મને ચિંતા છે કે મોટી ઉંમરે શુક્રાણુઓ ઘટી જાય છે એટલે હું પિતા તો બની શકીશને?

Dr Ravi Kothari | Jan 11, 2019, 09:27 IST

સમાગમ વખતે કૉન્ડોમ ન વાપર્યું હોવા છતાં તેને પ્રેગ્નન્સી નથી રહી. મને ઊંડે-ઊંડે લાગે છે કે મારામાં કંઈક કમી તો નહીં હોયને?

મને ચિંતા છે કે મોટી ઉંમરે શુક્રાણુઓ ઘટી જાય છે એટલે હું પિતા તો બની શકીશને?
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૪૧ વર્ષ છે. સામાજિક કારણોસર મારાં યંગ એજમાં લગ્ન નહોતાં થઈ શક્યાં. બે મહિના પછી મારાં લગ્ન થવાનાં છે. મોટા ભાગે હું એકલો જ રહ્યો છું, પરંતુ સેક્સની બાબતમાં ઍક્ટિવ રહ્યો છું એટલે પર્ફોમન્સની ચિંતા નથી. યંગ એજમાં ઘણી ગર્લફ્રેન્ડ્સ હતી અને એ પછી ક્યારેક પ્રોફેશનલ ગર્લ્સ પાસે પણ ગયો છું. સંબંધો બાંધવામાં અને સંતોષ આપવાનો પર્ફોમન્સ સારો છે. જોકે ઉંમર થવાની સાથે હવે ઇચ્છા, કડકપણું અને વીર્યની ક્વૉન્ટિટી ઘટવા લાગી છે. હાલમાં જેની સાથે મારાં લગ્ન થવાનાં છે તેની સાથે પણ મેં એક-બે વાર સંબંધો બાંધ્યા છે. એ વખતે કૉન્ડોમ ન વાપર્યું હોવા છતાં તેને પ્રેગ્નન્સી નથી રહી. મને ઊંડે-ઊંડે લાગે છે કે મારામાં કંઈક કમી તો નહીં હોયને? મોટી ઉંમરે શુક્રાણુઓ ઘટી જાય છે એટલે હું પિતા તો બની શકીશને? મારા વીર્યમાં કમી હશે તો?

જવાબ : ઉંમર વધવાને કારણે વીર્યની માત્રામાં ફરક આવે એ સમજી શકાય એમ છે, પણ જો તમે વધુ ઍન્ગ્ઝાયટીમાં રહેશો તો એની વિપરીત અસર પડી શકે છે. બને એટલા રિલૅક્સ્ડ રહો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, તમારી ઉંમર ૪૧ વર્ષ છે તો તમારા ભાવિ પાર્ટનરની ઉંમર પણ મોટી જ હશે. આવા સંજોગોમાં જો તમારે બાળક મેળવવું હોય તો તમારા બન્નેની ફર્ટિલિટીની ચિંતા કરવી જોઈએ. આ માટે તમારા વીર્યની તપાસ કરાવવી જોઈએ. ત્રણ-ચાર દિવસ સુધી હસ્તમૈથુન, સંભોગ કે સ્વપ્નદોષથી વીર્યસ્ખલન ન થયું હોય એ પછી જ વીર્ય આપવાનું રાખવું. એટલે કે તમે જ્યારે વીર્ય ટેસ્ટિંગ માટે આપો એના ત્રણ-ચાર દિવસ પહેલાંથી હસ્તમૈથુન કે સંભોગથી વર્જિત રહેવું. તમે જે લૅબોરેટરીમાં વીર્યની ટેસ્ટ કરાવવાના હો ત્યાં જઈને જ વીર્યનું સ્ખલન કરીને વીર્યનું સૅમ્પલ આપી શકો તો બેસ્ટ.

આ પણ વાંચો : પતિ મંદિરની પાછળ બીજી નાની ઉંમરની મહિલાને મળે છે એવી બાતમી મળી છે, શું કરવું?

ઘણી વ્યક્તિઓને ઑન ડિમાન્ડ અથવા એક રૂમમાં હસ્તમૈથુનથી વીર્યનું સ્ખલન કરવામાં તકલીફ પડતી હોય છે. તેમણે લૅબમાંથી આગલા દિવસે એક બૉટલ લઈ જઈને ઘરે સ્ખલન કરીને સૅમ્પલ લેવું અને અડધા કલાકમાં લૅબોરેટરીમાં પહોંચાડી દેવું. એવું ધારી લેવાની જરૂર નથી કે તમારામાં ખામી છે જ. હજી લગ્ન થવા દો. ધારો કે શરૂઆતના થોડાક મહિનાઓમાં બાળક ન થયું તો વધુ પરીક્ષણો કરીને રસ્તો નીકળી શકે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK