Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મહેમાનને સર્વ કરો ઘરે બનાવેલી સ્વાદિષ્ટ ખાંડવી

મહેમાનને સર્વ કરો ઘરે બનાવેલી સ્વાદિષ્ટ ખાંડવી

27 February, 2019 11:46 AM IST |

મહેમાનને સર્વ કરો ઘરે બનાવેલી સ્વાદિષ્ટ ખાંડવી

ટેસ્ટી ખાંડવી

ટેસ્ટી ખાંડવી


ખાંડવી ગુજરાતીઓની મનપસંદ ડીશ છે. એને ખાવા માટે કોઈ પણ તહેવારની જરૂર નથી કારણ કે આપણે ક્યારે પણ એને બનાવી શકીએ છીએ. ખાસ કરીને દિવાળીમાં બધા મહેમાન મિઠાઈ ખાઈને થાકી જાય છે ત્યારે આપણે આ ટેસ્ટી ખાંડવી એમને પીરસી શકીએ છીએ. તમે એને બનાવીને રાખી શકો છો. તો તમે ઘરે ખાંડવી કેવી રીતે બનાવશો, જાણો રીત.

સામગ્રી



- એક વાટકી ચણાનો લોટ


- અઢી વાટકી છાશ

- ચપટી હળદર


- એક ટીસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ

- મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

- ત્રણ ટીસ્પૂન તેલ

- એક ટીસ્પૂન રાઈ

- એક ટીસ્પૂન તલ

- કોપરાનું છીણ

- કોથમીર

રીત

- સૌ પ્રથમ એક મોટા વાટકામાં ચણાનો લોટ, છાશ, હળદર અને મીઠું ભેગું કરો.

- તેનું મિશ્રણ ત્યાર કરો. પછી તેને ધીમા ગેસ પર મૂકી એક જ દિશામાં ગોળ-ગોળ હલાવો. મિશ્રણ ઘટ્ટ બનતું જશે

- મિશ્રણમાં ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખવું.

- વાટકામાં મિશ્રણ ચોટે નહીં અને છુટું પડે તો સમજો કે ત્યાર થઈ ગયું છે.

- રસોડાના પ્લેટફોર્મ પર મિશ્રણ ફેલાવો અથવા થાળીના પાછળના ભાગ પર મિશ્રણને ફેલાવો

- આ ફેલાવવા વાટકીના પાછલા ભાગના ઉપયોગ કરી શકાય અથવા શાકના ચમચાથી પણ ફેલાવી શકો છો.

- ધ્યાન રાખવાનું કે ઠંડુ પડે તે પહેલાં તેને ફટાફટ પાથરો.

- હવે તેને બે મિનટ માટે ઠંડુ થવા દો. પછી તેમાં કાપા પાડી તેના રોલ વાળી લો.

- હવે એક ડીશમાં બધા રોલ મૂકીને તેમાં કાપા પાડો.

- નાના વાઘરીયામાં તેલ લઇ તેમાં રાઈ અને તલનો વઘાર કરો.

- આ વઘારને ખાંડવી પર ચમચીથી રેડી દો

આ પણ વાંચો : આ રીતે બનાવો ચટપટા પટેટો બૉલ્સ

- ઉપર કોથમીરથી શણગારો.

- પછી તેને સર્વ કરો.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2019 11:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK