મને પત્ની સાથે સેક્સમાં મજા નથી આવતી. માત્ર ગે સંબંધો જ આગળ વધારવા છે?

Published: Jan 07, 2020, 16:06 IST | Dr. Ravi Kothari | Mumbai

મારે જાણવું છે કે હું ખરેખર હોમોસેક્સ્યુઅલ છું કે ગે? મને પૂછો તો મારે તો માત્ર ગે સંબંધો જ આગળ વધારવા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૩૬ વર્ષનો છું. લગ્નને ૭ વર્ષ થયાં છે. પહેલાં મારી સેક્સલાઇફ સારી હતી, પણ હમણાં તકલીફ ઊભી થઈ છે. મારી વાઇફ પણ વર્કિંગ છે અને કામસર પંદર દિવસ માટે આઉટ ઑફ ટાઉન ગઈ હતી. એ દરમ્યાન મને ખૂબ ઉત્તેજના આવતાં મારી ઑફિસના એક મેલ કલીગ ઇન્ટિમેટ થયેલો. હોમોસેક્સ્યુલિટીનો આ મારો ફર્સ્ટ અનુભવ હતો, પરંતુ તે તો એકદમ અનુભવી હતો અને તેની સાથેના પ્રયોગમાં મને ખૂબ મજા આવી. મારી પત્નીની ગેરહાજરીમાં હું ફરી-ફરીને લગભગ ત્રણેક વાર તેને મળ્યો. ઓરલ સેક્સ દરમ્યાન તેણે વીર્યસ્ખલન મોંમાં કર્યું. એ પછી તો જાણે મને તેનું એડિક્શન થઈ ગયું હોય એવું લાગે છે. વાઇફ આવ્યા પછીયે અમે બે વાર મળ્યા છીએ. હવે મને પત્ની સાથે સેક્સમાં મજા નથી આવતી. મારે ત્રણ વરસનો એક દીકરો છે. મારે જાણવું છે કે હું ખરેખર હોમોસેક્સ્યુઅલ છું કે ગે? મને પૂછો તો મારે તો માત્ર ગે સંબંધો જ આગળ વધારવા છે.

જવાબ : કંઈક ડિફરન્ટ અનુભવના નામે માણસો હાથે કરીને ખોટી દિશામાં વળે છે અને પછી ત્યાંથી પાછા આવવાને બદલે એ દિશા જ તેની સાચી હતી એવું માનીને જીવનમાં સાચો માર્ગ ભટકી જાય છે. આ અવઢવ સાવ જ વ્યર્થ છે. તમે ૩૨ વર્ષના થયા ત્યાં સુધી ક્યારેય તમને સજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થયું હતું? તમે જસ્ટ મોજમજા ખાતર બંધાયેલા સંબંધોથી તમારો સેક્સ્યુઅલ પ્રેફરન્સ બદલાઈ ગયો એવું તમે માનો છો?

ઘણા યંગસ્ટર્સ આમ જ કંઈક નવો પ્રયોગ કરવાને બહાને સેક્સલાઇફ સાથે ચેડાં કરે છે અને પછી પોતાની મૂળભૂત પસંદ બાબતે મૂંઝવણમાં મુકાય છે. મને એક વાત કહો કે તમે અત્યાર સુધી લગ્નજીવન જીવ્યા એ દરમ્યાન ક્યારેય તમને સેક્સલાઇફ માટે અસંતોષ હતો? તમારા પત્રમાં તો એવું નથી જણાતું. તમારા સવાલના વર્ણન પરથી ચોક્કસપણે કહી શકું છું કે તમે ગે નથી. હા, કદાચ બાયસેક્સ્યુઅલ પ્રેફરન્સ હોઈ શકે, પણ એય મોજમજા ખાતર જ.

થોડા સમય માટે તમારું મન ભ્રમિત થઈ ગયું છે, પરંતુ આવા ઇમ્પલ્સિવ સ્ટેટમાં કોઈ પણ નિર્ણય લેવાનું ઠીક નથી. તમે થોડો સમય સજાતીય સંબંધથી દૂર રહીને લગ્નજીવન તરફ ધ્યાન આપો. સૌ સારાં વાનાં થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK