સતત લેપટૉપ પર કરો છો કામ? તો હાથ અને આંગળીઓને રિલેક્સ કરવા કરો આ...

Published: 27th January, 2021 16:45 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

જો લેપટૉપ પર વધારે સમય સુધી કામ કરવાતી હાથ અને આંગળીઓમાં દુઃખાવો થવા લાગે તો આ રીતે કરો તેને દૂર.

તસવીર સૌજન્ય હરઝિંદગી
તસવીર સૌજન્ય હરઝિંદગી

ભારતમાં લગભગ 50 ટકાથી પણ વદારે લોકો લેપટૉપ પર કામ કર્યા વગર રહી શકતા નથી. એવું નથી કે આ તેમની મજબૂર છે, પણ આ જ તેમનું કામ છે. અહીં કોરોનાને કારણે કેટલાય લોકો કૉમ્પ્યુટર અને લેપટૉપ પર કામ કરવા માંડ્યા છે, જેમણે આ પહેલા કૉમ્પ્યુટર અને લેપટૉપ પર ક્યારેય કામ કર્યું નથી. એવામાં વધારે કામ કરવા અને નવા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે. કૉમ્પ્યુટર અને લેપટૉપ પર કામ કરવાથી કમરનો દુઃખાવો, ડોકનો દુઃખાવો વગેરેની વાત તો બધાં કરે છે પણ હાથ અને આંગળીઓમાં થનારા દુઃખાવાનો ઉલ્લેખ કોઇ નથી કરતા. જો કૉમ્પ્યુટર અને લેપટૉપ પર કામ કરવાથી હાથ અને આંગળીઓમાં દુઃખાવો થવા લાગ્યો છે તો તમે આ રીતે તે મુશ્કેલીમાંથી સરળતાથી છૂટકારો મેળવી શકો છો.

સમયાંતરે હાથને કરતા રહેવું સ્ટ્રેચ
કામ કરતી વખતે સમયાંતરે નાના બ્રેક લેવા ખૂબ જ જરૂરી છે. સમયાંતરે બ્રેક લેવાથી તમારા હાથ અને આંગળીઓને સ્ટ્રેચ કરવા. કેટલીક વાર બ્રેક ન લેવાને કારણે શરીરના દુઃખાવાની સાથે સાથે અન્ય શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બ્રેક અને કામ દરમિયાન મુટ્ઠી પણ એક બે વાર બંધ કરવી અને ખોલતાં રહેવી, સાથે જ એકથી બે વાર બાંય પણ સ્ટ્રેચ કરવી.

કૉમ્પ્યુટર અને લેપટૉપની પૉઝીશન
કૉમ્પ્યુટર અને લેપટૉપની પૉઝીશન પણ તમને ઘણી મુશ્કેલીઓથી દૂર રાખી શકે છે. કૉમ્પ્યુટર અને લેપટૉપને તે જ સ્થળે રાખવા જ્યાંથી તમે સારી રીતે ટાઇપિંગ કરી શકો અને કામ પણ. ક્યારેક ક્યારેક ઉંચી-કે નીચેની પૉઝીશન પર કૉમ્પ્યુટ હોવાથી કે યોગ્ય રીતે માપસર જગ્યાએ લેપટૉપ કે કૉમ્પ્યુટર ન હોવાથી પણ હાથ અને આંગળીઓમાં દુઃખાવો થવા લાગે છે. માટે કૉમ્પ્યુટર અને લેપટૉપ પર કામ કરતી વખતે પૉઝીશન પર ધ્યાન આપવું જરૂરી છે.

હાથ અને આંગળીઓની કરવી મસાજ
જો તમે ઑફિસ કે વર્ક ફ્રોમ હોમમાં પણ કૉમ્પ્યુટર અને લેપટૉપ પર નવ થી દસ કલાક કામ કરો છો, તો શરીરની સાથે-સાથે હાથ અને આંગળીઓની મસાજ પણ ખૂબ જ જરૂરી છે. આ માટે કાંડાને સમયાંતરે એક તરફથી બીજી તરફ ફેરવતા રહેવું. ફેરવવાની સાથે સાથે તમે આંગળીઓને ઇન્ટરલૉક પણ કરતા રહેવું. તમે કામ પછી ઘરે પહોંચીને કોઇક આયુર્વેદિક ઑઇલથી પણ મસાજ કરી શકો.

વધારે દબાણ ન કરવું
કેટલાક એવા લોકો પણ હોય છે, જે કામ કરતી વખતે હાથ અને આંગળીઓ પર વધારે દબાણ નાખે છે, જેને કારણે પણ હાથ અને આંગળીઓમાં દુઃખાવો થવા માંડે છે. કીબૉર્ડ પર કામ કરતી વખથે તમારે હંમેશાં આરામથી કામ કરવું વધારે દબાણ ન નાખવું. આ પ્રકારે હાથ અને આંગળીઓમાં દુઃખાવાનો સામનો નહીં કરવો પડે.

એક્સરસાઇઝ કરવી
હાથ અને આંગળીઓમાં કોઇપણ પ્રકારનો દુઃખાવો ન થાય તે માટે તમારે નિયમિત રીતે હાથ અને આંગળીઓની એક્સરસાઇઝ પણ કરતા રહેવી જોઇએ. મુટ્ઠી ખોલવી, બંધ કરવી, જમણેથી ડાબે અને ડાબેથી જમણે કાંડુ ફેરવવું વગેરે પ્રકારની એક્સરસાઇઝ કરતા રહેવી જોઇએ. બાંયને પણ તમે ધીમે ધીમે ઉપર તરફ ખેંચો અને પછી નીચેની તરફ ખેંચો. આમ કરવાથી હાથ અને આંગળીઓમાં દુઃખાવો નહીં થાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK