મારી પત્ની વર્જિન છે કે કેમ એનો અંદાજ મને કેવી રીતે મળે?

Published: 17th February, 2021 07:40 IST | Dr. Ravi Kothari | Mumbai

અંતરંગ જીવનમાં સામેવાળી વ્યક્તિ કેવી છે એના કરતાં તમે કેવા છો એનું મહત્ત્વ વધુ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: આ ઉનાળામાં મારાં લગ્ન થવાના છે. લગ્ન પહેલાં મારી બીજી ગર્લફ્રેન્ડ સાથે હું ઇન્ટિમેટ રહી ચૂક્યો છું. તેની સાથે બ્રેકઅપ થયા પછી બહુ ડિપ્રેસ્ડ હતો, પરંતુ હવે ગાડી પાટે ચડી ગઈ છે અને નવા સંબંધ માટે પણ ખૂબ એક્સાઇટેડ છું. અત્યારે મારો સવાલ એ છે કે મારી એક્સ-ગર્લફ્રેન્ડ સાથે પહેલી વારમાં જે મજા આવેલી એવી મજા એ પછીના એન્કાઉન્ટરમાં નહોતી. હાલમાં વિદેશી મૅગેઝિનો વાંચતો હતો ત્યારે જાણવા મળ્યું કે ફીમેલની વર્જિનિટી તૂટે ત્યારે હસબન્ડને પણ આનંદ થતો હોય છે. આ વાત મારી એક્સ-ગર્લફ્રેન્ડના સંદર્ભમાં પણ સાચી પડી હતી. હવે મને વિચાર આવે છે કે શું મારી ભાવિ પત્ની વર્જિન હશે તો જ મને એવો આનંદ મળશે? મારી પત્ની વર્જિન છે કે કેમ એનો અંદાજ મને કેવી રીતે મળે?

જવાબ: તમારા આનંદ અને તમારી પાર્ટનરની વર્જિનિટીને કોઈ લેવાદેવા નથી. ઇન ફૅક્ટ, તમે પોતે વર્જિન હતા એ મહત્ત્વનું હતું. અંતરંગ જીવનમાં સામેવાળી વ્યક્તિ કેવી છે એના કરતાં તમે કેવા છો એનું મહત્ત્વ વધુ છે. મતલબ કે તમારા માટે એ પ્રસંગ પહેલી વારનો હતો જેને કારણે તમને એ ઇન્ટિમસી વધુ એક્સાઇટિંગ લાગેલી. સેક્સનો પહેલવહેલી વારનો અનુભવ જા પ્રિય પાત્ર સાથે થાય તો એ રોમાંચક જ રહેવાનો. તમારી એ પાર્ટનર વર્જિન ન હોત તો પણ એવું જ થાત. વર્ષા સુધી કોઈએ ખાવાનું ન ખાધું હોય ને સામે ગરમાગરમ રોટલીવાળું તૈયાર ભાણું મૂકવામાં આવે તો પહેલી રોટલી તમને વધુ મીઠી લાગે ને એનાથી સંતુષ્ટિ પણ વધુ થાય. એ પછીથી રોજેરોજ ખાવામાં તમારી ભૂખ જરૂર સંતોષાય પણ પહેલી વારની રોટલીમાં જે મીઠાશ અને તૃપ્તિ મળેલી એટલી કદાચ ન પણ મળે. એવું જ કંઈક પહેલી વારના સેક્સનું કહી શકાય.

એ જ કારણે તમારી ધારણા સાવ જ ગલત છે. તમારી વાઇફ વર્જિન હોય તો જ તમને એવો સંતોષ મળશે એવી ભ્રમણામાં ન રાચશો. મનમાં કોઈ જ ચિંતા રાખશો નહીં કે તમને વાઇફ સાથે કેવો આનંદ મળશે. જો તમે પત્નીને દિલથી પ્રેમ કરશો અને મનમાં શંકાકુશંકાઓને સ્થાન નહીં આપો તો લગ્નજીવન સુખી થશે જ એવો વિશ્વાસ રાખો. બીજી મહત્ત્વની વાત એ કે તમે જે મૅગેઝિનોમાંથી તમને આવી વાત વાંચવા મળી હતી એ વાંચવાનું તાત્કાલિક બંધ કરી દેવું જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK