રાશિ ભવિષ્ય ફેબ્રુઆરી 2019 : આ રાશિના જાતકોનું આર્થિક સંકટ થશે દૂર

Jan 31, 2019, 17:48 IST

Horoscope Feb 2019 : વાંચો ફેબ્રુઆરી 2019નું રાશિ ભવિષ્ય અને જાણો શું કહે છે ગ્રહો તમારા વિશે.

રાશિ ભવિષ્ય ફેબ્રુઆરી 2019 : આ રાશિના જાતકોનું આર્થિક સંકટ થશે દૂર
પ્રતીકાત્મક તસવીર

મેષ (ARIES 21 માર્ચ - 19 એપ્રિલ) : મહિનાની શરૂઆત કેટલુંક દેવું અને નાણાંકીય નુક્સાન લઈને આવી શકે છે. તમારા બધાં જ કાર્ય સફળતાથી પૂરા થશે. દામ્પત્ય જીવન તેમજ પ્રેમ સંબંધો માટે આ સમય અનુકૂળ છે. કુંવારાઓને સારા સમાચાર મળી શકે છે. ધાર્મિક પ્રવાસે જઈ શકો છો. સંતાન સંબંધે ચિંતાઓ ઘટશે. ઑફિસમાં કામકાજને લઈને અધિકારીઓ હસ્તક્ષેપ રહેશે. કામ માટે તમારે કોઈકની મદદ લેવી પડશે. મહિનાની વચ્ચે પરિસ્થિતિઓ બદલાઈ શકે છે. પોતાના ખર્ચ પર કાબૂ મેળવી શકશો. કુટેવોને છોડવું તમારી માટે સારું છે.

વૃષભ (TAURUS 20 એપ્રિલ - 20 મે) : મહિનાનો પૂર્વાર્ધ ઉત્તમ ફળ આપશે. જુદાં જુદાં કામને લીધે ફાયદો થશે. અટકાયેલા પૈસા પાછા આવી શકે છે. વડીલોના આશીર્વાદ મળશે. કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે છે. સત્તા પર આવેલા શાસકો સાથે ભાગીદારી થશે અથવા ઉચ્ચ પદાધિકારીઓ સાથે મુલાકાતો વધશે. બધા જ અટકાયેલા કામ પૂરા કરી શકો છો. પ્રવાસો અને દોડધામ છતાં કાર્યભારી સફળતા શંકાસ્પદ રહેશે. પરિવારના વડિલોનો સહકાર મળશે. છેલ્લા અઠવાડિયે તમને તમારી મહેનતનું ફળ મળશે.

મિથુન (GEMINI 21 મે - 20 જૂન) : મહિનાની શરૂઆતમાં તકલીફો રહેશે. પરિવર્તનમાં નાણાકીય ખર્ચ થઈ શકે છે. પહેલા અને બીજા અઠવાડિયા દરમિયાન પરિસ્થિતિ પોતાના નિયંત્રણમાં નહીં રહે. શારીરિક તકલીફોને કારણે ઉદાસી છવાયેલી રહેશે. કામમાં મન નહિ લાગે. ત્રીજા અઠવાડિયે ગોચર બદલાવનું કારણ બનશે. આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલા વિવાદ ઘટશે. વિદ્વાનોના સંપર્કનો યોગ છે. મેળામાં કે કોઈ પ્રસંગમાં સામેલ થવાનો અવસર મળશે. વ્યાપારમાં વૃદ્ધિ થશે.

કર્ક (CANCER 21 જૂન - 22 જુલાઈ) : મહિનાની શરૂઆતમાં થોડીક મુશ્કેલીનો અનુભવ થશે. આ મહિનામાં પ્રોપર્ટીને લાગતાં વિવાદો ઘટશે. પરીક્ષા કે હરીફાઈમાં સફળતા મળી શકે છે. કલા કે મનોરંજન ક્ષેત્રે જોડાયેલા લોકોને લાભ થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં કામનો ભાર વધી જશે. ઉધાર વસુલવામાં મુશ્કેલી આવી શકે છે. મુશ્કેલીના સમયે પરિવારનો સહયોગ રહેશે. સામાજિક સ્તરે પણ સહાય મળવાનો યોગ છે.

સિંહ (LEO 23 જુલાઈ - 22 ઑગસ્ટ) : આ મહિનામાં વ્યવસાયિક અને આર્થિક પ્રભાવમાં વૃદ્ધિ થઈ શકે છે. ગયા મહિને થયેલા વિવાદોને ઉકેલવામાં ઘણો સમય પસાર થઈ જશે. કોઈક આર્થિક મામલે પરિવારમાં ગેરસમજણો ઊભી થઈ શકે છે. આ મહિને આર્થિક ચિંતા તથા દેવાના બોજાથી મુક્તિ મળશે. બૌદ્ધિક તેમજ આદ્યાત્મિક પ્રવચનો સાંભળશો એવા યોગ છે.

કન્યા (VIRGO 23 ઑગસ્ટ - 22 સપ્ટેમ્બર) : આ મહિને તમારે તમારા આરોગ્યની સાથે સાથે તમારી બચતનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ધંધો હોય કે કોઈ પ્રવાસ તે દરમિયાન તમારે સાવચેત રહેવાની જરૂર છે. દગો થવાની શંકા છે. રાશિ પરિવર્તનને કારણે કેટલાક કાર્યક્રમોમાં ફેરફાર થઈ શકે છે. તમે લીધેલા નિર્ણયો મોટાભાગે લોકોને ગમશે નહીં. નાના કામ માટે પણ વધુ ખર્ચની શક્યતા છે.

તુલા (LIBRA 23 સપ્ટેમ્બર - 22 ઑક્ટૉબર) : મહિનામાં દેવાની સાથે શારીરિક રોગો પણ હેરાન કરી શકે છે. શનિ કે રાહુ કેતુના પ્રભાવો જેના પર જન્મસમયે જ પડ્યા હોય તે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. આ મહિનો તમારી માટે લાગણીહીનતા અને પરિવારના સભ્યો સાથે મતભેદ વધારનાર પુરવાર થઈ શકે છે જોકે મિત્રોની મદદને કારણે મુશ્કેલીઓનું સમાધાન થઈ શકે છે. સામ, દામ, દંડ અને ભેદથી તમે તમારા સંકટો નિવારી શકશો.

વૃશ્ચિક (SCORPIO 23 ઑક્ટોબર - 21 નવેમ્બર) : આ મહિને કુટુંબમાં કોઈક સારા અવસરની શક્યતા છે. સુખની ક્ષણો આ મહિનામાં અનેકોવાર આવશે. કોઈ વ્યક્તિ વિશેષ પાસેથી આર્થિક સહયોગ મળી શકે છે. આ મહિને જીવનની જટિલતાઓ ઘટતી જોવા મળશે. મહિના દરમિયાન લાંબા પ્રવાસનો યોગ બની શકે છે.

ધનુ (SAGITTARIUS 22 નવેમ્બર - 21 ડિસેમ્બર) : મહિના દરમિયાન શુભ કાર્યો માટે ધનની સગવડ કરવી પડશે. અટકેલા પૈસા મેળવવા માટે પ્રયત્નો કરવા પડશે. મહેમાનોનું અતિથિ સત્કાર કરવું પડે તેવી શક્યતા છે. આ માસ દરમિયાન જીવનસાથી પ્રત્યે ઉપેક્ષા ભાવ આવી શકે છે. આર્થિક બાબતે બધાંનો સંપૂર્ણ સહયોગ મળશે. કાર્યસ્થળે વાતાવરણમાં પરિવર્તન થઈ શકે છે. અધિકારીનો વિશ્વાસ જીતી શકાશે. તર્ક શક્તિને કારણે સફળતા મળી શકે છે. સંતાનના કાર્યક્ષેત્રમાં પણ પરિવર્તન જોવા મળશે. વાહનના સોદાની પણ શક્યતા છે.

મકર (CAPRICORN 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી) : આ મહિને તમારું મન ઉદ્યોગ-ધંધામાં લાગી શકે છે. કોઈકના વિચારો તમારા જીવન પરિવર્તન માટે પ્રેરક બની શકે છે. તમારા વરિષ્ઠોના વખાણને પાત્ર બની શકો છો. આ મહિને તમારા નકામા સાથીઓથી દૂર રહીને તમારી જવાબદારીઓને વળગી રહેવું સારું રહેશે. કોઈક સારા કામ પ્રત્યે જોડાણનો અનુભવ થશે. માનસિક અસ્થિરતા છોડીને ભૂતકાળ ભૂલવી દેવું સારું. કોઈપણ પ્રકારના ખરીદ-વેંચાણમાં સાવચેતી રાખવી જરૂરી છે.

કુંભ (AQUARIUS 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી) : આ મહિનો તમારા માટે ઉત્સાહી રહેશે. તમે તમારું બધું જ ધ્યાન ખર્ચા અને શૉપિંગ પર કેન્દ્રિત કરશો. વૈવાહિક જીવનમાં સદ્ભાવ તેમજ શાંતિ જળવાઈ રહેશે. જીવનસાથી અને વ્યવસાયિક ભાગીદારી સાથે સંબંધોમાં પણ નવી ઊર્જાનો સંચાર થતો જોવા મળશે. મહિના દરમિયાન આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિનો પ્રભાવ વધારે રહેશે. કાર્યક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારી શકશો. તમારા સ્વાસ્થ્ય પર પૂરતો ધ્યાન આપવો જરૂરી છે. ધાર્મિક પ્રવૃત્તિમાં વૃદ્ધિ થશે. કુંવારાઓ માટે આ સમય શુભ રહેશે.

આ પણ વાંચો : ફેંગશુઈ ટિપ્સ : ધન-સમૃદ્ધિ વધારવા માટે કરો આ ઉપાય

મીન (PISCES 19 ફેબ્રુઆરી - 20 માર્ચ) : આ મહિનાની શરૂઆત વધુ સારી નહીં હોય જોકે પિરસ્થિતિમાં પછીથી સુધારો આવી શકે છે. વાહનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. આ માસ દરમિયાન પરોપકાર અને જીવદયા વધારે રહેશે. જરૂરિયાતમંદોની મદદ કરવા સતત પ્રેરિત રહેશો. ગૃહસ્થ જીવનમાં સંતુલન બનાવી રાખવા માટે ધ્યાન રાખવું પડશે. સમાજમાં માન-સન્માન વધશે. સાથે કામ કરતાં લોકોની સાથેના સંબંધો સારા રહેશે. આ મહિને શનિદેવ અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK