૉન્ગ પણ નથી થઈ જતા. જો એમ થતું હોય તો જેમના શુક્રાણુ નબળા હોય છે તેઓ જો એક મહિનો બ્રહ્મચર્ય પાળ્યા પછી જે વીર્ય કાઢે એ એકદમ સ્ટ્રૉન્ગ હોવું જોઈએ, પણ એમ નથી થ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK