મારું વજન બહુ જ જલદી વધી જાય છે : સાનિયા

Published: Dec 30, 2014, 05:14 IST

એમ કહેતી ચુલબુલી ટેનિસ-સ્ટાર સાનિયા મિર્ઝા માટે તેનું પર્ફેક્ટ બૉડી એ જ છે એનું લેટેસ્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટFitness Funda - પલ્લ્વી આચાર્ય

તેલંગણની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર અને ચુલબુલી ટેનિસ-સ્ટાર સાનિયા મિર્ઝા થોડી હટકે ફિટનેસની વ્યાખ્યા કરતાં કહે છે, ‘મારે મન ફિટનેસ એટલે સ્વસ્થ હોવું. ટેનિસ-સ્ટાર હોવાને નાતે શરીરને ફિટ રાખવા હું જેકાંઈ કરી રહી છું એ વાસ્તવમાં હેલ્ધી બાબતો નથી. અમારે શરીરને કસવું પડે છે, ફિટ રહેવા પ્રયત્ન કરવો પડે છે. પ્રોફેશનલ ઍથ્લીટ તરીકે મારે ફિટનેસને જુદી રીતે લેવી પડે છે, પણ વાસ્તવમાં ફિટનેસ એટલે હેલ્ધી રહેવું. ડૉક્ટર પાસે વારંવાર ન જવું પડે કે ડૉક્ટરથી દૂર રહીએ એટલે આપણે તંદુરસ્ત છીએ એવું જરાય નથી, તંદુરસ્ત એટલે તમે ઓવરઑલ સારા દેખાઓ એ!  ટેનિસ-સ્ટાર પર્ફેક્ટ બૉડીને જ પોતાનું લેટેસ્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ માને છે. સાનિયા એ વાતથી સંપૂર્ણ સહમત છે કે આજના સમયમાં લોકો હેલ્થ-કૉન્શિયસ જરૂર બન્યા છે. દરેકને હવે શેપમાં રહેવાનું વધુ ગમે છે.

શેડ્યુલ ખોરવાય

વીકમાં ચાર દિવસ ત્રણ કલાક જિમમાં એક્સરસાઇઝ કરવાના શેડ્યુલને સાનિયા સ્ટ્રિક્ટલી વળગી રહે છે. જિમમાં ટ્રેડમીલ પર દોડવા ઉપરાંત પણ તે  લૉન્ગ રન દોડે છે. આમ તે રમતી ન હોય ત્યારે રોજ પાંચથી છ કલાક ફિટનેસ માટે આપે છે. તે કહે છે, ‘ફિટનેસ-રિઝાઇમ જેવું કાંઈ નથી, પણ એનો આધાર હું રમતી હોઉં કે ન રમતી હોઉં એના પર છે. હું રમતી હોઉં ત્યારે એ થોડું ખોરવાઈ જાય છે.’

સાનિયા રોજ સવારે સાડાપાંચ વાગ્યે ઊઠી જાય છે. હૈદરાબાદમાં હોય તો ઊઠીને તરત જિમમાં જાય છે. એક કલાક પછી ઘરે આવી બ્રેકફાસ્ટ લે છે. ૮ વાગ્યે ટેનિસ-કોર્ટમાં હાજર થઈ જાય છે. સાડાદસ વાગ્યા સુધી રમીને ઘરે આવે એ પછી ફરી બે વાગ્યાથી સાડાચાર વાગ્યા સુધી ટેનિસ-કોર્ટમાં હોય છે. એ પછી બે કલાક ફિઝિકલ ફિટનેસ માટે જિમમાં જાય છે જેમાં તે બધા પ્રકારની એક્સરસાઇઝ કરે છે.

કોઈ ડાયટ નહીં

સાનિયા કોઈ ચોક્કસ ડાયટને ફૉલો નથી કરતી, પણ ડાયટ પ્રૉપર લે છે. તેનું વજન બહુ જલદી પુટઑન થાય છે, પણ તે ખૂબબધી એક્સરસાઇઝ કરીને વજન વધવા નથી દેતી. તે કહે છે, હું એટલીબધી એક્સરસાઇઝ કરું છે કે મારી બધી ફૅટ બર્ન થઈ જાય છે.

સાનિયામાં પૂરતો સ્ટૅમિના પણ છે.


સાનિયાને નૉનવેજ અને એમાંય મીટ ખાવાનું બહુ ગમે છે. તે કહે છે, ‘સવારે, બપોરે અને સાંજે પણ હું મીટ ખાઉં છું. હું વેજિટેબલ્સને તો ટચ પણ નથી કરતી. મને ખબર છે શાકભાજી ન ખાવાં એ સારી ટેવ નથી, પણ હું ખાઈ જ નથી શકતી. રાઇસ અને રોટલી પણ નથી ખાતી.’

સાનિયા ફ્રૂટ્સ ખાય છે, પણ એમાં તે બહુ ચૂઝી છે. ઍપલ અને બનાના તેને નથી ભાવતાં. એમ તો જન્ક ફૂડ પણ તે નથી ખાતી.

સાનિયાનો ડાયટ સીઝન અને ગેમ પર આધારિત હોય છે. પોતાની પર્ફેક્ટ ગેમ અને ફિટનેસનું સીક્રેટ તે પોતાના ડાયટને માને છે. તેનું ડાયટ નૅચરલ અને વિટામિન્સ તથા પ્રોટીનથી ભરેલું હોય છે. રમત ચાલી રહી હોય ત્યારે સાનિયા કાર્બોહાઇડ્રેટ વધારે લે છે, કારણ કે ત્યારે તેને એનર્જીની જરૂર હોય છે અને જ્યારે રમતી ન હોય ત્યારે કાર્બોહાઇડ્રેટ કમ કરી પ્રોટીન વધુ લે છે.

કૉન્ફિડન્ટ ઍટ ટેનિસ-કોર્ટ

ટેનિસ-કોર્ટ પર આટલો કૉન્ફિડન્સ સાનિયા કેવી રીતે મેળવી શકી? એ માટે તે કહે છે, ‘ટેનિસની ગેમે મને રિયલાઇઝ કરાવ્યું છે કે હું કોણ છું. જ્યારે તમને ખબર પડે કે કોઈ ચીજ તમે બહુ સારી કરી શકો છો તો એનાથી વધુ કૉન્ફિડન્સ બુસ્ટર બીજું શું હોઈ શકે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK