હાલમાં બે છોકરીઓ સાથે ડેટ પર જાઉં છું, હવે બેમાંથી કોની પસંદગી કરું?

Sejal Patel | Jan 11, 2019, 09:31 IST

લ્લાં ત્રણ વર્ષથી હું નોકરી કરું છું. કૉલેજમાં હતો ત્યારથી બહુ જ ઇન્ટ્રોવર્ટ હોવાથી ગર્લ્સ સાથે ખાસ દોસ્તી નહોતી

હાલમાં બે છોકરીઓ સાથે ડેટ પર જાઉં છું, હવે બેમાંથી કોની પસંદગી કરું?
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ 

સવાલ : છેલ્લાં ત્રણ વર્ષથી હું નોકરી કરું છું. કૉલેજમાં હતો ત્યારથી બહુ જ ઇન્ટ્રોવર્ટ હોવાથી ગર્લ્સ સાથે ખાસ દોસ્તી નહોતી. મને ઘણીયે છોકરીઓ જોતાં જ ગમી જતી, પણ તેમની સાથે સામે ચાલીને વાત કરવાની હિંમત ન હોવાથી કદી વાત બનતી નહીં. જૉબ પર હું જોડાયો ત્યારે પણ એવું જ થયું. આ છોકરી પણ મારા જેવી જ અંતમુર્ખી હતી. આ વખતે તો મેં તેની સાથે વાતચીત કરીને નજદીકી કેળવવાના પ્રયાસ પણ કર્યા, પરંતુ વાત બની નહીં. એવામાં મારી કૉલોનીમાં હજી આઠ મહિના પહેલાં જ રહેવા આવેલી એક છોકરીએ મને પ્રપોઝ કર્યું. તે ખૂબ જ આઉટગોઇંગ, મોંફાટ અને બિનધાસ્ત છે. તેની આ ખાસિયતને કારણે તેની પહેલથી જ અમે દોસ્ત બનેલાં. સોસાયટીનાં ફંક્શન્સની તૈયારી માટે મળવાનું થતું અને પછી તો એમ પણ ફ્રેન્ડશિપ વધતી ગઈ. આ પહેલાં મેં ક્યારેય તેની સાથે સંબંધો આગળ વધારવા બાબતે નહોતું વિચાર્યું, પરંતુ તેણે જ મને કૉફી માટે બહાર મળવાનું પૂછ્યું અને એમ અમે અનઑફિશ્યલ ડેટ પર જવાનું ચાલુ કર્યું. સમસ્યા એ છે કે આ સમય દરમ્યાન હવે મારી ઑફિસમાં જે છોકરી છે તે પણ મને બહાર મળવાનાં સિગ્નલ્સ આપે છે. કામના પ્રોજેક્ટને કારણે અમારે વધારે કલાકો સાથે ગાળવાના હોવાથી તેની સાથે પણ નજદીકી વધી છે. સમસ્યા એ થઈ કે હું બન્ને છોકરીઓ સાથે ડેટ પર જઉં છું ને આગળ શું કરવું એ નક્કી નથી કરી શકતો. સાચું કહું તો મને આ બન્ને છોકરીઓ એકસરખી ગમે છે. હું બેમાંથી કોઈનેય છોડી શકું એમ નથી. તે બન્ને પણ મને ખૂબ પસંદ કરે છે. એને કારણે મારી મૂંઝવણ વધી ગઈ છે.

જવાબ : લાગે છે કે તમને રિલેશનશિપમાં પહેલ કરવાનું નથી ફાવતું. અત્યાર સુધી તો વાંધો નથી આવ્યો, પરંતુ હવે જો સ્પષ્ટ નિર્ણય નહીં લો તો બાજી બગડી શકે છે. અત્યારે બન્ને તમને પસંદ કરે છે, પણ જો બેમાંથી એકની પસંદગી નહીં કરો તો બન્ને તમને છોડીને જતી રહે એવું સંભવ છે. તમે બન્નેને સરખો પ્રેમ કરો છો એવું કહો છો, પણ એ શક્ય નથી. ધારો કે એ વાત હું માની લઉં તો પણ પેલી બે છોકરીઓ નથી સમજવાની. એક મ્યાનમાં બે તલવાર રહે તો કેવું સારું એવા શેખચલ્લીનાં સપનાં તમને આવતાં હોય તો નીંદરમાંથી ઊઠી જવું બહેતર છે.

કોઈકે કહ્યું છે કે જો તમે એકના પ્રેમમાં હો ને એ જ સમયે તમને બીજી વ્યક્તિ માટે પણ એવો જ પ્રેમ અનુભવવા લાગે તો સમજવું કે તમે ખરેખર પ્રેમમાં નથી.

તમારે વધુ વિહ્વળ થયા વિના જરાક શાંત થઈને તમારા દિલને જ પૂછવાનું છે. અત્યારે બન્ને યુવતીઓ તમને પ્રેમ કરી રહી છે. એ તમને ખૂબ ગમે એવી પરિસ્થિતિ હશે. એટલે કદાચ બન્ને સાથે રોમૅન્સ આગળ વધારવાની ઇચ્છા થશે. એવું ન હોય તોય એકને હા પાડીને બીજીનો પ્રેમ ખોવા માટે તમારું મન નહીં માનતું હોય, પરંતુ જો તમે બન્ને સંબંધોને એકસાથે આગળ વધારશો તો બન્ને યુવતીઓને ખોઈ બેસો એવું બની શકે છે.

આ પણ વાંચો : મને ચિંતા છે કે મોટી ઉંમરે શુક્રાણુઓ ઘટી જાય છે એટલે હું પિતા તો બની શકીશને?

જીવન કોની સાથે જીવવું છે એ નિર્ણય લેવા સ્વસ્થ અને શાંત થઈને દિલનો અવાજ સાંભળો. જો તમે બન્નેને પ્રેમ કરતા હો તો જલદી નિર્ણય લેવો જોઈએ, કેમ કે બેમાંથી જેને ના પાડશો તેનું દિલ તૂટશે જ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK