કાજુ બિસ્કિટ
કાજુ બિસ્કિટ
સામગ્રી
+ ૧ કપ ઘી
ADVERTISEMENT
+ ૧ ટી-સ્પૂન બેકિંગ પાઉડર
+ અઢી કપ મેંદો
+ અડધો કપ રવો
+ અડધો કપ કાજુનો ભૂકો
+ ૧ ટી-સ્પૂન જાયફળ
+ ૧ ટી-સ્પૂન ઇલાયચી
+ સવાકપ બૂરું ખાંડ
રીત
પ્રથમ ઘીને ફીણવું. પછી એમાં બેકિંગ પાઉડર નાખવો. બધી જ સામગ્રી નાખવી. ખાંડ ચાળીને નાખવી.
સહેજ દૂધ નાખી આકાર આપવો.
ટ્રે પર માખણ લગાડી મેંદો ભભરાવવો. બિસ્કિટ ગોઠવવાં.
૧૮૦ સે કે તાપે પંદરથી વીસ મિનિટ બેક કરવા. નીચેથી ગુલાબી થાય એટલે બહાર કાઢી ઠડાં કરવાં.