સાડીના પાલવને આ રીતે રાખશો, તો કમર દેખાશે પાતળી

Jan 06, 2019, 16:03 IST

સાડી તમે કોઈ પણ સ્ટાઈલથી કેરી કરી શકો છો. સાડી પહેરાતા સમયે જો તમે સાડીનો પાલવ બોલીવુડની હિરોઈન્સની જેમ રાખતા શીખી જશો તો તમારી કમર તો પાતળી દેખાશે જ સાથે સાથે તમે ગ્લેમરસ પણ દેખાશો.

સાડીના પાલવને આ રીતે રાખશો, તો કમર દેખાશે પાતળી

સાડી તમે કોઈ પણ સ્ટાઈલથી કેરી કરી શકો છો. સાડી પહેરાતા સમયે જો તમે સાડીનો પાલવ બોલીવુડની હિરોઈન્સની જેમ રાખતા શીખી જશો તો તમારી કમર તો પાતળી દેખાશે જ સાથે સાથે તમે ગ્લેમરસ પણ દેખાશો.

સાડીમાં લાંબા દેખાવા માટે

deepika padukone

(તસવીર સૌજન્યઃહર ઝિંદગી)

દીપિકા પાદુકોણની જેમ જો તમારી હાઈલ લાંબી છે અને તમારી કમરનો શેપ સારો છે, તો તમે સાડીની પાતળી પાટલી વાળીને તેને ખભા પર પિન લગાવીને સેટ કરી શકો છો. જો તમે દીપિકા પાદુકોણેને ધ્યાનથી જોઈ હશે, તો તેમણે સ્લિવલેસ બ્લાઉઝ પહેર્યો છે, જે દેખાવમાં નોર્મલ લાગે છે, પરંતુ કમરથી તે ખૂબ જ ઉંચો છે, જેને કારણે દીપિકા તેમાં વધુ પાતળી અને લાંબી દેખાય છે. તો જો તમે પણ સાડીમાં લાંબા અને પાતળા દેખાવા માંગો છો તો દીપિકાની જેમ સાડી પહેરો.

સાડીમાં બહાર આવતા પેટને કેવી રીતે છુપાવશો ?

priyanka chopara

(તસવીર સૌજન્યઃહર ઝિંદગી)

પ્રિયંકા ચોપરાની સાડી પહેરવાની સ્ટાઈલ એ દરેક યુવતીને પસંદ આવશે જેમનું પેટ થોડું બહાર આવવાનું શરૂ થઈ ગયું હશે. દેશી ગર્લની જેમ દરેક ઈન્ડિયન યુવતી જો સાડીનો પાલવ આ રીતે કેરી કરે તો તેમની કમરનો શેપ દેખાશે. જેનાથી તમે પણ બોલીવુડ હિરોઈન પ્રિયંકા ચોપરાની જેમ ગ્લેમરસ દેખાશો. સાડી પહેરવાની આ સ્ટાઈલ યંગ યુવતીઓને જરૂર ગમશે.

સાડીમાં ગ્લેમરસ દેખાવા માટે

katrina kaif

(તસવીર સૌજન્યઃહર ઝિંદગી)

કેટરીના કૈફ હોટ છે, ગ્લેમરસ છે અને બૉલીવુડની મોસ્ટ સ્ટાઈલિશ એક્ટ્રેસ છે. કેટ ઈન્ડિયન અને વેસ્ટર્ન દરેક પ્રકારનો લૂક કેરી કરવો સારી રીતે જાણે છે. આમ તો કેટરીના કૈફને સાડી પહેરવાની તક ઓછી જ મળે છે, પરંતુ જ્યારે જ્યારે તે સાડી પહેરે છે ત્યારે ગજબ ખૂબસુરત લાગે છે. જો તમારું ફિગર પણ કેટની જેમ વેલમેઈન્ટેઈન્ડ છે અને તમને બોલ્ડ દેખાવુ ગમે છે તો બ્લાઉઝ આગળથી દેખાય તે રીતે કમરની સાથે ફ્રંટ સાઈડથી પેટ દેખાય તે પ્રકારનો લૂક અપનાવી શકો છો.

સાડીમાં બોલ્ડ અને એલિગન્ટ દેખાવા માટે

kareena kapoor

(તસવીર સૌજન્યઃહર ઝિંદગી)

બેબોથી વધુ બોલ્ડ સાડીમાં ભાગ્યે જ કોઈ બીજી હિરોઈન લાગી શક્શે. કરીના ભલે ગમે તે રીતે સાડી પહેરે પરંતુ તે ખૂબ જ બોલ્ડ, ગ્લેમરસ અને સ્ટાઈલિશ દેખાય છે. સાડીનો પાલવ જે રીતે કરીના રાખે છે, તે સ્ટાઈલ ખૂબ જ અલગ છે. કરીના કપૂર ખાન જ્યારે લાલ સાડીનો પાલવ ખોલીને રાખે છે, ત્યારે તેની નાભિ દેખાય છે અને પાછળથી પીઠ દેખાય છે. કરીનાની સાડી પહેરવાની આ સ્ટાઈલ ખૂબ જ એલિગન્ટ છે. જો તમે પણ કરીનાની જેમ બોલ્ડ દેખાવા ઈચ્છો છો તો સાડીના પાલવની પાટલી વાળીને તેને ખભા પર બાંધી દો.

 

સંબંધિત સમાચાર

     
     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK