(ડૉ. આશિષ કૉન્ટ્રેક્ટર - કાર્ડિયોલૉજિસ્ટ, એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ)
સવાલ : મારી ઉંમર ૩૧ વર્ષ છે. મને ક્યારેક અચાનક જ હૃદયના ધબકારા વધી જાય છે. એ વખતે ન તો શ્વાસ ચડ્યો હોય કે ન ગભરામણ થાય. માત્ર છાતી પર હાથ મૂકીએ કે હાથની નાડી તપાસીએ તો ધબકારા ઝડપી થઈ ગયા છે એવું લાગે. અમારા ફૅમિલી ડૉક્ટરને બતાવ્યું તો કહે છે કે બીપી લો થવાને કારણે આમ થાય છે. આ માટે કોઈ દવા નથી હોતી. ડૉક્ટરનું કહેવું છે કે જ્યારે ખૂબ ટેન્શન હોય, ચિંતા, ડર જેવી ફીલિંગ હોય તોપણ ધબકારા વધી જાય છે. પહેલાં તો ક્યારેક જ થતું હતું, પરંતુ હમણાંથી દર વીસ-પચીસ દિવસે આવું થાય છે. લો બીપીની કોઈ દવા ન હોય. છેલ્લે તો બે-ત્રણ વખત મને હાર્ટબીટ્સ વધીને પરસેવો છૂટી ગયેલો. આવું તો બીપી વધી જાય ત્યારે થાયને? એ પછી જ્યારે ડૉક્ટરને બોલાવીને બીપી મપાવ્યું ત્યારે નૉર્મલ હતું. શું અચાનક ક્યારેક હાઇ બીપી ને ક્યારેક લો બીપી થઈ જાય એવું શક્ય છે? શું હાર્ટબીટ્સ વધીને પસીનો છૂટી જાય એ હાર્ટઅટૅક કહેવાય?
જવાબ : જરાય નહીં. હાર્ટબીટ્સ વધવાને અને હાર્ટઅટૅકને સરખાવી ન શકાય. અવારનવાર ધબકારા વધવા એ સામાન્ય લક્ષણ છે. તમારા ડૉક્ટરે કહ્યું એમ માનસિક લાગણીઓના ચડાવઉતાર સાથે આવું થઈ શકે છે. એનાથી પૅનિક થવાની જરૂર નથી, પરંતુ એ પ્રત્યે બેદરકારી દાખવવી નહીં. હાર્ટની રિધમમાં કંઈક ગરબડ હોવાને કારણે ક્યારેક અમુક મિનિટો માટે ધબકારા જોરથી અને ઝડપથી થતા હોય છે. હાર્ટબીટ્સ વધે છે એનું કારણ માનસિક જ હોય તો ચિંતાને કારણ નથી, પરંતુ ઑર્ગેનિક હોય તો હૃદયમાં તકલીફ છે એવું નિદાન થાય.
આ લક્ષણ હૃદયની કામગીરીમાં કોઈ ખામીને કારણે તો નથીને એની સાવચેતીનાં પગલાંરૂપે તમારે બે ટેસ્ટ કરાવવી જોઈએ. એક Two Dimentional Ecocardiogram અને ચોવીસ કલાક માટે હૉલ્ટર મૉનિટરિંગ કરાવવું. રિપોર્ટ પરથી ખબર પડી શકે કે હૃદયની કામગીરીમાં તકલીફ છે કે નહીં. જો હેવી ઍક્ટિવિટી દરમ્યાન તમને હાંફ ચડતી હોય તો ચેતવું.
ચીનમાં તો સસલાં અને ઉંદરોએ ફેલાવ્યો કોરોના
20th February, 2021 11:59 ISTSrinagar Encounter: શ્રીનગરમાં પોલીસ પર આતંકવાદી હુમલો, 2 જણ શહીદ
19th February, 2021 14:24 ISTબાળકોને અપાતા સુવર્ણ પ્રાશન સંસ્કાર શું છે?
19th February, 2021 12:46 ISTસવારે ઊઠીને બ્રશ કર્યા વિના પાણી પીવું કે બ્રશ કરીને?
19th February, 2021 12:22 IST