આજ મૌસમ બડા બેઇમાન હૈ આજ મૌસમઃ તમે જાણો છો સેક્સ અને સીઝન વચ્ચેનો સીધો સબંધ?

Updated: 17th September, 2020 22:49 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સામી વ્યક્તિ તમને ગમતી હોય તો તમને સેક્સ કરવાનું મન થાય એ વાત તો સાચી પણ ફક્ત આકર્ષણના આધારે જ સેક્સનો સંબંધ નથી. સીઝનના હિસાબે પણ સેક્સનો મૂડ બદલાય છે એ કદાચ તમને નહીં ખબર હોય.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સામી વ્યક્તિ તમને ગમતી હોય તો તમને સેક્સ કરવાનું મન થાય એ વાત તો સાચી પણ ફક્ત આકર્ષણના આધારે જ સેક્સનો સંબંધ નથી. સીઝનના હિસાબે પણ સેક્સનો મૂડ બદલાય છે એ કદાચ તમને નહીં ખબર હોય.

માઈન્ડબૉડીગ્રીન.કોમમાં આપેલા એક રિપોર્ટ મુજબ જે રીતે સીઝન બદલાય છે એવી રીતે તમારો સેક્સ કરવાનો મૂડ પણ બદલાય છે. ઉનાળામાં સૌથી વધુ ગરમી લાગે છે. શરીરમાં વિટામિન ડીની માત્રા વધે છે તેથી તમને સેક્સ કરવાની ઈચ્છા પણ વધુ થાય.

અન્ય પ્રાણીઓની જેમ મનુષ્ય પણ ફર્ટિલીટી અને શરીરની અન્ય પ્રક્રિયામાં બાયોલોજીકલ રિધમ હોય છે. આ રિધમના હિસાબે આપણા હોર્મોન્સમાં વધ-ઘટ થાય છે. સેક્સમાં આ હોર્મન્સની સાથે ટેસ્ટોસ્ટેરોનની ભૂમિકા મોટી છે. એક સ્ટડી પ્રમાણે, ઉનાળામાં મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનમાં ઘટાડો થાય છે અને ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં વધારો થાય છે. જ્યારે અન્ય એક રિસર્ચ પ્રમાણે ઠંડીના સમયમાં પુરુષોમાં આ પ્રમાણ ઘટે છે.

ઠંડીની સીઝનમાં પુરુષોને મહિલાઓની બૉડી વધુ હૉટ લાગતી હોય છે એમ પણ કહેવાય છે. ડિપ્રેશનના લીધે પણ સેક્સની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે, તેમ જ સીઝન સંબંધિત બિમારીઓને લીધે પણ સેક્સ કરવાના મૂડ ઉપર અસર થાય છે.

લૉકડાઉનના લીધે પણ ઘરમાં જ રહીને કામવાસના ઓછી થઈ હોવાનું જણાય છે. જો તમે ડાયટ સારું રાખો અને નિયમિત કસરત કરો તો તમારા હોર્મોન્સ સમતોલ રહે છે જેથી સેક્સ કરવાની ક્ષમતા પણ વધે છે. માનસિક કારણોને લીધે પણ તમે રિલેશનશીપમાં હોવ તો પણ સેક્સ કરવાનું મન ન થાય એવું બને છે. પણ જો આગામી અઠવાડિયામાં તમને વધુ સેક્સ કરવાનું મન થાય તો ચિંતા ન કરતા તમે એકલા આ સ્થિતિમાં નથી.

First Published: 17th September, 2020 22:36 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK