પહેલી જ વારના સેક્સમાં પ્રેગ્નન્સી રહી જાય એવા ચાન્સ કેટલા? યોગ્ય માર્ગદર્શન આપો

Published: Dec 30, 2019, 15:26 IST | Dr. Ravi Kothari | Mumbai

ફર્સ્ટ નાઇટના સમાગમમાં કૉન્ડોમ ન પહેરીએ તો ચાલે? પહેલી જ વારના સેક્સમાં પ્રેગ્નન્સી રહી જાય એવા ચાન્સ કેટલા?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: અઢી મહિના પછી મારાં લગ્ન થવાનાં છે અને અમે બન્ને હજી વર્જિન છીએ. હા, હું ક્યારેક હસ્તમૈથુન કરું છું અને એમાં પર્ફોર્મન્સ સારો હોય છે. બે મૂંઝવણ છે. એક તો વાળને લઈને. મારા પ્રાઇવેટ પાર્ટ્સમાં વાળનો ગ્રોથ ખૂબ વધારે છે. એટલે સુધી કે મારી ઇન્દ્રિયના બેઝ પર પણ વાળ ઊગ્યા છે, રેઝરથી કાઢું છું તો વધુ ઊગી જાય છે. શું એનાથી પેનિટ્રેશન દરમ્યાન તકલીફ થાય? વાળ યોનિમાર્ગમાં જાય તો પત્નીને કંઈ તકલીફ થાય? બીજું, ફર્સ્ટ નાઇટના સમાગમમાં કૉન્ડોમ ન પહેરીએ તો ચાલે? પહેલી જ વારના સેક્સમાં પ્રેગ્નન્સી રહી જાય એવા ચાન્સ કેટલા? મારી ઇચ્છા છે કે શરૂઆતમાં અમે નૅચરલ સમાગમ માણીએ. જોકે મારે ત્રણ-ચાર વર્ષ સુધી બાળકની લપમાં પણ નથી પડવું એટલે કંઈક સેફ રસ્તો બતાવો.

જવાબ: પહેલી વાત વાળની કરીએ. પ્રાઇવેટ પાર્ટ્સના પ્રોટેક્શન માટે સ્ત્રી અને પુરુષ બન્નેને એ ભાગમાં વાળ ઊગે છે. એને રાખવા કે કાપી અથવા કાઢીને ટ્રિમ કરીને રાખવા એ દરેક વ્યક્તિની અંગત પસંદગીની વાત છે. ઇન્દ્રિયના બેઝ પર થોડા વાળ ઊગ્યા હોય એ પણ નૉર્મલ છે. સમાગમ દરમ્યાન યોનિમાર્ગમાં ઇન્દ્રિયનો આગળનો ભાગ જ અંદર પ્રવેશે છે. એટલે યોનિમાર્ગમાં તમારા પ્રાઇવેટ પાર્ટ્સના વાળ અંદર જતા રહે એની શક્યતા નથી. પ્રાથમિકતા એ છે કે બન્ને વ્યક્તિઓ પોતાનાં જનનાંગોની સ્વચ્છતા બાબતે પૂરતાં સભાન હોય. દિવસમાં બે વાર પાણીથી બરાબર ફૉરસ્કિન પાછળ કરીને સફાઈ કરવી જરૂરી છે. અંદર પસીનો કે ઇન્ફેક્શન ન થાય એ માટે કૉટનની અન્ડરવેઅર પહેરવી. સમયાંતરે વાળ કાપીકૂપીને ટ્રિમ કરતા રહેશો તો એ ભાગ સ્વચ્છ પણ રહેશે.

સમાગમ પહેલી વાર હોય કે પચાસમી વાર, પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધતી-ઓછી નથી હોતી. પહેલી નાઇટ છે એટલે પ્રેગ્નન્સી નહીં રહે એવું ધારીને કૉન્ડોમ નહીં વાપરો તો પછીથી ચિંતામાં મુકાવું પડી શકે. બીજું, સમાગમમાં નૅચરલ કે અનનૅચરલ જેવું કંઈ નથી હોતું. કૉન્ડોમ સૌથી સેફ છે અને જો એ ન જ વાપરવું હોય તો પત્નીને લગ્નના અઠવાડિયા પહેલાંથી ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાનું કહી દેવું જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK