તમે લગ્નજીવનથી ખુશ છો, તો અઠવાડિયે આટલી વખત સેક્સ કરતા જ હશો

Published: 20th September, 2020 22:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લોકો ભલે ખુલીને વાત ન કરે પણ જેટલુ મહત્વ બે વ્યક્તિઓ વચ્ચેની લાગણી, સમજ, બોન્ડિંગ, સપોર્ટિવ નેચર મહત્વનું છે તેટલું જ મહત્વ સેક્સનું પણ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજના સમયમાં પહેલાની સરખામણીએ લવ મેરેજના પ્રમાણમાં વધારો થયો છે. જે વ્યક્તિ પોતાના પાર્ટનરથી ખુશ હોય તેમની સેક્સલાઈફ પણ સારી જ હોય છે. લોકો ભલે ખુલીને વાત ન કરે પણ જેટલુ મહત્વ બે વ્યક્તિઓ વચ્ચેની લાગણી, સમજ, બોન્ડિંગ, સપોર્ટિવ નેચર મહત્વનું છે તેટલું જ મહત્વ સેક્સનું પણ છે. તમારા લાગણીભર્યા પ્રેમથી તમે સામી વ્યક્તિને માનસિક રીતે ખુશ રાખી શકો છો, પણ શારિરીક સુખ માટે સેક્સ પણ એટલું જ મહત્વનું છે.

માઈન્ડબોડીગ્રીન.કોમમાં આવેલા એક આર્ટિકલ મુજબ, જનરલ સોસાયટી સર્વેએ 660 મેરિડ કપલનો સેક્સલાઈફનો ડેટા લીધો જેમાં જણાયું કે, 25 ટકા લોકો અઠવાડિયામાં એક વખત સેક્સ કરે છે, 16 ટકા લોકો અઠવાડિયામાં ત્રણ વખત, પાંચ ટકા લોકો અઠવાડિયામાં ચારથી પણ વધુ વખત સેક્સ કરે છે. મહિનામાં એક જ વખત સેક્સ કરનારાઓ 17 ટકા છે, અને મહિનામાં બેથી ત્રણ વખત સેક્સ કરનારાઓ 19 ટકા લોકો છે. છેલ્લા એક વર્ષથી સેક્સ ન કર્યું હોય તેવા 10 ટકા લોકો છે અને સાત ટકા લોકો તો એવા છે જેમણે એક વર્ષમાં માંડ એકાદ બે વાર સેક્સ કર્યું હોય. તો આમાંથી કોની સેક્સલાઈફ સારી ગણાય?

આમ તો મોટા ભાગના ડૉક્ટર્સ અને નિષ્ણાતો કહે છે કે સેક્સલાઈફ કોઈ આંકડાની ગણી શકાય નહીં તે પાર્ટનર્સની ઈચ્છા ઉપર આધાર રાખે છે. પરંતુ સોશ્યલ સાયકોલોજીકલ એન્ડ પર્સનાલિટી સાયન્સ જનરલમાં જણાવવામાં આવ્યું કે જે કપલ અઠવાડિયામાં કમસેકમ એક વખત પણ સેક્સ કરે તો તેમની સેક્સલાઈફ સારી ગણાય. જો આનાથી વધુ સમય સુધી કપલ સેક્સ ન કરે તો કપલ વચ્ચેના જાતિય સંબંધ બગડે છે. હાવર્ડનું કહેવું છે કે, પૉઝિટિવ સેક્યુઅલ રિલેશન માટે અઠવાડિયામાં એક વખત સેક્સ પુરતું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK