બીજા લગ્ન પછી સેક્સની ઇચ્છા નથી થતી, શું થઇ શકે?

Published: Sep 07, 2020, 15:25 IST | Dr.Ravi Kothari | Mumbai

તમે જે વર્ણન કર્યું છે એ પરથી મને સમસ્યા તનમાં નહીં, મનમાં હોય એવું લાગે છે. તમે ઉત્થાનની સમસ્યા કેમ દૂર કરવી એ વિચારો છો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- એક વર્ષ પહેલાં જ મારાં બીજાં લગ્ન થયાં છે. પહેલાં લવમૅરેજ હતાં, પણ વાઇફ એક્સિડન્ટમાં મૃત્યુ પામી ને અેક દીકરો અને હું પાછળ રહી ગયા. દીકરાને માની જરૂર પડશે અેમ વિચારીને બીજાં લગ્ન કર્યાં, પણ એમાં જાતીય જીવનની સમસ્યાઓને કારણે સંબંધ ગુંચવાઈ ગયો છે. પહેલી વાઇફ સાથે મને ક્યારેય સેક્સ્યુઅલ સમસ્યાઓ નડી નહોતી. બીજી વાઇફથી મને કોઈ ફરિયાદ નથી, પણ મને તેની સાથે સેક્સ-લાઇફમાં રસ નથી આવતો. ૪૨ વર્ષની ઉંમરે ફરી લગ્ન કરીએ તો સેક્સ-લાઇફમાં ખાસ રસ ન જ હોય. લગ્ન પછી અમે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલી વાર સમાગમ કર્યો છે અને અેમાં પણ પત્નીને સંતોષ નથી. તેનો આગ્રહ હોય છે, પણ હું ડિસ્ટન્સ રાખું છું. ઉત્થાનમાં સમસ્યા નડવા લાગી છે. વાયેગ્રાની ગોળીઓ લઉં છું તોપણ ખાસ ફરક નથી. મારા દોસ્તો મને સેક્સી વિડિયો ક્લિપ્સ મોકલાવે છે એ જોવામાં પણ રસ નથી પડતો. વાઇફની ફરિયાદો દિવસે ને દિવસે વધી રહી છે. જો કંઈક નક્કર પગલાં નહીં લઉં તો બીજાં લગ્ન તૂટી જશે.
જવાબ- તમે જે વર્ણન કર્યું છે એ પરથી મને સમસ્યા તનમાં નહીં, મનમાં હોય એવું લાગે છે. તમે ઉત્થાનની સમસ્યા કેમ દૂર કરવી એ વિચારો છો, પણ મને લાગે છે કે તમને કામેચ્છામાં ઓટ આવી રહી છે. મતલબ કે સેક્સ-લાઇફમાં રસ જ નથી આવતો. કામેચ્છાના અભાવે જ તમને વાયેગ્રાની અસર નથી થતી. વાયેગ્રા માત્ર ઉત્થાન વધારવાનું કામ કરે છે. ૨૦ ટકા ઉત્તેજના આવતી હોય તો એ ૮૦ કે ૯૦ ટકા જેટલી લાવી શકે. વાયેગ્રા કામેચ્છા નથી વધારતી.
મને લાગે છે કે તમે ફર્સ્ટ વાઇફના વિરહના ડિપ્રેશનમાં છો. પહેલાંની સુખી જિંદગીની યાદો ન ભુલાવાને કારણે તમે નવી બદલાયેલી જિંદગીમાં ગોઠવાઈ નથી શક્યા. પરિવારજનોના કહેવાથી બીજાં લગ્ન તો કર્યાં, પણ એનો મનથી સ્વીકાર નથી થયો. સારી યાદો સતત સાથે રહેવી જોઈએ એની ના નહીં, પણ વર્તમાન જીવનને જીવવાનું ચૂકી ન જવાય. જરૂર પડે તો કાઉન્સેલરની મદદ લઈને નવી જિંદગીને ધીમે-ધીમે ઍક્સેપ્ટ કરતાં શીખી જાઓ. સમસ્યા જડમૂળમાંથી દૂર થઈ જશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK