શિઘ્ર સ્ખલનની સમસ્યા છે, થોડા સમયમાં લગ્ન છે, પેશાબમાં બળતરા થાય છે, શું કરું?

Published: May 21, 2020, 21:54 IST | Dr.Ravi Kothari | Mumbai

યુરિનમાં બળતરા બળે છે એનું કારણ તમે ઓછું પાણી પીતા હો એવું બની શકે છે. તીખું, તળેલું અને નમકીન ખાવાનું પ્રમાણ વધુ હોય અને પાણી ઓછું લેતા હો તો યુરિન દરમ્યાન બળતરા થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું ૨૫ વર્ષનો છું. હું જ્યારે પેશાબ કરું છું ત્યારે ઇન્દ્રિયમાં બળતરા થાય છે. પેશાબ પીળો આવે છે. એટલું જ નહીં, પેશાબની શરૂઆતમાં અને પછીથી થોડુંક વીર્ય નીકળે છે. હું ક્યારેક બ્લુ ફિલ્મ જોઉં છું ત્યારે-ત્યારે પણ ઇન્દ્રિયમાંથી ચીકણું પ્રવાહી નીકળે છે. ક્યારેક હસ્તમૈથુન કરું છું તો થોડુંક જ વીર્ય નીકળે છે અને એ પણ પાતળું હોય છે. એવા સમયે બેથી ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. થોડાક જ દિવસમાં મારાં લગ્ન થવાનાં છે અને હું ખૂબ જ ટેન્શનમાં છું. મારી તકલીફનો મહેરબાની કરીને કોઈ દેશી ઈલાજ બતાવશો, જેથી કરીને મારા લગ્નજીવનમાં તકલીફો ન આવે.
જવાબ- યુરિનમાં બળતરા બળે છે એનું કારણ તમે ઓછું પાણી પીતા હો એવું બની શકે છે. તીખું, તળેલું અને નમકીન ખાવાનું પ્રમાણ વધુ હોય અને પાણી ઓછું લેતા હો તો યુરિન દરમ્યાન બળતરા થઈ શકે છે. બે હસ્તમૈથુન વચ્ચેનો સમયગાળો ઓછો હોય એટલે કે ફ્રીક્વન્ટલી મૅસ્ટરબેશન કરવામાં આવે ત્યારે વીર્યની ક્વૉન્ટિટી ઘટી જાય અને એ પાતળું થઈ જાય એવું બને છે.  હવે સૌથી અગત્યની વાત. સામાન્ય રીતે યુરિન પાસ કરતી વખતે વીર્ય નીકળવાનો વાલ્વ બંધ થઈ જાય છે ને વીર્ય નીકળતી વખતે યુરિનનો વાલ્વ બંધ થઈ જાય છે. ક્યારેક એવું બને છે કે વીર્યસ્ખલન થયા પછી પહેલી વાર જ્યારે યુરિન પાસ કરો ત્યારે એમાં વીર્ય નીકળે. જો તમને ઇજેક્યુલેશન થયા પછીના યુરિનમાં વીર્ય નીકળતું હોય તો જ આ તકલીફ હોય. આને રેટ્રોગે્રડ ઇજેક્યુલેશનની તકલીફ કહેવાય. એના યોગ્ય નિદાન માટે તમારે વીર્યસ્ખલન કર્યા પછીનું પહેલું યુરિન કલેક્ટ કરવું અને લૅબોરેટરીમાં આપવું. જો એમાં સ્પર્મેટોઝુઆ નીકળે તો ઉપરોક્ત સમસ્યા છે એવું કહી શકાય. જો એમ હોય તો કોઈ સારા યુરોલૉજિસ્ટને કન્સલ્ટ કરો.
બીજું, ઉત્તેજક દૃશ્યો કે વિચારો દરમ્યાન ઇન્દ્રિયમાંથી ચીકણું જે પ્રવાહી નીકળે છે એ વીર્ય નથી, પણ કાઉપર ગ્રંથિનું ફ્લુઇડ છે. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK