Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જાણો સ્વાદિષ્ટ ચટાકેદાર સુરતી લોચો બનાવવાની રીત

જાણો સ્વાદિષ્ટ ચટાકેદાર સુરતી લોચો બનાવવાની રીત

03 March, 2019 12:45 PM IST |

જાણો સ્વાદિષ્ટ ચટાકેદાર સુરતી લોચો બનાવવાની રીત

સુરતી લોચો

સુરતી લોચો


સુરતી લોચો ઓછા તેલમાં અને વરાળમાં બફાયેલી એક બહુ જ સારી ગુજરાતી મસાલેદાર વાનગી છે એને ગ્રીન ચટણી, લીલા મરચા અને સેવ સાથે પીરસવામાં આવે છે જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે તો લોચોની મજા માણવા સુરત જવાની જરૂર નથી. આ સ્પેશિયલ લોચો તમે ઘરે બનાવીને એની મજા માણી શકો છો. તો આવો તમને જણાવીએ ઘરે કેવી રીતે સુરતી લોચો બનાવી શકાય છે.

સુરતી લોચો



સામગ્રી


ચણાની દાળ- ૧ વાટકી
ચણાનો લોટ- ૧ ચમચી
ક્રશ કરેલું આદું અને લીલું મરચું - ૧ ચમચી,
મીઠું- સ્વાદ અનુસાર
હળદર: ચપટી, પાણી - જરૂર મુજબ
ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ - પા ચમચી,
ખમણનો ટુકડો - એક
સંચળ - જરૂર મુજબ
શેકેલા જીરુંનો પાવડર- જરૂર મુજબ
મરી- સ્વાદ અનુસાર
ડુંગળી- ઝીણી સમારેલી એક
ઝીણી સેવ- જરૂર મુજબ
બેથી ત્રણ ચમચા માખણ
ચટણી માટે કોથમીર અને પાલક

રીત


સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અડધો કલાક રહેવા દો. હવે આ ખીરાને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં આદુ અને લીલા મરચાની પેસ્ટ અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનિટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જુઓ. જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો નહીંતર ગરમ-ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો. એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી ચીજો મીક્સરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.

ચીઝ બહું ભાવતી હોય તો ચીઝ ખમણીને પણ ખાઈ શકાય છે અને દાડમના દાણા સાથે લોચાની મજા માણી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2019 12:45 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK