ઘર માટે પર્ફેક્ટ સોફા

Published: 30th December, 2011 06:11 IST

ઘર નાનું હોય કે મોટું, હોલમાં પડેલો સોફો આવનાર દરેકનું ધ્યાન ખેંચે જ. ઘરના ઓવરઓલ લૂકમાં સોફાનું મહત્તવ બહુ વધારે છે. એટલે જ સોફાની ખરીદી અને તેની જાળવણી માટે વિશેષ ધ્યાન આપવું જોઇએ. તમારા ઘર માટે આઇડિયલ સોફો પસંદ કરતા સમયે શેનું ધ્યાન રાખવું એ જાણી લઇએ.સાઇઝ વાઇઝ

સોફાની સાઇઝ ધ્યાનમાં રાખવી ખુબ જ જરુરી છે. તમારો હોલ કમ્પેરેટીવલી નાનો હોય અને તમે અડધોઅડધ જગ્યા રોકી લે એવો ખટારા જેવો સોફો લઇને આવશો તો અહુ જ ખરાબ લાગશે. તેવી જ રીતે મોટા હોલમાં રમકડા જેવો નાનકડો સોફો પણ નહીં શોભે. એટલે જ સોફાની પસંદગી હોલના માપ અનુસાર અને જે જગ્યા પર તે મુકવાનો છે એની લાંબાઇ-પહોળાઇ માપીને સપ્રમાણ લેવાનો.

મટિરીયલની પસંદગી

એકવાર સોફાની સાઇઝ નક્કી થઇ ગયા પછી ગાદી કેવી લેવી એ નક્કી કરવાનો સમય છે. એવું ફેબ્રિક પસંદ કરવું જે તમારી લાઇફસ્ટાઇલને સૂટ થાય. કોટન, સિલ્ક, ઉન કે સિન્થેટીક લેધર માંથી ફેબ્રિકની પસંદગી કરી શકાય. સિલ્ક મટીરિયલ સુંદર અને કલાસિ લૂક આપે છે. જ્યારે કોટન પણ દેખાવમાં રોયલ લાગે પરંતૂ તેનૂં કાપડ પતલું હોવાને લીધે તેમાં સળ પડી જવાના ચાન્સિસ વધારે હોય છે. સિન્થેટિક લેધર સોફ્ટ પણ હોય છે અને ટકાઉ પણ.

કેવી પેટર્ન?

એ તમે તમારો સોફો કયાં મૂકવાના છો એના પર નર્ભિર કરે છે.  જો તમે વધુ મવર-જવર વાળા વિસ્તારમાં સોફો મુકવાના છો અથવા તમારા ઘરમાં બાળકો છે તો ગાદીને મલ્ટીકલરમાં પસંદ કરવાનું યોગ્ય રહેશે. જેનાથી સોફો મેલો નહીં દેખાય.

કલર કેવો?


સોફામાં જે ફેબ્રિક વાપરવાના છો એના કલરની પસંદગી તમારા પોતાના ટેસ્ટ અને નેચર પર નર્ભિર કરે છે. જો તમને લાઇટ કલાર ગમે છે તો એ પણ એલિગન્ટ લુક આપશે. અને તમે હંમેશા કલારફુલ લાઇફ જીવવાનું પસંદ કરો છો તો હાર્ક કલર પણ પર્ફેકટ રહેશે. એ માટે તમારે તમારા ઘરની દિવાલના કલર પર પણ ખાસ ધ્યાન આપવું જરુરી છે.

સ્ટાઇલ

જેમ તમે તમારી પોતાની ડ્રેસિંગ સ્ટાઇલ નક્કી કરો છો તેમ સોફામાં પણ તમારી સ્ટાઇલને અનુરુપ ચોઇસને સ્કોપ છે. કેટલાક લોકોને રજવાડી સ્ટાઇલ પસંદ હોય તો તેઓ એથનિક રાજસ્થાની સ્ટાઇલના સોફો લઇ શકે. કેટલાક વળી એકદમ મોર્ડન રહેવામાં માનતા હોય તો તેઓ માટે એવા ફેન્સી સોફા પણ મળતા હોય છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK